Sunday, January 19, 2014

હાસ્યપર્વ (રમૂજી ટૂચકાઓ) – સંકલિત

પત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, ‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા ?’
પતિ : ‘હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે ?’
********
‘સાંભળ્યું….. ? પડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્કસ આવ્યા.’
‘અરે વાહ, પણ એક માર્ક ક્યાં ગયો ?’
‘એ તમારો દીકરો લઈ આવ્યો.’
********
એક કવિએ પોતાની કવિતા વાંચવાની શરૂ કરી.
‘વરસાદ આવવા દો !’
અચાનક બધા શ્રોતાઓ ઊભા થઈને ચાલવા લાગ્યા. કવિએ નવાઈ પામીને પૂછ્યું : ‘અરે બધા આમ ક્યાં જાઓ છો ?’
‘છત્રી લેવા !’ જતાં જતાં એક શ્રોતાએ કહ્યું.
********

મગન : ‘બોલ છગન, તને બે મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે ?’
છગન : ‘મેગી બનાવું. બીજું તો શું કરું બે મિનિટમાં ?’
મગન : ‘ધારો કે પાંચ વર્ષ માટે બનાવે તો શું ધાડ મારે ?’
છગન : ‘ના રે બાપ, હું ના બનું પાંચ વર્ષ માટે.’
મગન : ‘કેમ ?’
છગન : ‘અરે, એટલી બધી મેગી ખાય કોણ ?’
********
ડોક્ટર : ‘સવારે, બપોરે અને રાત્રે ગોળીઓ બે ગ્લાસ પાણી સાથે લેશો.’
દર્દી : ‘ડૉક્ટર, ખરેખર મને શું બીમારી છે ?’
ડૉકટર : ‘તમે પૂરતું પાણી નથી પીતા.’
********
શિક્ષક : ‘કોઈ એવું વાક્ય બનાવો જેમાં ઉર્દૂ, હિંદી, પંજાબી, અંગ્રેજી બધું આવે.’
ટપુ : ‘ઈશ્ક દી ગલી વીચ નો એન્ટ્રી…’
********
સાયન્સના પ્રોફેસર : ‘ઓક્સીજન કી ખોજ 1773 મેં હુઈ થી.’
સન્તા : ‘થેન્ક ગોડ….. મૈં ઉસ સે પહેલે પૈદા હોતા તો મર જાતા !’
********
ભારતે મંગળ ગ્રહ પર મોકલેલું અવકાશયાન એટલું ધીમું ધીમું જાય છે કે જ્યારે તે મંગળ ગ્રહ પર ઉતરશે ત્યાં સુધીમાં…… દિપક ચોરસીયા કેમેરામેન મુકેશ સાથે એનું કવરેજ કરવા અગાઉથી પહોંચી ગયા હશે !
********
પત્ની : તમને શરમ નથી આવતી….હું એક કલાકથી બોલી રહી છું અને તમે દર મિનીટે બગાસાં ખાઓ છો……….
પતિ : હું બગાસાં નથી ખાતો……..હું કંઇક કહેવાનો પ્રયત્ન કરું છું…
********
એક વ્યક્તિને કાનમાં ચળ આવી એટલે એણે કાનમાં ચાવી ફેરવવાનું શરૂ કર્યું. થોડો સમય વીત્યા પછી એક વ્યક્તિએ કહ્યું,’ભાઈસાબ ! જો સ્ટાર્ટ ન થાય તો ધક્કો મારી દઉં ?’
********
મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટરે એની પત્નીને કહ્યું : ‘આ પાગલોની સાથે રહીને હું અડધો પાગલ થઈ ગયો હોઉં એવું લાગે છે.’
પત્ની : ‘ક્યારેક તો કોઈ કામ પૂરું કરો.’
********
એક વ્યક્તિ ડૉકટર પાસે ગઈ અને કહ્યું : ‘હવે મારાથી પહેલા જેટલું કામ નથી થતું.’ ડૉકટરે બધા ટેસ્ટ કર્યા અને કહ્યું : ‘રોગ તો કંઈ નથી, તમે આળસુ થઈ ગયા છો.’
દર્દી : ‘આ વસ્તુને તમે ડૉકટરી ભાષામાં કહો જેથી હું મારી પત્નીને સમજાવી શકું.’
********
છાપરામાંથી પાણી ટપકતું હતું તે બંધ કરવા માટે છગને કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું : ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’
છગન : ‘કાલે રાત્રે મને સૂપ પૂરો કરતાં બે કલાક લાગ્યા ત્યારે.’
********
પત્ની : ‘ ‘નારી’ નો અર્થ શું છે ?’
પતિ : ‘ ‘નારી’નો અર્થ છે શક્તિ.’
પત્ની : ‘તો પછી ‘પુરુષ’નો અર્થ શું છે ?’
પતિ : ‘સહન શક્તિ.’
********
છોકરીવાળા : ‘અમારે એવો છોકરો જોઈએ છે જે પાન, સિગારેટ, દારૂ કંઈ જ ન લેતો હોય, ફકત બાફેલું અને ઉકાળેલું ખાતો હોય અને દિવસ-રાત ભગવાનનું ભજન કરતો હોય.’
પંડિત : ‘એવો છોકરો તો તમને હોસ્પિટલના આઈ.સી.યુ. સિવાય બીજે ક્યાંય નહિ મળે !…’
********
વોટ્સ-અપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો : ‘ક્યાં છે તું ?’
છોકરી : ‘અત્યારે મારા પપ્પાની બી.એમ.ડબલ્યુ કારમાં ડ્રાઈવર મને કલબમાં છોડવા જઈ રહ્યો છે. હું સાંજે મળીશ. તું ક્યાં છે ?’
છોકરો : ‘અમદાવાદની સીટી બસમાં તારી પાછળની સીટ પર બેઠો છું અને હા, મેં તારી ટીકિટ લઈ લીધી છે, એટલે તું લેતી નહીં…..’
********
સૌજન્ય : રીડ ગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.