Showing posts with label વાંકાનેર. Show all posts
Showing posts with label વાંકાનેર. Show all posts

Monday, May 19, 2025

શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળા સંઘ, વાંકાનેર સરક્યુલર

શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળા સંઘ, વાંકાનેર

🙏🏻🙏🏻 પ્રણામ 🙏🏻🙏🏻

સહર્ષ જણાવાનું કે ઘણા સમયથી બધાની ઈચ્છા હતી કે વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજનશાળામાં બધા રૂમો A/C થઈ જાય તે ભાવનાને ધ્યાનમાં લઈ દરેક રૂમો  A/C  કરેલ છે.....

સહર્ષ જણાવાનું કે આપણા 
વાંકાનેરના વતનીઓએ અમોને ખુબજ સરસ સહકાર આપી બધા રૂમોમાં  A/C નો લાભ લેવા સ્વીકાર કરેલ છે....

દરેક રૂમના A/C લાભાર્થી મળી ગયેલ છે. તે પરિવારોની શ્રી વિશાશ્રીમાળી તપગછ જૈન ભોજનશાળા સંઘ તથા કમિટી મેમ્બરો ભુરી ભુરી અનુમોદના કરીએ છીએ.....

લાભાર્થી પરિવારના નામોની યાદી 

🌷  જયશ્રીબેન મનુભાઈ કાંતિલાલ શેઠ પરિવાર ( હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 સ્વાતિબેન વિપુલભાઈ શાહ પરિવાર ( હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 પુષ્પાબેન મણિલાલ શાહ, હસ્તે ચારુબેન શૈલેષભાઈ શાહ પરિવાર (હાલ - મુંબઈ ) = 1 A/C

🌷. એક સદ્દગૃહસ્થ પરિવાર (હાલ - વાંકાનેર ) = 1 A/C

🌷 વ્રજલાલ દેવજીભાઈ મહેતા પરિવાર (હાલ - મુંબઈ ) = 1 A/C

🌷 જીવરાજ વલમજીભાઈ  મહેતા (ઘીયાવાડ વાળા) પરિવાર (હાલ - વાંકાનેર) = 5 A/C

આ દરેક પરિવાર વાંકાનેર / બહારગામ રહેતા દરેકનો અમોને હમેશા સાથ અને સહકાર મળે છે હર હમેશ અમારી સાથે હોય એવી અનુભૂતિ આપે છે....

લાભાર્થી દરેક પરિવાર સંઘની સેવા માટે ઉમદા ભાવના તથા તત્પરતા ખરેખર અનુમોદનીય છે. 

અમો દરેક પરિવારની ભુરી ભુરી અનુમોદના કરીએ છીએ......

લી.વિશાશ્રીમાળી તપગ
ચ્છ જૈન ભોજનશાળા
પ્રમુખ: મુકેશભાઈ પોપટલાલ દોશી 
M: 9825989457

Sunday, November 30, 2014

વાંકાનેર Eye હોસ્પિટલની માહિતી

વાંકાનેરની દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દોશી eye હોસ્પિટલનું નામ હવે આંખની સારવાર માટે બહુ પ્રચલિત થઇ ગયેલ છે. મોતિયા, ત્રાંસી આંખ સાથે હવે રેટીનાની સારવાર પણ ત્યાં કરવામાં આવે છે. 
બધી જ સારવાર ત્યાં નિ:શુલ્ક કરવામાં આવે છે એટલું જ નહિ દર્દી અને તેની સંભાળ લેવા આવેલ વ્યક્તિને રહેવાની સગવડ પણ કરી આપવામાં આવે છે. જો દર્દી આર્થીક રીતે સંકળામણ અનુભવતો હોય તો તેની આવવા જવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
સંપર્ક માટેની વિગત લેખને અંતે આપેલ છે.

પાના નંબર 1
પાના નંબર 2