Saturday, December 24, 2016

Death


જોડીયા હાલ સાયન શાંતિલાલ (નાનુભાઈ) સોમચંદ શાહ (ધોલાણી)ના ધર્મપત્ની જશવંતીબેન (ઉં. વ. ૮૫), ૨૩-૧૨-’૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે રાજુ, જાગૃતિ-અશોક, ચારૂ-દિપક, સ્મીતા-રાજેશના માતુશ્રી. તે નીતાના સાસુ. તે જેનીલ-ચીંતન, આયુષી-હર્ષના દાદી. તે વાંકાનેર નિવાસી સ્વ. વાડીલાલ લીલાધર દોશીના પુત્રી. બંને પક્ષ તરફની પ્રાર્થનાસભા રવિવાર, ૨૫-૧૨-’૧૬ના સવારના ૧૦ થી ૧૧-૩૦. સ્થળ: એસ. એન. ડી. ટી. કોલેજ હોલ, કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ. (ત્વચાદાન કરેલ છે).




Saturday, December 17, 2016

Death



મોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ શશીકાંતભાઈ ચુનીલાલ મહેતા (ઉં. વ. ૮૦) તે નરોત્તમભાઈ, સ્વ. ભુપતભાઈ, સ્વ. મુક્તાબેનના ભાઈ. સ્વ. મધુબાળાબેનના પતિ. સ્વ. યોગેશભાઈ, કમલેશભાઈ, દક્ષેસભાઈ તથા મનીષાબેનના પિતા. તે રાજેશ્રી, કલ્પના જયેશકુમારના સસરા. તે સ્વ. નરભેરામ જટાશંકર વખારીયાના જમાઈ તા. ૧૭-૧૨-૧૬ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ૧૮-૧૨-૧૬ના રવિવારે ૧૦ થી ૧૨. સ્થળ: હીરાવતી હોલ (સ્ત્રી મંડળ), ટાગોર રોડ, પોદાર સ્કૂલ પાસે, સાંતાક્રુઝ (પશ્ર્ચિમ). 

WhatsApp Message

On Sad Demise of Shri Shashikant Chunilal Mehta, Bhav Yatra will be held tomorrow, Sunday 18th Dec., 2016 between 10 AM and 12 Noon at Hirawati Hall (Stree Mandal Trust), Tagore Road, Near Poddar School, Santacruz West, Mumbai 400054.

WhatsApp Message

Shri Shashikant Chunilal Mehta , aged  80  years, expired today morning saturday 17/12/2016 about 4.40 AM at Nanavati Hospital. His body will be taken for cremation from  Residence (Rajarshi Building, opp Surya Nursing Home,Poddar Street, Santacruz West] at 10.00 AM.

Thursday, December 15, 2016

અવસાન

કોળિયાક નિવાસી (હાલ વિક્રોલી-મુંબઈ) ઉપેન્દ્રભાઈ શાંતિલાલ મહેતા (ઉં. વ. ૭૪) તે સ્વ. ચંદ્રવિદ્યાબેનના પુત્ર તથા નિરંજનાબેનના પતિ. ધર્મેશ, હેમલના પિતા. તે સ્વ. કિરીટભાઈ અવિનાશભાઈ, મૂકેશભાઈ, સ્વ. કુસુમબેન, દમયંતીબેન, હીનાબેન, નીલાબેનના ભાઈ. તે સ્વ. કુશળચંદ ધરમશી શાહના જમાઈ તા. ૧૪-૧૨-૧૬ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧૬-૧૨-૧૬ના ૩ થી ૫. ઠે.: શ્રી જૈન શ્રાવક સંઘ ઉપાશ્રય. ટાગોર નગર, ભારત નગર, વિક્રોલી (પૂર્વ), મુંબઈ.

Wednesday, December 14, 2016

અવસાન

ડો. કિશોરભાઇ માધાણી (ઉં. વ. ૮૧) હાલ ઘાટકોપર તે દિનાબેનના પતિ. બીજલ, ડો. મિલીંદના પિતાશ્રી. કલ્પના, ડો. મલ્લીકાના સસરા. રેશલ અને આર્યના દાદાજી. ભાનુભાઇ, બળવંતભાઇ, કનકભાઇના ભાઇ. જમનાદાસ દેવજી માધાણીના પુત્ર ડો. લાલભાઇ સુખલાલ શાહના જમાઇ તા. ૧૧-૧૨-૧૬ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી રાખેલ નથી. લૌ. વ્ય. બંધ છે.

WhatsApp Message

તા 14-12-2016ના કાર્યક્રમની બોલતી તસવીરો 




























Monday, December 12, 2016

WhatsApp Message

શ્રી સુમતિનાથ ગૃહ જિનાલયની પ્રતિષ્ઠા-મહોત્સવના ફોટા 













Thursday, December 8, 2016

Samaj Utkarsh Volume 55 Issue No 10 October 2016




To read  Samaj Utkarsh click here  

Managing Trustee & Presidential New Year Message Page 1 

Kshamapana Photos  Page 2 

Jivanchakra Page 3 

List of Tapasvis for the year 2016 (Samvat 2072) Pages 8-9  

Report About Kshamapana Samelan  Page 12-13

Dharmik Shikshan Paritoshik Winners Page 14

Yuvak Mandal Trust Board & Working Committee Members List Page 15

Sabhar Sweekar Receipt Nos  251 to 327 Except 269 & 323 Pages 21-22

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Tuesday, November 29, 2016

Death

વાંકાનેર નિવાસી (હાલ ચુનાભઠ્ઠી-મુંબઈ) સ્વ. હરગૌરીબેન તથા સ્વ. પ્રભુલાલભાઈ દલપતભાઈ સપાણીના સુપુત્ર મહેન્દ્રભાઈ (ઉં. વ. ૭૩) તે મીનાબેનના પતિ. નીરવ-જુગ્મી, પારૂલ-અનૂજના પિતાશ્રી. પ્રફૂલભાઈ-અરૂણા, વિજયભાઈ-અમીતા, સુનીલભાઈ-પૂર્વી, જ્યોતિબેન જયેન્દ્રકુમાર શાહ, ભારતીબેન પંકજકુમાર રવાણી, જયશ્રીબેન દિલીપકુમાર શાહના મોટા ભાઈ. સ્વ. અભેચંદ કરશનજી દોશીના જમાઈ સોમવાર, તા. ૨૮-૧૧-૧૬ના દેહપરિવર્તન કરેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧-૧૨-૧૬ના રોજ. ઠે.: શ્રી લખમશી નપ્પુ હોલ, ૩૧૧-તેલંગ રોડ, માટુંગા (સે.રે.), મુંબઈ. સમય: ૧૦-૩૦ થી ૧૨.૦૦. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
**************************************************
વાંકાનેર હાલ રાજકોટ સંઘવી જીવરાજ મોહનલાલના પુત્ર મહેશભાઇ સંઘવી (ઉં. વ. ૬૩) તે મીનાબેનના પતિ. સંદીપ, સંકેતના પિતાશ્રી. અનીલભાઇ, દમયંતીબેન પટેલ, હંસાબેન શાહના ભાઇ. શેઠ પ્રભુલાલ ગફલભાઇના જમાઇ તા. ૨૮-૧૧-૧૬ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. ઉઠમણું અને પ્રાર્થનાસભા ૧-૧૨-૧૬ ગુરુવારના રાજકોટ મુકામે રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.

Thursday, November 24, 2016

Death


વાંકાનેર નિવાસી હાલ અંધેરી સ્વ. શાંતિલાલ જીવરાજ દોશીના ધર્મપત્ની લલિતાબેન શાંતિલાલ દોશી (ઉં. વ. ૯૧) તા. ૨૩-૧૧-૧૬ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હરગોવિંદદાસ તથા ગં.સ્વ. તારાબેનના મોટા બેન, તે જીતુભાઈ, રમેશભાઈ, હિતેશભાઈ, સૌ. ભાનુબહેન, સૌ. રસિલાબેન, સૌ. અરૂણાબેન, સૌ. પ્રજ્ઞાબેનના માતુશ્રી, તે સૌ. પ્રીતિ, સૌ. સ્વાતિ, સૌ. કવિતાના સાસુ, તે સૌ. મનીષા શશાંક દોશીના મોટા સાસુ. બંને પક્ષની પ્રાર્થના ૨૫-૧૧-૧૬ના સાંજે ૪-૩૦ થી ૬. ઠે.: અતિથિ બેન્કવેટ હોલ, જે. બી. નગર સર્કલ, કેનેરા બેંક પછી, જે. બી. નગર, અંધેરી (ઈ). (લૌકિક વ્યવહાર બંધ છે).

Wednesday, November 23, 2016

WhatsApp Message

Mrs. Lalitaben Doshi, wife of Late Shree Shantilal Jivraj Doshi  passed away this morning. 
Antim Yatra took place at 11.30 AM from her residence.
Address : 
Jitubhai Doshi 
Greenland Apartment, 
Bldg 2, Flat 405, 
Shree Bagadkha Road , 
Opp. Kohinoor Hotel, 
J B Nagar, 
Andheri East, 
Mumbai -400059

Saturday, November 19, 2016

Death







વાકાંનેરના હાલ સાંતાક્રુઝ સ્વ. મગનલાલ કાલીદાસ ગાંધીના પુત્ર સ્વ. મનહરલાલ ગાંધીના ધર્મપત્ની ગં. સ્વ. સુધાબેન (ઉં. વ. ૭૪), જે રતીલાલ હંસરાજ સંઘવીની દીકરી. તેમજ આશિષ, શિતલ, મિલનના માતુશ્રી. નીપા, વૈશાલીના સાસુ ૧૬-૧૧-૧૬ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, રવિવાર, ૨૦-૧૧-૧૬ના ૪ થી ૬. સ્થળ: એ/૬, ચંદન મહલ સોસાયટી, વી. એન. દેસાઈ હોસ્પિટલની બાજુમાં, સાંતાક્રુઝ (ઈ), મુંબઈ. (લૌકિક વ્યવહાર બંધ છે.)
*******************************************
વાંકાનેર (હાલ દાદર) સ્વ. સુશીલાબેન જયસુખલાલ શાહના પુત્ર રાજેન્દ્ર (રાજુ) (ઉં. વ. ૬૦) તે રમેશ, દિલીપ, બિપીન, નરેન્દ્ર, કિરીટના ભાઈ. ભાનુબેન, તરૂલતાબેન, શોભનાબેન, લીનાબેન, મોનાબેનના દિયર ૧૭-૧૧-૧૬, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

Thursday, November 17, 2016

WhatsApp Message

Rajendra Jaysukhlal Shah (Age 60 Years) has expired on 17-11-2016 early morning.
Funeral was completed today only. (17.11.16) at 4.30pm 
Laukik vevhar ane prathna sabha rakhel nathi. 
12 navkar ganva vinanti

Tuesday, November 8, 2016

Monday, November 7, 2016

Samaj Utkarsh Volume 55 Issue No 9 September 2016



To read  Samaj Utkarsh click here  

Editorial Pages 1 

Sweet Distribution on Diwali Festival Circular Page 3 

Sabhar Sweekar Receipt Nos  192 to 200  Page 8

Bio Data of Marriageable Boy  Page 12

Photos of New Working Committee & Trust Board Members Page 19
Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Tuesday, November 1, 2016

Death




જુના ઘાટીલા (હાલ મુંબઈ) સ્વ. ભાગ્યવંતીબેન નીમચંદ લોદરીયાના પુત્ર નવિનચંદ્ર (ઉં. વ. ૭૭) ૨૮-૧૦-૧૬, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. કેજલ અશ્ર્વિનના પિતાશ્રી. હંસા-રજનીભાઈ, હેમા-જગદીશભાઈ, જાગૃતિ-બીપીનભાઈ, રક્ષા-રાજેશભાઈ, નીલમબેન ધીરુભાઈ સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના મોટાભાઈ. વાંકાનેર નિવાસી સોમચંદ જસરાજભાઈ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા ૩-૧૧-૧૬, ગુરુવારના ૧૦ થી ૧૧-૩૦. ઠે: યોગી સભાગૃહ (ગ્રાઉન્ડ ફલોર), સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ).  

Sunday, October 30, 2016

Friday, October 28, 2016

WhatsApp Message

SAD NEWS

NAVINBHAI NIMCHAND LODARIA

(Elder brother of Rajesh Lodaria)

Expired today...

Antim yatra .... tomorrow(29-10-2016) morning  at 8.15 am from .....

Ashwin Lodaria, 
1501, 'A' Wing, Shanti Kamal,
opp: Voltas House,
Bawla Wadi, 
Near Jaihind Cinema, 
Chinchpokali,(East), 
MUMBAI-400012

May GOD rest his soul in peace

(Message from Hiren Lodaria)

Happy Dhanteras

Tuesday, October 11, 2016

Saturday, October 8, 2016

Samaj Utkarsh Volume 55 Issue No 8 August 2016


To read  Samaj Utkarsh click here  

Presidential Message Pages 1 (New President Dharmesh Girdharlal Sanghavi)

Message from Managing Trustee Page 2 (New MT Ashish Dinesh Shah)

Jivanchakra Page 3 

Machchhu Manasi Mahila Mandal Circular  Page 4  

Report About Annual General Meeting of Yuvak Mandal   Page 6,7

Details of Kshamapana Sammelan to be held on 25-09-2016 Pages 8,9

Various Committees and their Conveners Page 13

Sabhar Sweekar Receipt Nos  175 to 200 & 241 to 246 Page 17

Photos of New Working Committee & Trust Board Members Page 19
Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

Monday, October 3, 2016

અવસાન

વાંકાનેર  નીવાસી સ્વ. જેઠાલાલ અભેચંદ વોરાના  ધર્મ પત્ની ગં. સ્વ. લીલાવંતીબેન (ઉ.વ. 90) તા. 28 -09-2016 બુધવારના સ્વર્ગવાસ પામેલ છે. લૌ.  વ્ય.  બંધ છે. નિવાસ: પ્રફુલ્લ જેઠાલાલ વોરા , B 607 , એકતા ટેરેસ , દહાણુકર વાડી, કાંદિવલી (વેસ્ટ)

Tuesday, September 27, 2016

Death



Native :Wankaner
Currently At :Dadar, Mumbai
Name of the deceased :Vasantben Rajnikant Shah
Age : 83 Years
Date of Death :26-09-2016
Husband : Late Rajnikant Manaharlal Shah
Sons : Bharat, Pradip, Late Dhiren
Daughters-in-Law : Ranjan, Ramila, Aruna
Daughters :Usha Prafulchandra Shah, Chandrika,Sulekha Jyotin Upadhyay 
Father : Late Amarchand Devji Parekh 
Brother-in-Law (Diyar) : Late Pankaj Manaharlal Shah 
Sisters-in-Law (Nanand) :Lata Rameshchandra Patel, Geeta Rajesh Shah
Prayer Meeting on Wednesday,28th September 2016 at Ramji Andarji ni Wadi (Ram Wadi), Matunga (C.R.) between 4:00 P.M. & 5:30 P.M.
EYES & Skin Donated
May Her Soul Rest in peace.

વાંકાનેર હાલ દાદર સ્વ. રજનીકાંત મનહરલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. વસંતબેન (ઉં. વ. ૮૩) તા. ૨૬-૯-૧૬ સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે ભરત, પ્રદીપ, સ્વ. ધીરેન, ઉષા પ્રફુલચંદ્ર શાહ, ચંદ્રીકા, સુલેખા જયોતીન ઉપાધ્યાયના માતુશ્રી. રંજન, રમીલા, અરુણાના સાસુ. લતા રમેશચંદ્ર પટેલ, ગીતા રાજેશ શાહ, સ્વ. પંકજ મનહરલાલ શાહના ભાભી. અમરચંદ દેવજી પારેખના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૮-૯-૧૬ બુધવારે ૪ થી ૫.૩૦ રામજી અંદરજીની વાડી, રામવાડી, લૌ. વ્ય. બંધ છે. ચક્ષુ- ત્વચાદાન કરેલ છે.

Saturday, September 24, 2016

Death


વાંકાનેર હાલ ભાયંંદર ગં. સ્વ. વસંતબેન રસીકલાલ શાહ (ઉં. વ. ૮૬) તે જીતેન્દ્ર. સ્વ. ચંદ્રેશ, મંદાકીનીબેન જયપ્રકાશ ગાર્ડી, વર્ષાબેન જયેશકુમાર મહેતાના માતુશ્રી. ખુશ્બુ વૃતાંત શાહ, ચાર્મીના દાદી. સ્મિતાબેનના સાસુજી. તે છોટાલાલ મુલુકચંદ પટેલના પુત્રી શનિવાર તા. ૨૪-૯-૧૬ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. રહે. જિતેન્દ્ર રસીકલાલ શાહ, ૨૦૩-એ, ચિત્રકુટ, ભાયંદર (વે.). 

Friday, September 23, 2016

અવસાન

પડધરી હાલ બોરીવલી મયુર જયંતીલાલ પટેલના પત્ની સૌ. પ્રીતીબેન (ઉં. વ. ૪૮), તે ઉષ્મા, કેવીનના માતુશ્રી. તે કિશોરભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, હરેશભાઈ, જ્યોતીબેન ચેતનકુમાર શાહના ભાભી. પિયરપક્ષે મોરબી હાલ ઘાટકોપર સ્વ. ઈન્દુલાલ તારાચંદ દોશીના પુત્રી. વિજયભાઈ, સ્વ. જયેશભાઈના બેન શુક્રવાર, ૨૩-૯-’૧૬ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા રવિવાર, ૨૫-૯-’૧૬ના ૧૦ થી ૧૨. સ્થળ: આંગન કલાસીક હોલ, ૧લે માળે, કેન્ટ ગાર્ડન-બી, જંકશન ઓફ ટી.પી.એસ. રોડ અને ફેકટરી લેન, એમ. કે. સ્કૂલની બાજુમાં, બોરીવલી (વેસ્ટ). (લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે).  

Monday, September 12, 2016

અવસાન

લતીપુર હાલ ભાંડુપ મુલચંદ હઠીસંગ વોરાના પત્ની નિરંજનાબેન (ઉં. વ. ૮૪) તા. ૧૦-૯-૧૬ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે મગનલાલ હરજીવન દોશીના દીકરી. તે મુકેશ, હીના, સંધ્યાના માતુશ્રી. શ્રદ્ધા, પ્રકાશભાઇ, ગુણવંતભાઇના સાસુ. તે મિત્તલ, જીમીતના દાદી. પ્રાર્થનાસભા ૧૨-૯-૧૬ સોમવારના ૩ થી ૫ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે. લૌ. વ્ય. બંધ છે. ઠે. નરસી નાથા જૈન દેરાસર કંપાઉન્ડ, કુકરેજા કોમ્પલેક્ષની સામે, એલ. બી. એસ. માર્ગ, ભાંડુપ (વે).

Wednesday, September 7, 2016

Samaj Utkarsh Volume 55 Issue No 7 July 2016


To read  Samaj Utkarsh click here  

Presidential Message Pages 1

Message from Managing Trustee Page 2

Jivanchakra Page 3 

Mahila Mandal Circular for Tirth Yatra Pravas to Kumbojgiri  Page 4  

Circular by Ghatkopar Machchhukantha Jain Mitra Mandal about Medical Investigation & Treatment Schemes as Silver Jubilee Celebration   Page 5,6,7

Sabhar Sweekar Receipt Nos 130,131,170 to 174,201 to 239

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

2) Volume No of this issue is wrongly mentioned as 55. It should be 50

Saturday, August 27, 2016

જૈન ધર્મનો ગૌરવવંતો ઇતિહાસ- સંજય વોરા



સ્પોટ લાઈટ - સંજય વોરા

આવતી કાલથી જૈનોનું પર્યુષણ મહાપર્વ શરૂ થઇ રહ્યું છે. પર્યુષણમાં જૈનાચાર્યો અને મુનિઓ જે પ્રવચનો કરે છે તેમાં કહેવામાં આવે છે કે અકબર બાદશાહે એક જૈનાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઇને માંસાહારનો ત્યાગ કર્યો હતો અને સમગ્ર ભારતમાં તેની હકુમતમાં વર્ષના છ મહિના કતલખાનાંઓ બંધ રખાવ્યાં હતાં. જો એક મુસ્લિમ બાદશાહે જીવદયાનું આવું ઉદાહરણીય પાલન કર્યું હોય તો ઇતિહાસકારો દ્વારા તેની નોંધ લેવાવી જ જોઇએ, પણ જે ગુજરાતમાં જૈનોની બહોળી વસતિ છે તેની સ્કૂલોમાં પણ જૈન ધર્મના ઉજ્જવળ ઇતિહાસનું આ પ્રકરણ ભણાવવામાં આવતું નથી. આ પ્રકારે જૈન ઇતિહાસનાં એક નહીં પણ અનેક પ્રકરણો ઉપર પડદાઓ પાડીને ઇતિહાસકારો દ્વારા જૈન ધર્મને અન્યાય કરવામાં આવ્યો છે.

શરૂઆત જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભ દેવ ભગવાનથી કરીએ. વૈદિક પરંપરાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં પણ ઋષભ દેવ ભગવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે જૈન ધર્મ ઋગ્વેદના કાળ કરતાં પણ વધુ પ્રાચીન છે. આ હકીકતનો ઉલ્લેખ ઇતિહાસના કોઇ પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવતો નથી. જૈન ધર્મ અનાદિકાલીન છે, પણ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં ખોટી રીતે જણાવવામાં આવે છે કે જૈન ધર્મની સ્થાપના મહાવીર સ્વામી ભગવાને કરી હતી. હકીકતમાં મહાવીર સ્વામી ભગવાન પહેલાં પણ જૈન ધર્મમાં ૨૩ તીર્થંકરો થઇ ગયા હતા, પણ ઇતિહાસકારો માત્ર મહાવીર સ્વામી ભગવાન અને પાર્શ્ર્વનાથ ભગવાનના અસ્તિત્વનો જ સ્વીકાર કરે છે. ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં તો એવું પણ લખવામાં આવે છે કે વૈદિક ધર્મમાં યજ્ઞયાગની હિંસા વધી જતાં મહાવીર ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી હતી. આ વાત બરાબર નથી, કારણ કે ભગવાન મહાવીરના જન્મ પહેલા જૈન ધર્મ વિદ્યમાન હતો. ભગવાન મહાવીરે હિંસાનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો હતો તે હકીકત છે, પણ વૈદિક ધર્મના રીતરિવાજનો વિરોધ કરવા જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી તેમ કહેવું યોગ્ય નથી.

ઇતિહાસકારો તો શરૂઆતમાં એવું કહેતા હતા કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો ફાંટો છે. પાછળથી તેઓ જૈન ધર્મના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરતા થયા હતા. હકીકતમાં બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ તેમના પૂર્વાશ્રમમાં જૈન સાધુ હતા. જૈન ધર્મનો તપશ્ર્ચર્યાનો માર્ગ તેમને કઠોર લાગતાં તેમણે મધ્યમ માર્ગની સ્થાપના કરી હતી. જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના મૂળભૂત નિયમોમાં સામ્ય છે તેનું રહસ્ય એ છે કે ગૌતમ બુદ્ધે જૈન સાધુઓ પાસે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો.

ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધના સમકાલીન સમ્રાટ બિંબિસાર મગધના રાજા હતા. એક સમયે તેઓ ગૌતમ બુદ્ધને પોતાના ગુરુ માનતા હતા, પણ પાછળથી તેઓ ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા હતા. જૈન ઇતિહાસમાં તેમની ઓળખ શ્રેણિક મહારાજા તરીકે કરાવવામાં આવે છે. તેમના પુત્ર અભયકુમારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. શ્રેણિક મહારાજાનો જીવ આગામી ચોવીસીમાં તીર્થંકર બનવાનો છે, એવું પણ જૈન ઇતિહાસમાં કહેવાયું છે. પાઠ્યપુસ્તકોમાં બિંબિસાર ભગવાન મહાવીરના ભક્ત હતા એ લખવામાં આવતું નથી.

સમ્રાટ અશોકે યુદ્ધોથી કંટાળીને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો તેનો ઉલ્લેખ ઇતિહાસનાં લગભગ તમામ પાઠ્યપુસ્તકોમાં કરવામાં આવે છે. સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિ મહારાજા પરમાત્મા મહાવીરના પરમ ભક્ત હતા. આર્ય સુહસ્તિસૂરિજી નામના જૈનાચાર્યના ઉપદેશથી તેમણે જૈન ધર્મ અંગિકાર કર્યો હતો અને સમગ્ર ભારતમાં તેમ જ ભારતવર્ષની બહાર પણ તેનો પ્રચાર કર્યો હતો, તેવો ઉલ્લેખ કોઇ પાઠયપુસ્તકોમાં કરવામાં આવતો નથી. સંપ્રતિ મહારાજાના સમયમાં ભારતમાં ૪૦ કરોડ જૈનો હતા. સંપ્રતિ મહારાજાએ ભારતભરમાં આશરે સવા લાખ જૈન મંદિરો બંધાવ્યાં હતાં. તેમણે જૈન તીર્થંકરોની સવા કરોડ મૂર્તિઓ ભરાવી હતી. આજે પણ અનેક જિનાલયોમાં સંપ્રતિ મહારાજાની બનાવેલી મૂર્તિઓની પૂજા થાય છે. ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ મહારાજા ગાદીએ આવ્યા હતા. કુમારપાળ મહારાજા જ્યારે સિદ્ધરાજ જયસિંહથી ભાગતા ફરતા હતા ત્યારે કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય વિજયહેમચન્દ્રસૂરિજી મહારાજે તેનો જીવ બચાવ્યો હતો અને તેને જૈન ધર્મનો બોધ આપ્યો હતો. કુમારપાળ મહારાજાએ હેમચન્દ્રાચાર્યના ઉપદેશથી માંસાહારનો ત્યાગ કર્યો હતો અને તેઓ જૈન ધર્મના ચુસ્ત શ્રાવક બની ગયા હતા. કુમારપાળ મહારાજા જે ૧૮ દેશોના રાજા હતા તેમાં તેમણે તમામ કતલખાનાંઓ કાયમ માટે બંધ કરાવ્યાં હતાં. તેમના રાજમાં જૂ મારવા ઉપર પણ પ્રતિબંધ હતો. કુમારપાળ મહારાજાએ ગુજરાતમાં અનેક ભવ્ય જૈન મંદિરો બનાવ્યાં હતાં. આજે તારંગા હિલ ઉપર અજિતનાથ ભગવાનનું જે ભવ્ય ગગનચુંબી જિનાલય જોવા મળે છે તે પણ કુમારપાળ મહારાજાએ બનાવ્યું હતું. ગુજરાતમાં આજે પણ જે અહિંસાનો પ્રભાવ જોવા મળે છે તેની પાછળ શ્રી હેમચન્દ્રાચાર્ય અને કુમારપાળ રાજાનો પ્રભાવ કામ કરી રહ્યો છે.

મોગલસમ્રાટ અકબરે જૈનાચાર્ય વિજયહીરસૂરિજી મહારાજને પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા. અકબરને પ્રતિબોધ કરવા આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ છેક ગુજરાતના ગંધાર બંદરેથી પગપાળા વિહાર કરીને દિલ્હી ગયા હતા. અકબરે દિલ્હીમાં તેમનું ભવ્ય સામૈયું કર્યું હતું, જેની લંબાઇ છ માઇલ જેટલી હતી. વિજયહીરસૂરિજી મહારાજના ઉપદેશથી અકબરે માંસાહારનો કાયમ માટે ત્યાગ કર્યો હતો અને સમગ્ર ભારતનાં કતલખાનાંઓ વર્ષના છ મહિના બંધ કરવા માટે ફરમાનો બહાર પાડ્યાં હતાં. અકબરે શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખરજી વગેરે તીર્થો શ્ર્વેતાંબર જૈન સંઘની માલિકીનાં છે, એવા મતલબનાં ફરમાનો પણ બહાર પાડ્યાં હતાં. અકબર બાદશાહનાં આ ફરમાનોની મૂળ નકલ આજે પણ અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સુરક્ષિત છે. આજે શાળાઓમાં અને કૉલેજોમાં અકબરનો જે ઇતિહાસ ભણાવવામાં આવે છે તેમાંથી જૈનાચાર્ય સાથેનું પ્રકરણ ગાયબ કરી દેવામાં આવ્યું છે.

જૈન ધર્મ માત્ર ઉત્તર અને પશ્ર્ચિમ ભારત પૂરતો મર્યાદિત નહોતો. દક્ષિણ ભારતમાં પણ જૈન ધર્મનો વ્યાપક ફેલાવો થયો હતો. બિહારમાં જ્યારે ૧૨-૧૨ વર્ષનાં ત્રણ દુકાળો પડ્યાં ત્યારે જૈનાચાર્યો શ્રાવક-શ્રાવિકાઓ સાથે વિહાર કરીને દક્ષિણ ભારતમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જૈન ધર્મનો પ્રચાર કર્યો હતો. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ જૈનાચાર્ય ભદ્રબાહુ સ્વામી હતા. ચંદ્રગુપ્તે ઘડપણમાં દીક્ષા લીધી હતી. બિહારના દુકાળ દરમિયાન તેમણે દક્ષિણ ભારત તરફ વિહાર કર્યો હતો. શ્રવણબેલગોડામાં બાહુબલિની જે વિશ્ર્વપ્રસિદ્ધ મૂર્તિ છે, તેની પ્રતિષ્ઠા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરાવવામાં આવી હતી. કર્ણાટકમાં આવી અનેક મૂર્તિઓ મોજૂદ છે.

તમિળનાડુમાં જે થિરુવલુર નામના સંત થઇ ગયા હતા તેઓ હકીકતમાં જૈન સાધુ હતા. તેમણે લખેલા થિરુકુલ નામના ગ્રંથમાં જૈન ધર્મનો જ ઉપદેશ છે. આ ગ્રંથને આજે પણ તમિળનાડુના સત્તાવાર ધર્મગ્રંથ તરીકે માન આપવામાં આવે છે. કન્યાકુમારીના દરિયામાં સંત થિરુવલુરની ભવ્ય પ્રતિમા ઊભી કરવામાં આવી છે. ગોવામાં એક સમયે આશરે સવા કરોડ જૈનોની વસતિ હતી. વિદેશી આક્રમણખોરો દ્વારા ભારે હિંસા આચરીને તેમને વટલાવી દેવામાં આવ્યા હતા. આ કારણે ગોવામાં આજે પણ જૈન મંદિરોનાં ખંડેરો જોવા મળે છે. ગોવાનાં એક અભયારણને ભગવાન મહાવીરનું નામ પણ આ કારણે આપવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં જૈન ઇતિહાસને પણ તેનું યોગ્ય સ્થાન આપવું જોઇએ.

Friday, August 26, 2016

યુવક મંડળની ચૂંટણીની બબાલ

યુવક મંડળની ચૂંટણી તા. 31-07-2016ના રોજ કરવામાં આવેલ હતી તે માટે બોલાવવામાં આવેલ વાર્ષિક સામાન્ય સભામાં 4 વર્ષ માટે પાંચ ટ્રસ્ટી અને 2 વર્ષ માટે 13 કારોબારી સભ્યો ચુંટવાના  હતા પરંતુ  2 ટ્રસ્ટી ઓ અને 4 કારોબારી સભ્યોના જ ફોર્મ ભરાયા હતા આથી તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા રોજ બરોજ ની પ્રવૃત્તિમાં બાધા  ઉભી ના થાય એ માટે બાકીના સભ્યો અને ટ્રસ્ટીઓને નીમવામાં આવેલ હતા તે વાત ને દોહરાવતો પત્ર ચૂંટણી કમિશનર શ્રી રશ્મિકાન્ત શાહ દ્વારા પેટ્રન સભ્યોને મોકલવામાં આવેલ જેની કોપી  નીચે દર્શાવેલ છે.



આ પત્રની સામે 17 સભ્યોએ બીજો એક પત્ર નવા ચૂંટાયેલા સભ્યોને સંબોધીને લખેલ છે જેની કોપી નીચે દર્શાવેલ છે





આ પત્ર વાંચી ને જે વિચાર આવે છે તે રજુ કરું છું
1)  કારોબારી તો દૂર ની વાત છે પણ હોદ્દેદારો ની સંખ્યા જેટલા સભ્યો પણ ચૂંટાયા નથી એવી પરિસ્થિતિ બંધારણ કર્તાઓએ  વિચારી નથી અને એટલે જ તે બાબતનું સ્પષ્ટિકરણ બંધારણમાં ક્યાંય નથી
2) 17 નિવેદકો એ સવાલો પૂછ્યા છે પણ બંધારણ નું ક્યાં ઉલ્લંઘન થયું છે તેનો નિર્દેશ ક્યાંય જોવા મળતો નથી
3) ચૂંટણી કમિશનરની રજા શા માટે લેવી જોઈએ તે બંધારણની કઈ કલમ નીચે જરૂરી છે તે  દર્શાવવું જોઈએ. ( ચૂંટણી કમિશનરની ઓફિસ કેટલાઓએ જોઈ છે ?)
4) સરકારી નોટિસ જેમ 7 દિવસ માં જવાબ આપો વિગેરે વાત ખૂંચે એવી છે. તમારી પાસે કઈ ઓથરીટી જવાબ માંગવાની છે  ?
5) દુઃખની વાત એ છે કે 17 સહી કર્તા  પૈકી 4 વ્યક્તિ માજી પ્રમુખો છે. તેમણે  આવો ગૂંચવાડો solve થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેને બદલે તેઓ સામી પાટલીએ બેસી ગયા છે 
6) ચૂંટણી માટે ની વાર્ષિક સામાન્ય સભામાં 17 જણા હાજર રહે છે તેમાં 10 તો કારોબારી સભ્યો છે એટલે કે જનરલ સભ્યો તો 7 જ  હાજર છે 17 સહી કર્તાઓ  બબ્બે સામાન્ય સભ્યોને પણ સાથે લાવ્યા હોત  તો 34 સામાન્ય સભ્યો હાજર થયા હોત  અને આ પ્રશ્ન થાત નહિ ચૂંટણી પછી એકાએક સમાજ પ્રેમ કેમ ઉભરાઈ ગયો ? આ રીતે જ જો સામાન્ય સભ્યો રસ લેવાનું ઓછું કરશે તો એક દિવસ સંસ્થાને તાળા મારવાનો દિવસ આવી જશે કારણકે સંસ્થામાં અઢળક પૈસા હોવા છતાં તેનું સંચાલન કરવાવાળું કોઈ નહિ હોય. 
7) કરોડ થી વધુ રકમનું ફંડ હોય અને સમાજના યુવા વર્ગ ને  રસ ના પડે તે પરિસ્થિતિ કેમ સર્જાઈ તેનો વિચાર કરો. તે માટે શું કરવું જોઈએ તે કરો બાકી બંધારણની બહાર ઘણી વખત આપણે ગયા છીએ (આપણે ક્યારે AGM સપ્ટેમ્બર મહિના પહેલા બોલાવીએ છીએ ?)  સમાજ ના બૃહદ હિતમાં હંમેશ આપણે કામ કરેલ છે લડશું જગડશું  તો ચેરિટી કમિશનરનો કોઈ ક્લાર્ક મલાઈ ખાસે અને આપણે આપણો  ego સંતોષવામાં  સખીદાતા અને સખાવતનો ઉપયોગ કરનારા બંનેના ગુનેગાર બનશું તેઓ  આપણને કદી માફ નહિ કરે.
8) એક whatsapp ના ગુપમાં 17પૈકી એક ભાઈએ લખેલું કે કોલસાની દલાલીમાં હાથ કાળા  થાય પણ ભાઈ આપણે હીરાના વેપારી છીએ કોલસાના નહિ એવા હલકા વિચારો લાવવાનું બંધ કરો સમાજનું હિત  જો તમારે હૈયે હોય તો positive વિચારો અને તેનો અમલ કરો
9) એક  વાત બંધારણ પ્રેમીઓ માટે:  જો બંધારણ વાંચીયે તો તેમાં સમિતિઓ બની ગયા પછી કોઈ રાજીનામુ આવે અને જગ્યા ખાલી પડે તો તે જગ્યા co -Opt  સભ્યો મારફત ભરી શકાય છે તેવું દર્શાવવામાં આવેલ છે તે થોડા ઘણે અંશે અત્રે લાગુ પડી શકાય કારણ કે અહીંયા પણ વાત જગ્યા પૂરવાની છે. 
10) બોલવું અને તોડવું સહેલું છે પણ ચૂપ રહેવું અને જોડવું અઘરું છે
પ્રભુ દરેકને સન્મતિ આપે અને આવેલ વાવાજોડું પસાર થઇ જાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના

Tuesday, August 23, 2016

અવસાન

વાંકાનેર હાલ મદ્રાસ મોવાણી શશીકાંત કીરચંદના પુત્ર કૌશીકના ધર્મપત્ની પલ્લવીનું દેહાવસાન તા. ૨૨-૮-૧૬ના થયેલ છે. પ્રાર્થના તા. ૨૬-૮-૧૬ના સવારે ૯ વાગે મદ્રાસ મુકામે રાખેલ છે.

Monday, August 22, 2016

WhatsApp Message

Working Committee of M V J Samaj 

Shree Laltikumar Pranjivan Sanghavi - Pramukh

Shree Hitesh Chandulal Doshi - Uppramukh

Shree Maheshbhai Jatashankar Shah - Chairman Trust Board

Shree Rakesh Vasantkumar Lodaria - Maha Mantri

Shree Chetan Harendrabhai Mehta - Sah Mantri

Shree Hitesh Chimanlal Sanghavi - Sah Mantri

Shree Nilesh Bhogilal Sheth - Khajanchi

Samaj (Movadi Mandal) Na Sarve Nava Padadhikari Ne Khub Khub Abhinandan....

Sunday, August 7, 2016

Samaj Utkarsh Volume 55 Issue No 6 June 2016



To read  Samaj Utkarsh click here  

Editorial Pages 1

Jivanchakra Page 3 

Report on Shishyavruti Sahay, Text Book Sahay & Uniform Sahay for the year 2016-17  Page 4  

Report on  Note Books & Stationery Items distribution by Yuvak Mandal Page 5

Circular by Mahila Mandal about Kumbojgiri Yatra  & Sabhar Swikar Page 6

Photos  of Donors- પ્રેરક દાતા , આધારસ્તંભ દાતા,સહયોગી દાતા & સહાયક દાતા  of  Note Books & Stationery Pages 15,16,17,18,19,20,21

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff

2) Volume No of this issue is wrongly mentioned as 55. It should be 50.

Saturday, August 6, 2016