યુવક મંડળની ચૂંટણી તા. 31-07-2016ના રોજ કરવામાં આવેલ હતી તે માટે બોલાવવામાં આવેલ વાર્ષિક સામાન્ય સભામાં 4 વર્ષ માટે પાંચ ટ્રસ્ટી અને 2 વર્ષ માટે 13 કારોબારી સભ્યો ચુંટવાના હતા પરંતુ 2 ટ્રસ્ટી ઓ અને 4 કારોબારી સભ્યોના જ ફોર્મ ભરાયા હતા આથી તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા રોજ બરોજ ની પ્રવૃત્તિમાં બાધા ઉભી ના થાય એ માટે બાકીના સભ્યો અને ટ્રસ્ટીઓને નીમવામાં આવેલ હતા તે વાત ને દોહરાવતો પત્ર ચૂંટણી કમિશનર શ્રી રશ્મિકાન્ત શાહ દ્વારા પેટ્રન સભ્યોને મોકલવામાં આવેલ જેની કોપી નીચે દર્શાવેલ છે.
આ પત્રની સામે 17 સભ્યોએ બીજો એક પત્ર નવા ચૂંટાયેલા સભ્યોને સંબોધીને લખેલ છે જેની કોપી નીચે દર્શાવેલ છે
આ પત્ર વાંચી ને જે વિચાર આવે છે તે રજુ કરું છું
1) કારોબારી તો દૂર ની વાત છે પણ હોદ્દેદારો ની સંખ્યા જેટલા સભ્યો પણ ચૂંટાયા નથી એવી પરિસ્થિતિ બંધારણ કર્તાઓએ વિચારી નથી અને એટલે જ તે બાબતનું સ્પષ્ટિકરણ બંધારણમાં ક્યાંય નથી
2) 17 નિવેદકો એ સવાલો પૂછ્યા છે પણ બંધારણ નું ક્યાં ઉલ્લંઘન થયું છે તેનો નિર્દેશ ક્યાંય જોવા મળતો નથી
3) ચૂંટણી કમિશનરની રજા શા માટે લેવી જોઈએ તે બંધારણની કઈ કલમ નીચે જરૂરી છે તે દર્શાવવું જોઈએ. ( ચૂંટણી કમિશનરની ઓફિસ કેટલાઓએ જોઈ છે ?)
4) સરકારી નોટિસ જેમ 7 દિવસ માં જવાબ આપો વિગેરે વાત ખૂંચે એવી છે. તમારી પાસે કઈ ઓથરીટી જવાબ માંગવાની છે ?
5) દુઃખની વાત એ છે કે 17 સહી કર્તા પૈકી 4 વ્યક્તિ માજી પ્રમુખો છે. તેમણે આવો ગૂંચવાડો solve થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેને બદલે તેઓ સામી પાટલીએ બેસી ગયા છે
6) ચૂંટણી માટે ની વાર્ષિક સામાન્ય સભામાં 17 જણા હાજર રહે છે તેમાં 10 તો કારોબારી સભ્યો છે એટલે કે જનરલ સભ્યો તો 7 જ હાજર છે 17 સહી કર્તાઓ બબ્બે સામાન્ય સભ્યોને પણ સાથે લાવ્યા હોત તો 34 સામાન્ય સભ્યો હાજર થયા હોત અને આ પ્રશ્ન થાત નહિ ચૂંટણી પછી એકાએક સમાજ પ્રેમ કેમ ઉભરાઈ ગયો ? આ રીતે જ જો સામાન્ય સભ્યો રસ લેવાનું ઓછું કરશે તો એક દિવસ સંસ્થાને તાળા મારવાનો દિવસ આવી જશે કારણકે સંસ્થામાં અઢળક પૈસા હોવા છતાં તેનું સંચાલન કરવાવાળું કોઈ નહિ હોય.
7) કરોડ થી વધુ રકમનું ફંડ હોય અને સમાજના યુવા વર્ગ ને રસ ના પડે તે પરિસ્થિતિ કેમ સર્જાઈ તેનો વિચાર કરો. તે માટે શું કરવું જોઈએ તે કરો બાકી બંધારણની બહાર ઘણી વખત આપણે ગયા છીએ (આપણે ક્યારે AGM સપ્ટેમ્બર મહિના પહેલા બોલાવીએ છીએ ?) સમાજ ના બૃહદ હિતમાં હંમેશ આપણે કામ કરેલ છે લડશું જગડશું તો ચેરિટી કમિશનરનો કોઈ ક્લાર્ક મલાઈ ખાસે અને આપણે આપણો ego સંતોષવામાં સખીદાતા અને સખાવતનો ઉપયોગ કરનારા બંનેના ગુનેગાર બનશું તેઓ આપણને કદી માફ નહિ કરે.
8) એક whatsapp ના ગુપમાં 17પૈકી એક ભાઈએ લખેલું કે કોલસાની દલાલીમાં હાથ કાળા થાય પણ ભાઈ આપણે હીરાના વેપારી છીએ કોલસાના નહિ એવા હલકા વિચારો લાવવાનું બંધ કરો સમાજનું હિત જો તમારે હૈયે હોય તો positive વિચારો અને તેનો અમલ કરો
9) એક વાત બંધારણ પ્રેમીઓ માટે: જો બંધારણ વાંચીયે તો તેમાં સમિતિઓ બની ગયા પછી કોઈ રાજીનામુ આવે અને જગ્યા ખાલી પડે તો તે જગ્યા co -Opt સભ્યો મારફત ભરી શકાય છે તેવું દર્શાવવામાં આવેલ છે તે થોડા ઘણે અંશે અત્રે લાગુ પડી શકાય કારણ કે અહીંયા પણ વાત જગ્યા પૂરવાની છે.
10) બોલવું અને તોડવું સહેલું છે પણ ચૂપ રહેવું અને જોડવું અઘરું છે
પ્રભુ દરેકને સન્મતિ આપે અને આવેલ વાવાજોડું પસાર થઇ જાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.