Showing posts with label યુવક મંડળ. Show all posts
Showing posts with label યુવક મંડળ. Show all posts

Monday, December 23, 2024

યુવક મંડળ, મુંબઈ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વાર્ષિકોત્સવ ૨૦૨૫ સરક્યુલર

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ

આદરણીય જ્ઞાતિજનો,

🏏ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વાર્ષિકોત્સવ ૨૦૨૫
 
દાનવીર દાતાઓની યાદી 

વાર્ષિકોત્સવના
કાયમી પ્રેરક દાતા - શ્રી ધીરજલાલ સોમચંદ ધોલાણી પરિવાર

સમારંભ પ્રમુખ - સમાજ ભુષણ શ્રી કેતનભાઈ નવલચંદ શાહ (સી.એ.)
સ્વાગત પ્રમુખ - સમાજ યુવા તથા યુવક મંડળના ભુતપૂર્વ પ્રમુખ શ્રી રશ્મિકાંત જેવતલાલ શાહ
દીપ પ્રાગટય - શ્રી ભીખુભાઈ હિમ્મતલાલ લોદરિયા (સી.એ.)


ટાઈટલ સ્પોન્સરર  
શેઠ શ્રી કાંતિલાલ વજેશંકર વખારિયા પરિવાર

સબ સ્પોન્સરર
૧)Trippy Feet Tours, Malad
૨)Happy Home Corporation

Umpire and scorer Sponsor
માતુશ્રી અનુપમાબેન મનહરલાલ શેઠ પરિવાર

🏆 ટ્રોફી દાતા - માતુશ્રી શાન્તાબેન હીમ્મતલાલ શાહ

 🍛નવકારસીના દાતા - શેઠ શ્રી ભરતભાઈ અમૃતલાલ મહેતા પરિવાર, મલાડ

🥘બપોરના જમણવારના દાતા - માતુશ્રી હીરાબેન નવલચંદ દલીચંદ શેઠ પરિવાર

🍵 High tea દાતા - ડો. ભોગીલાલ રાયચંદ મહેતા પરિવાર

🍝સાંજના જમવાના દાતા - માતુશ્રી ઈન્દીરાબેન મધુસૂદન લાલચંદ ગાંધી પરિવાર, બોરીવલી

સહાયક દાતા
શેઠ શ્રી કસ્તુરભાઈ જેતશી સંઘવી પરિવાર
માતુશ્રી ઇન્દુબેન રમણીકલાલ પારેખ
માતુશ્રી મુકતાબેન પ્રભાશંકર મહેતા પરિવાર
માતુશ્રી તરૂલતાબેન અશોકભાઈ શાહ
માતુશ્રી પુષ્પાબેન ભુપતરાય મહેતા પરિવાર
માતુશ્રી રમાબેન દિનેશભાઇ હેમંતલાલ શેઠ પરિવાર
માતુશ્રી કલાબેન ભુપતભાઈ વાડીલાલ મહેતા પરિવાર

સહદાતા
અ.સૌ.ભારતીબેન અતુલભાઈ સંઘવી
અ.સૌ. દિવ્યાબેન રમેશચંદ્ર સંઘવી
માતુશ્રી જયાબેન પ્રાણજીવન હરજીવન લોદરિયા પરિવાર
માતુશ્રી ચંપાબેન નવલચંદ બેચરદાસ દોશી પરિવાર
શ્રી પ્રવીણચંદ્ર જેચંદભાઈ મહેતા
માતુશ્રી લાભુબેન ધીરજલાલ સોલાણી
માતુશ્રી દમયંતીબેન દલપતરાય શાહ
માતુશ્રી રંજનબેન મહેન્દ્રભાઈ ગોવિંદજી ગાંધી
શ્રી વિનિતભાઈ કનકરાય મહેતા
માતુશ્રી નિર્મળાબેન ચંદુલાલ શાહ
શ્રી ત્રંબકલાલ ઉમેચંદ મહેતા


આ સિવાય નિચે મુજબ દાતાઓ તરફથી સહયોગની અપેક્ષા છે.
૧૧૦૦૦/- સહાયક દાતા
૫૦૦૦/- સહદાતા 

નીચે જણાવેલ કમિટીના સભ્યોનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. 
દેવાંગભાઈ - 9320678825
જીમીશભાઈ - 9869102785
આશીષભાઈ - 9323032227
સાથ અને સહકાર આપવા બદલ દરેક જ્ઞાતીજનોનો વિશેષ આભાર

લિ. જીમીશ ધીરેન્દ્રભાઈ લોદરિયા
પ્રમુખ 
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ, મુંબઈ

Friday, August 26, 2016

યુવક મંડળની ચૂંટણીની બબાલ

યુવક મંડળની ચૂંટણી તા. 31-07-2016ના રોજ કરવામાં આવેલ હતી તે માટે બોલાવવામાં આવેલ વાર્ષિક સામાન્ય સભામાં 4 વર્ષ માટે પાંચ ટ્રસ્ટી અને 2 વર્ષ માટે 13 કારોબારી સભ્યો ચુંટવાના  હતા પરંતુ  2 ટ્રસ્ટી ઓ અને 4 કારોબારી સભ્યોના જ ફોર્મ ભરાયા હતા આથી તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા રોજ બરોજ ની પ્રવૃત્તિમાં બાધા  ઉભી ના થાય એ માટે બાકીના સભ્યો અને ટ્રસ્ટીઓને નીમવામાં આવેલ હતા તે વાત ને દોહરાવતો પત્ર ચૂંટણી કમિશનર શ્રી રશ્મિકાન્ત શાહ દ્વારા પેટ્રન સભ્યોને મોકલવામાં આવેલ જેની કોપી  નીચે દર્શાવેલ છે.



આ પત્રની સામે 17 સભ્યોએ બીજો એક પત્ર નવા ચૂંટાયેલા સભ્યોને સંબોધીને લખેલ છે જેની કોપી નીચે દર્શાવેલ છે





આ પત્ર વાંચી ને જે વિચાર આવે છે તે રજુ કરું છું
1)  કારોબારી તો દૂર ની વાત છે પણ હોદ્દેદારો ની સંખ્યા જેટલા સભ્યો પણ ચૂંટાયા નથી એવી પરિસ્થિતિ બંધારણ કર્તાઓએ  વિચારી નથી અને એટલે જ તે બાબતનું સ્પષ્ટિકરણ બંધારણમાં ક્યાંય નથી
2) 17 નિવેદકો એ સવાલો પૂછ્યા છે પણ બંધારણ નું ક્યાં ઉલ્લંઘન થયું છે તેનો નિર્દેશ ક્યાંય જોવા મળતો નથી
3) ચૂંટણી કમિશનરની રજા શા માટે લેવી જોઈએ તે બંધારણની કઈ કલમ નીચે જરૂરી છે તે  દર્શાવવું જોઈએ. ( ચૂંટણી કમિશનરની ઓફિસ કેટલાઓએ જોઈ છે ?)
4) સરકારી નોટિસ જેમ 7 દિવસ માં જવાબ આપો વિગેરે વાત ખૂંચે એવી છે. તમારી પાસે કઈ ઓથરીટી જવાબ માંગવાની છે  ?
5) દુઃખની વાત એ છે કે 17 સહી કર્તા  પૈકી 4 વ્યક્તિ માજી પ્રમુખો છે. તેમણે  આવો ગૂંચવાડો solve થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ તેને બદલે તેઓ સામી પાટલીએ બેસી ગયા છે 
6) ચૂંટણી માટે ની વાર્ષિક સામાન્ય સભામાં 17 જણા હાજર રહે છે તેમાં 10 તો કારોબારી સભ્યો છે એટલે કે જનરલ સભ્યો તો 7 જ  હાજર છે 17 સહી કર્તાઓ  બબ્બે સામાન્ય સભ્યોને પણ સાથે લાવ્યા હોત  તો 34 સામાન્ય સભ્યો હાજર થયા હોત  અને આ પ્રશ્ન થાત નહિ ચૂંટણી પછી એકાએક સમાજ પ્રેમ કેમ ઉભરાઈ ગયો ? આ રીતે જ જો સામાન્ય સભ્યો રસ લેવાનું ઓછું કરશે તો એક દિવસ સંસ્થાને તાળા મારવાનો દિવસ આવી જશે કારણકે સંસ્થામાં અઢળક પૈસા હોવા છતાં તેનું સંચાલન કરવાવાળું કોઈ નહિ હોય. 
7) કરોડ થી વધુ રકમનું ફંડ હોય અને સમાજના યુવા વર્ગ ને  રસ ના પડે તે પરિસ્થિતિ કેમ સર્જાઈ તેનો વિચાર કરો. તે માટે શું કરવું જોઈએ તે કરો બાકી બંધારણની બહાર ઘણી વખત આપણે ગયા છીએ (આપણે ક્યારે AGM સપ્ટેમ્બર મહિના પહેલા બોલાવીએ છીએ ?)  સમાજ ના બૃહદ હિતમાં હંમેશ આપણે કામ કરેલ છે લડશું જગડશું  તો ચેરિટી કમિશનરનો કોઈ ક્લાર્ક મલાઈ ખાસે અને આપણે આપણો  ego સંતોષવામાં  સખીદાતા અને સખાવતનો ઉપયોગ કરનારા બંનેના ગુનેગાર બનશું તેઓ  આપણને કદી માફ નહિ કરે.
8) એક whatsapp ના ગુપમાં 17પૈકી એક ભાઈએ લખેલું કે કોલસાની દલાલીમાં હાથ કાળા  થાય પણ ભાઈ આપણે હીરાના વેપારી છીએ કોલસાના નહિ એવા હલકા વિચારો લાવવાનું બંધ કરો સમાજનું હિત  જો તમારે હૈયે હોય તો positive વિચારો અને તેનો અમલ કરો
9) એક  વાત બંધારણ પ્રેમીઓ માટે:  જો બંધારણ વાંચીયે તો તેમાં સમિતિઓ બની ગયા પછી કોઈ રાજીનામુ આવે અને જગ્યા ખાલી પડે તો તે જગ્યા co -Opt  સભ્યો મારફત ભરી શકાય છે તેવું દર્શાવવામાં આવેલ છે તે થોડા ઘણે અંશે અત્રે લાગુ પડી શકાય કારણ કે અહીંયા પણ વાત જગ્યા પૂરવાની છે. 
10) બોલવું અને તોડવું સહેલું છે પણ ચૂપ રહેવું અને જોડવું અઘરું છે
પ્રભુ દરેકને સન્મતિ આપે અને આવેલ વાવાજોડું પસાર થઇ જાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના