Thursday, December 5, 2013

ટંકારાના નગરશેઠ વાડીભાઇ ગાંધીનું અવસાન : સાંજે ઉઠમણુ
(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા. ૪ : ટંકારા નિવાસી ગાંધી મોહનલાલ ચત્રભુજના જયેષ્ઠ પુત્ર વાડીલાલ મોહનલાલ ગાંધી જે ટંકારાના નગર શેઠ હતાં તે તા. ૩/૧ર/૧૩ના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્‍વ. વાડીલાલભાઇ ગાંધી તે ટંકારના નગરજનોએ નગર શેઠનું બિરૂદ આપેલ. તેમણે જીવન પર્યંત જૈન શ્રેષ્ઠીને શોભે તેવા તથા લોકઉપયોગી કાર્યો કરેલ હતાં. સ્‍વ. વાડીલાલભાઇ ગાંધી સ્‍થાનકવાસી જૈન સંઘ, ટંકારા પાંજરાપોળ સેવા ટ્રસ્‍ટ, ટંકારા એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી એમ.પી. દોશી વિદ્યાલયમાં વરસો સુધી પ્રમુખ તથા ટ્રસ્‍ટી તરીકે સેવા આપેલ છે. દુષ્‍કાળના વર્ષોમાં લોકોને પીવાના પાણી, અનાજ પુરા પાડવાના સેવા કાર્યો કરેલ છે.  સ્‍વ. વાડીભાઇ ગાંધીની અંતિમ યાત્રામાં ટોમી (શ્વાન) પણ જોડાયેલ અને અગ્નિદાહનો સાક્ષી બનેલ. વાડીભાઇ ગાંધી ટોમી (શ્વાન)ને પોતાના હાથે રોટલી ખવરાવતા હતાં. ટોમી (શ્વાન)ને પણ જાણ થઇ હોય તેમ વાડીભાઇ ગાંધીની સ્‍મશાન યાત્રામાં ઘરથી સ્‍મશાન સુધી સાથે રહ્યો. અગ્નિદાહે સમયે તેની આંખોમાં આસું હતાં. વાડીભાઇ ગાંધી અબોલજીવ માત્ર માટે પ્રેમ હતો. સ્‍વ. વાડીભાઇ ગાંધીના નિધનથી જૈન સમાજ તથા ટંકારાને મોટી ખોટ પડેલ છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતાં.
સાંજે ઉઠમણું
સ્‍વ. મોહનલાલ ચત્રભુજભાઇ ગાંધીના જયેષ્ઠ પુત્ર વાડીલાલભાઇ ઉ.વર્ષ ૯૩, તા. ૩/૧ર/૧૩ના રોજ અરિહંત શરણ પામેલ છે.  તેમનું ઉઠમણું આજે તા. ૪ બુધવારના રોજ સાંજે ૪-૩૦ વાગ્‍યે ટંકારા સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.