Sunday, September 8, 2013

રમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી


અમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો.
અમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા.
રશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા.
ભારતીય શાંતિથી બેઠો હતો.
ધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢીને જમીન પર એક ટપકું કર્યું અને બોલ્યો : ‘આની બહાર જેટલા પડે એટલા બધા મારા !’
*****
એક સુંદર છોકરીએ કરિયાણાનો થોડોક સામાન પોતાની ગલીના એક છોકરા પાસે મંગાવ્યો…
છોકરો જ્યારે સામાન લેવા ગયો તો ૩૦ રૂપિયા ઓછા પડ્યાં.
એટલે એણે પોતાની પાસેથી તે ચૂકવી દીધા.
ઘેર પાછા ફરીને છોકરાએ એ છોકરીને કહ્યું : ‘૩૦ રૂપિયા ઓછા હતા, મેં આપી દીધા…’
છોકરીએ સાંભળીને બોલી : ‘આઈ લવ યૂ.’
…. એ સાંભળીને છોકરો બોલ્યો : ‘વાયડી થા મા…આ પ્રેમ-બ્રેમ પછી કરજે, પહેલાં 30 રૂપિયા લાવ.’
*****

સંતા તેનાં સાસરે ગયો.
સાસુએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી.
સંતા આખરે કંટાળ્યો.
આઠમા દિવસે સાસુએ પૂછ્યું, ‘જમાઈ, આજે શું ખાશો ?’
સંતા : ‘ખેતર દેખાડી દો, જાતે જઈને ચરી આવું છું.’
*****
છગનનું ઓપરેશન કરવા માટે ડોક્ટર જયારે બેહોશીનું ઇન્જેક્શન લગાવવા ગયા ત્યારે
એકાએક છગન બોલ્યો : ‘ડોક્ટર સાહેબ, એક મિનિટ જરા ઉભા રહો !’
ડોક્ટર ઊભા રહી ગયા. છગને પોકેટમાંથી તેનું પર્સ કાઢ્યું.
આ જોઈને ડોક્ટર સાહેબ બોલ્યા: ‘અરે ભાઈ ફી ની ક્યાં ઉતાવળ છે ? લઇ લઈશું એ તો….’
છગન : ‘ફી ની તો મને પણ ઉતાવળ નથી ડોક્ટર સાહેબ…હું તો મારા રૂપિયા ગણી રહ્યો છું….!’
*****
છોકરો ઇતિહાસની ચોપડી વાંચી રહ્યો હતો, એટલામાં તે મૂંઝવાયો એટલે તેનાં પપ્પાને તેણે પૂછ્યું:
‘પપ્પા તમે ક્યારેય ઇજિપ્ત ગયા છો ?’
પપ્પા : ‘ના, કેમ શું થયું ?’
છોકરો : ‘તો પછી તમે આ મમ્મીને ક્યાંથી લાવ્યાં ?’
*****
છગન ફેસબુક વાપરતો પણ જયારે જયારે ‘લોલ (lol)’ લખેલું જુએ ત્યારે વિચારે કે આ લોલ એટલે શું હશે ?
બહુ વિચારીને એને લાગ્યું કે લોલ એટલે ‘લોટસ ઓફ લવ’ થતું હશે…
એકવાર એની ગર્લ ફ્રેન્ડને એણે આ રીતે મેસેજ કર્યો :
‘પ્રિયે, મારા જીવનની એક માત્ર છોકરી તું જ છો… LOL’
*****
માલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’
થોડીવાર પછી…
માલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી ?’
રામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’
*****
પપ્પા : ‘સંજુ, જરા તારો મોબાઈલ આપ તો…’
સંજુ : ‘એક મિનિટ પપ્પા, સ્વિચ ઓન કરીને આપું છું.’
એમ કહીને સંજુએ ધડાધડ આઈટમ ગર્લ્સના ફોટા ઉડાવી દીધા, બધી છોકરીઓના મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ્યાં. આવેલા કોલ ડિલીટ કરી નાખ્યા અને મેમરી કાર્ડ સુદ્ધાં ફોર્મેટ કરી નાખ્યું….
‘હા પપ્પા હવે લ્યો…’
પપ્પા : ‘થેંક્યુ…. કંઈ નહીં…. આ તો મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે એટલે માત્ર ટાઈમ જોવો હતો.’
*****
મરઘીએ બાજ સાથે લગ્ન કર્યાં
મરઘો ગુસ્સે થઇ બોલ્યો : ‘અમે મરી ગયા’તા ?’
મરઘીએ કહ્યું : ‘હું તો તારી સાથે જ લગ્ન કરવા માગતી હતી, પણ મારા મમ્મી-પપ્પાની ઇચ્છા હતી કે છોકરો એરફોર્સમાં હોય….’
*****
ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું :
‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’
‘ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.
*****
કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.
શિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.
ચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’
*****
એક ભાઈની પત્ની ખોવાઇ ગઈ. અખબારમાં ખોવયાની જાહેરાત વિચિત્ર રીતે છપાવી.
‘મારી પત્ની પાંચ દિવસથી ગુમ થયેલ છે. જો કોઇ વ્યક્તિ તેની ભાળ મેળવવાની કોશિશ કરશે કે ભાળ મેળવી આપશે તે પોતાના જાનથી હાથ ધોઈ બેસસે.’
*****

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.