Friday, October 4, 2013

ઉતાવળ’ - ભૂપેન્દ્ર વડોદરિયા

આજના યુગનો કોઇ સૌથી મોટો અભિશાપ હોય તો તે છે ‘ઉતાવળ’. અત્યારે તમામ ચીજોમા’ઇંન્સ્ટન્ટ’ ની બોલબાલા છે. ખાવામા પણ ‘ફાસ્ટ ફુડ’! આપણે એક સપ્તાહમા અંગ્રેજી ભાષાનુ પ્રભુત્વ મેળવવુ છે, ગણિતના માસ્ટર થઇ જવુ છે. પળવારમા ‘ટેમ્પરેચર’ ડાઉન કરે તેવી ગોળીઓ જોઇએ. બધુ ફટાફટ પતાવવાનુ! આપણને જરાય ઢીલ ના ગમે! આ રીતે માણસ સમય મેળવે છે. પછી તે ગમે તે માર્ગે ઉડાઉપણે ખર્ચે છે. ઝડપથી અને ઝાઝુ કામ કરવામાખોટુ નથી. પણ દળીદળીને ઢાંકણીમાની જેમ હાથ ઉપરના કામો ઝડપથી આટોપી લઇને સમયની ખોટી બચત કરીને, પછી વેડફી નાખવાનુ ખોટુ છે. આમા તો એક સમયચોરી છે અને ખાસ તો કાળપુરુષની બેઅદબી છે. ટુકા રસ્તા કઢવાના પ્રયાસોમાથી આપણા જીવનમા પારાવાર કુત્રિમતા જન્મી છે. ધીરજના ફળ મીઠા છે તેમ કેહનારા બેવકુફ નહોતા. તેમા કાળપુરુષની અદબ હતી. આપણાથી મોટી શકતિના, આપણાથી જુદી શક્તિઓના પ્રભાવનો સ્વિકાર હતો. કેટલાક ક્યારેક ઉતાવળમા ફાવી જતા હશે, પણ મોટે ભાગે શાંતિ અને ધીરજથી ફાવતા હોય છે.

ઉતાવળે જીવીને પછી નિરાંતે મરવાનુજ છે. આ પરમ વાસ્વિકતા છે. જીવનના વર્ષોમા ખુબ ખુબ ઉતાવળ ભરીને બાકીના બધા વર્ષો ખાલીખમ બનાવી દેવાથી શુ? વરસને દિવસે જેવુ કરી નાખીને તમામ આયુષ્ય જ તમે કાપી નાખો છો. જિઁદગીમાઁ ઝડપ ભરીને તમે તેની મીઠાશને ખતમ કર્યા કરો છો તેથી શુ? ઉતાવળ ગુણાકાર જેવી લાગતી હશે, કુદરતના ક્રમમા તમે તેનો વિચાર કરશો તોતે બાદબાકી જેવી લાગશે, કુદરતના ક્રમમાઁ તમે તેનો વિચાર કરશો તો તે બાદબાકી જેવી લાગશે.

નવલકથા માટે નોબેલ ઇનામ મેળવનાર ફ્રેન્ચ નવલકથાકાર આન્દ્ર જીદને કોઇકે પુછ્યુ: “તમારા જીવનની પરમ આનઁદની ક્ષણ કઇ?” જીદે કહ્યુ : “સહારાના રણમા એક વાર મળેલો ઠઁડા પાણીનો ચઁબુ!” પ્રખર સહારાની તરસ વિના ઠઁડા પાણીનુઁ અમૃત ક્યાઁથી પારખી શકાય? મીઢાશતો આપણે ઝઁખીએ છીએ, પણ મીઠાશને મીઠાશ બનાવવાના તત્વો આપણે કાઢી નાખવાઁ છે. વિરહ વિના મિલનની મીઠાશ શી? ભુખ વિના ભોજનની મીઠાશ શી? થાક વિના આરામની મીઠાશ શી?

જલ્દી જલ્દી જીવી નાખવુઁ છે, પણ જલ્દી મરી જવુ નથી. પરસ્પર વિરોધી એવા આ પરિણામ માટે આપણે બધી કોશિશ કરીએ છીએ. જિઁદગીના ભમરડાને કોઇકે જાળ ચઢાવેલી છે. તેની ગતિએ તેને ઘુમવા દો. તેમાઁ ક્રુત્રિમ ગતિ ભરવાની કડાકુટ છોડો. ઘુમતો ભમરડો અભિમાન કરે કે હુઁજ ઘુમુઁ છુ. ધારુ તો
ઝડપથી ઘુમી શકુઁ છુ, તેના જેવુજ મિથ્યાભિમાન માણસનુ છે. માણસ ઘુમતોજ દેખાય છે અને છતાઁ આખી બાજી તેના હાથનીજ નથી! માણસ દોડે છે અને એક રાક્ષશીટ્રક ક્ષણવારમા તેને માઁસનો રોટલો કરી નાઁખે છે. ક્યાઁ ગઇ ભાઇ તારી ગતિ, તારી ઉતાવળ? તારુ ઘડિયાળ ક્યાઁ છે? માણસ સલામત ખઁડ્માઁ ડનલોપીલોના ગાદલામા સુતો છે અને ઓચિઁતુ હ્રદય બઁધ પડી જાય છે. દોડતા હોઇએ કે સુતા હોઇએ, આપણી ગતિને કોણ કાપી નાઁખે છે? સઁગ્રામના લડ્વૈયાઓનેય અદ્શ્ય રક્ષણની જરુર પડે છે અન્દ પલઁગમાઁ પોઢેલાને પણ! બધી ગતિ ને સલામતી આપણા હાથમા છે તેવુઁ માનવાની ભુલ ન કરો. જીદગી જીવવા માટે છે. તેને બરાબર જીવો. માણીને જીવો. વર્ષોની ફુટ્પટ્ટીથી તેની મીઠાશનુઁ માપ નથી નીકળવાનુઁ. સાડા પાઁચ વારનુઁ જિઁદગીનુઁ પાનેતર છે. દોઢ્ડાહ્યા વાણોતરની જેમ સત્તર વાર માપવાની ઝડપ કરશો તો તેથી લઁબાઇ વધવાની નથી. આઁસુની બાદબાકી અને સ્મિતના ગુણાકાર માટે આઁકડાની ઘાલમેલ છોડી દો. સુરજ સમયસર ઉગે છે અને સમયસર આથમે છે. પણ વચ્ચે ક્યાઁય ખોટી ઝડપ કરતો નથી. રાતે જાગીને દિવસે ઉઁઘવા કરતાઁ દિવસે જાગીને રાતે ઉઁઘવાનુજ ઠીક છે. આમ તો વાત એની એજ લાગે છે. પણ એની એજ વાત છે તો આમ ઉલટાવી શા માટે? રાતની ઉઁઘને અને દિવસની જાગ્રુતિને તેની પોતાની મીઢાશ છે. એ મીઢાશ જેવી છે તેવી માણવામાઁ શો વાઁધો છે? સાદા દાખલાને ઉતાવળથી અઘરો બનાવવાની ચેષ્ટા છોડી દો.

સૌજન્ય શબ્દ પ્રીત

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.