Tuesday, October 29, 2013

આજની ઘડી રળિયામણી! - ભુપતભાઇ વડોદરિયા

બુદ્વિ અને શક્તિ છતા કેટલાક માણસો તેમના ધ્યેયમા નિષ્ફ્ળ જાય છે. સફળતાને સૌ પુજે છે. માણસને સફળતા ના મળે તો સઁબઁધકર્તા વ્યક્તિનો દોષ કાઢવામા આવે છે.

કેટલાક માણસો પોતે જીવનમાઁ સફળ થયા હોય કે ન થયા હોય પણ બીજી કોઇ વ્યક્તિ માટે એવો ચુકાદો આપી દેશે કે એ માણસ કોઇ પણ કામમાઁ સફળ થાય એવુઁ હુઁ માનતો નથી. ઘણા બાધા માણસો માટે આ પ્રકારના અભિપ્રાયો આપવામાઁ આવે છે. આવો અભિપ્રાયો આપનાર ભુલી જાય છે કે કોઇ પણ માણસમાઁ શક્તિ હોય, ધગશ હોય પણ તક ના મળે ત્યાઁ સુધી તો એ પોતાની શક્તિ કે આવડત બાતાવી શકે નહિ. આપણે જાણીએ છીએ કે કેટલાક માણસો માત્ર તકના આભાવે નિષફળ જાય છે. એટલે કોઇક એવુઁ કહે છે કે તક મળવી કે તક ઉભી કરવી એમાઁ શુઁ ભેદ છે એ કહેવાનુઁ મુશકેલ છે. આપણામાઁ કહેવત છે કે ફાવ્યુઁ વખણાય. એવા અનેક કિસ્સા આપણે જોઇએ છીએ કે જેમાઁ માણસ સફળ થઇ જાય છે અને એ પોતે પણ કહી નહિ શકે કે તક આચાનક ઉભી થઇ કે પછે તેણે તક્ને ઓળખવાની કોશીશ કરી.

એ વાત ખરી છે કે માણસને તક ઓળખતાઁ આવડવુઁ જોઇએ. પણ માણસનો અનુભવ છે કે કોઇ માણસ સફળ થાય એટલે આપણે કહીએ છીએ કે એણે તક ઝડપી લીધી. આપણે તકની વાત કરીએ છીએ પણ કોઇ માણસ સફળ થાય ત્યારે તેનામાઁ તક ઓળખવાની આવડત આપ્ણે જોઇએ છીએ અને જો નિષ્ફ્ળ જાય કે ખરેખર કોઇ તક ન હતી, પણ તક સમજીને એમાઁ ઝઁપલાવ્યુઁ એટલે સઁપુર્ણ નિષ્ફ્ળતા મળી. કોઇ કોઇ વાર આપણે જેને તક કહીયે છીએ એ વાસ્તવમાઁ ભાગ્યનો ઇશારો નહિ હોય? ભાગ્યનો ઇશારો એટલા માટે કે ભાગ્ય મહેરબાન હોય અને કોઇ કામ બની જાય તો આપણે માણસને યશ આપીએ છીએ કે એણે તક પારખી અને ઝડપી. બીજી બાજુ માણસ તક ઝડપે પણ નિષ્ફળ જાય તો આપણે ભાગ્યને દોષ દેવાને બદલે તેને દોષ દઇએ છીએ.
એક એવુઁ જાણીતુઁ સુભાશિત છે કે, “સર્વત્ર ફલતિ ભાગ્યમ, ન ચ વિધા, ન ચ પૌરુષમ” માણસ એક તક ઝદપી લે અને સફળ થાય તો એ એનુ સારુઁ નસીબ અને નિસ્ફળ જાય તો આપણે ભાગ્યને બદલે માણસને દોષ દઇએ છીએ. નિષ્ફળતામળે તો માણસો કહે છે કે એનામાઁ ત્રેવડ ન હતી. એ વખતે આપણે ભાગ્યની કે તકની વાત નથી કરતા. એક વાત સ્વીકારવી પડે કે આપણે જેને સફળતા કે નિષ્ફળતા કહીએ છીએ તે હકીકતે ભર્યુઁ નારિયેર હોય છે. તેમાઁ અમ્રુત જેવુઁ મીઠુઁ પાણી પણ હોઇ શકે અને થુઁકી નાખવાનુઁ મન થાય એવુઁ ખારુઁ પાણી પણ હોઇ શકે. એટલે માણસના જીવનમાઁ સમયની દરેક ઘડી એક ભર્યુ નાળિયેર છે, તેમાઁથી અમ્રુત જેવુઁ મીઠુઁ પાણી પણ નીકળી શકે અને ખારુઁ દવ ખોરુઁ પાણી પણ નીકળી શકે. કોઇને અગાઉથી એવી ખબર પડતી જ નથી કે પાણી મીઠુઁ હશે કે ખારુઁ હશે. આ જ વાત માણસની કોશિશ લાગુ પડે છે. માણસ કોશિશ કરે ત્યારે એવી આશા રાખે છે કે તેને ધાર્યુઁ પરિણામ મળે પણ આ બાબતમાઁ માણસની આશા કે ધારણા સાચાઁ કે ખોટાઁ પણ પડે.
આમ તો માણસની જિઁદગી એ પણ એક મોટા નાળિયેર જેવી જ નથી? અઁદર શુઁ છે? એનો અઁદાજ કોઇને આવી શકતો નથી. એ તો જ્યારે તમે નાળિયેર ફોડો ત્યારે જ અઁદર મીઠુઁ કે ખારુઁ જે હોય તે જાહેર થાય છે. આપણે જાણીએ છીએ કે માણસ આવતી કાલને જાણવા માટે જ્યોતિષી પાસે કે સાધુ-સઁત પાસે જાય છે પણ પોતાને પાસેથી આપણે આપણા વિશેની આગાહી જાણવા માગતા હોઇએ તેને પોતાને પોતાની આવતી કાલની ખબર નથી, કેમ કે માણસનુઁ પ્રારબ્ધ કે ભાગ્ય હઁમેશાઁ ગઢ જ રહ્યુઁ હોય છે અને છતાઁ માણસને પોતાની આવતી કાલ, સફળતા કે નિષ્ફળતા, સુખ અગર દુ:ખ, સારુઁ આરોગ્ય કે માઁદગી એ બધાઁ વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા રહે છે. પણ આપણે જાણીએ છીએ કે જેમનો રાજ્યાભિષેક થવાનો હતો એ ભગવાન રામ પણ કદાચ જાણતા નહિ હોય, એટલે જ તો ઋષિઓ કહે છે કે ન જણ્યુઁ જાનકી નાથે કે સવારે શુઁ થવાનુઁ છે! એટલે આવતી કાલની કોઇની કોઇને ખબર નથી હોતી અને એથી જ આપણે કહીએ છીએ કે આજની ઘડી રળિયામણી! આપણી પાસે તો આજની ઘડી સુધારવાની એક તક છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.