Friday, December 27, 2024

Funeral,Death

 

વાંકાનેર નિવાસી પ્રવિણચંદ્ર હરીલાલ દોશીના સુપુત્ર 
તેમજ બીપીનચંદ્ર હરીલાલ દોશીના ભત્રીજા 
હાર્દિકભાઈ પ્રવીણચંદ્ર દોશી(ઉ.વ. ૪૪)  ( દોશી બ્રધર્સ વાળા)  
તારીખ ૨૬-૧૨-૨૦૨૪ રાત્રે ૧૧:૦૦ વાગ્યે અરિહંતશરણ પામેલ છે.
સદગતની સ્મશાન યાત્રા તારીખ ૨૭-૧૨-૨૦૨૪ શુક્રવાર ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

Wednesday, December 25, 2024

Funeral/Death


વાંકાનેર નીવાસી ( હાલ દાદર ) 
સ્વ. જસવંતીબેન ઇન્દુલાલ પોપટલાલ વિરપાળ મહેતાના સુપુત્ર   ચંદ્રેશભાઈ (ઉ.વ.૬૩) 
તે સ્વ. ભાવનાબેનના  પતિ, 
તે શર્લીબેનના પિતાશ્રી, 
તે અભયભાઈના ભાઈ, 
તે અ.સૌ. તૃપ્તિબેનના જેઠ, 
તે દેવશ્રીના મોટા પપ્પા, 
તે વઢવાણ નિવાસી સ્વ. પ્રવીણભાઈ રતિલાલ શાહના જમાઈ 
બુધવાર તા.૨૫-૧૨-૨૦૨૪ ના રોજ અવસાન પામેલ છે.
તેમની અંતિમ યાત્રા  
બુધવાર તા. ૨૫-૧૨-૨૦૨૪ ના  બપોરે ૧૨ :૩૦ કલાકે 
નીચેના સ્થળેથી નીકળશે. 
લોકિક વ્યવહાર, પ્રાર્થના વી. બંધ છે.

સરનામું.
શ્રી અભય ઇન્દુલાલ મહેતા,
૮૦૧, 8મો ફ્લોર, સમર્થ હાઇટ્સ બિલ્ડીંગ, 
મનોરમા નગરકર માર્ગ,
જૈન મંદિર સામે,
રાજલક્ષ્મી બિલ્ડીંગની બાજુમાં,
માટુંગા પશ્ચિમ -૪૦૦૦૧૬.
(શિવાજી પાર્ક)
ફોન : +91 97680 78911,83692 87703

Monday, December 23, 2024

યુવક મંડળ, મુંબઈ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વાર્ષિકોત્સવ ૨૦૨૫ સરક્યુલર

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ

આદરણીય જ્ઞાતિજનો,

🏏ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વાર્ષિકોત્સવ ૨૦૨૫
 
દાનવીર દાતાઓની યાદી 

વાર્ષિકોત્સવના
કાયમી પ્રેરક દાતા - શ્રી ધીરજલાલ સોમચંદ ધોલાણી પરિવાર

સમારંભ પ્રમુખ - સમાજ ભુષણ શ્રી કેતનભાઈ નવલચંદ શાહ (સી.એ.)
સ્વાગત પ્રમુખ - સમાજ યુવા તથા યુવક મંડળના ભુતપૂર્વ પ્રમુખ શ્રી રશ્મિકાંત જેવતલાલ શાહ
દીપ પ્રાગટય - શ્રી ભીખુભાઈ હિમ્મતલાલ લોદરિયા (સી.એ.)


ટાઈટલ સ્પોન્સરર  
શેઠ શ્રી કાંતિલાલ વજેશંકર વખારિયા પરિવાર

સબ સ્પોન્સરર
૧)Trippy Feet Tours, Malad
૨)Happy Home Corporation

Umpire and scorer Sponsor
માતુશ્રી અનુપમાબેન મનહરલાલ શેઠ પરિવાર

🏆 ટ્રોફી દાતા - માતુશ્રી શાન્તાબેન હીમ્મતલાલ શાહ

 🍛નવકારસીના દાતા - શેઠ શ્રી ભરતભાઈ અમૃતલાલ મહેતા પરિવાર, મલાડ

🥘બપોરના જમણવારના દાતા - માતુશ્રી હીરાબેન નવલચંદ દલીચંદ શેઠ પરિવાર

🍵 High tea દાતા - ડો. ભોગીલાલ રાયચંદ મહેતા પરિવાર

🍝સાંજના જમવાના દાતા - માતુશ્રી ઈન્દીરાબેન મધુસૂદન લાલચંદ ગાંધી પરિવાર, બોરીવલી

સહાયક દાતા
શેઠ શ્રી કસ્તુરભાઈ જેતશી સંઘવી પરિવાર
માતુશ્રી ઇન્દુબેન રમણીકલાલ પારેખ
માતુશ્રી મુકતાબેન પ્રભાશંકર મહેતા પરિવાર
માતુશ્રી તરૂલતાબેન અશોકભાઈ શાહ
માતુશ્રી પુષ્પાબેન ભુપતરાય મહેતા પરિવાર
માતુશ્રી રમાબેન દિનેશભાઇ હેમંતલાલ શેઠ પરિવાર
માતુશ્રી કલાબેન ભુપતભાઈ વાડીલાલ મહેતા પરિવાર

સહદાતા
અ.સૌ.ભારતીબેન અતુલભાઈ સંઘવી
અ.સૌ. દિવ્યાબેન રમેશચંદ્ર સંઘવી
માતુશ્રી જયાબેન પ્રાણજીવન હરજીવન લોદરિયા પરિવાર
માતુશ્રી ચંપાબેન નવલચંદ બેચરદાસ દોશી પરિવાર
શ્રી પ્રવીણચંદ્ર જેચંદભાઈ મહેતા
માતુશ્રી લાભુબેન ધીરજલાલ સોલાણી
માતુશ્રી દમયંતીબેન દલપતરાય શાહ
માતુશ્રી રંજનબેન મહેન્દ્રભાઈ ગોવિંદજી ગાંધી
શ્રી વિનિતભાઈ કનકરાય મહેતા
માતુશ્રી નિર્મળાબેન ચંદુલાલ શાહ
શ્રી ત્રંબકલાલ ઉમેચંદ મહેતા


આ સિવાય નિચે મુજબ દાતાઓ તરફથી સહયોગની અપેક્ષા છે.
૧૧૦૦૦/- સહાયક દાતા
૫૦૦૦/- સહદાતા 

નીચે જણાવેલ કમિટીના સભ્યોનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. 
દેવાંગભાઈ - 9320678825
જીમીશભાઈ - 9869102785
આશીષભાઈ - 9323032227
સાથ અને સહકાર આપવા બદલ દરેક જ્ઞાતીજનોનો વિશેષ આભાર

લિ. જીમીશ ધીરેન્દ્રભાઈ લોદરિયા
પ્રમુખ 
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ, મુંબઈ

Death


 

Monday, December 9, 2024

Funeral/Death

મોરબી નીવાસી હાલ ભાયંદર 
નીતિનભાઈ મૂળશંકર સૌભાગચંદ મહેતાના ધર્મપત્ની 
અ.સૌ. નયનાબેન (ઉ.વ. ૬૬) 
તે બીજલ નિર્ભયકુમાર વોરા તથા ભાવિશા અંકિતકુમાર મહેતાના માતુશ્રી,  
તે જયશ્રીબેન રાજેન્દ્રકુમાર સંઘવી, ચંદ્રિકાબેન હરેશકુમાર શાહ, પિયુષભાઈ તથા પરેશભાઈના ભાભી, 
તે મીરાબેન તથા પ્રીતિબેનના જેઠાણી, 
તે કિયાન, વિવાન અને નક્ષના નાની, 
તે પ્રાણજીવન ગુલાબચંદ મહેતાના સુપુત્રી  
સોમવાર તા.૦૯-૧૨-૨૦૨૪ના રાત્રે ૧:૪૫ વાગે અવસાન પામેલ છે
તેમની અંતિમ યાત્રા  સોમવાર તા.૦૯-૧૨-૨૦૨૪ ના સવારે ૯:૦૦  કલાકે  તેમના નિવાસસ્થાને થી નીકળશે.
ગૌતમ નગર-2 -C વિંગ, 
ફ્લેટ નંબર G-10, 
અંબેમાતા મંદિર રોડ, 
હૉલી કૌસ સ્કૂલની બાજૂમા, 
ભાયંદર  વેસ્ટ 
નિતીનભાઈ 9322456865
પરેશભાઈ  9324010031

Saturday, December 7, 2024

Funeral/Death


વાંકાનેર નીવાસી હાલ કલ્યાણ 
સોમચદ જસરાજ પારેખના સુપુત્ર 
અનંતરાય (ઉ.વ.૮૦) 
તે સુધાબેન તથા ચંદ્રલેખાબેનના પતિ, 
તે મીનલ તથા તેજસના પિતાશ્રી,
તે મનોજભાઈ તથા હેતલના સસરા, 
તે યોગશ્રમણ વિજયજી મહારાજ સાહેબ,નલીનભાઈ,પ્રદીપભાઈ, મંજુલાબેન નવીનભાઈ લોદરિયા,વસુબેન વસંતભાઇ શેઠ,રમીલાબેન અતુલભાઈ શાહ તથા ભદ્રાબેન નિતેશભાઈ કોઠારીના ભાઈ, 
તે દીયાના દાદા, 
તે ધ્રુવ તથા પ્રીશાના નાના,
તે નટવરલાલ સુખલાલ મહેતા તથા ઉજમશીભાઈ સોમચંદભાઈ મહેતાના જમાઈ 
શનિવાર તા. ૦૭-૧૨-૨૦૨૪ રોજ કલ્યાણ મુકામે અવસાન પામેલ છે 
તેમની અંતિમ યાત્રા આવતીકાલે રવિવાર તા.૦૮-૧૨-૨૦૨૪ ના સવારે ૮:૩૦  કલાકે નીચેના સ્થળેથી નીકળશે
A.S. Parekh . 
Krishna Regency A Wing, 
Room no 503, 
Near UCO bank, 
Near Shahad Railway Station, 
Shahad West Pin code 421103.
Narendra Parekh 9821114597
Himanshu Parekh 9820575105

Funeral/Death



 


Friday, December 6, 2024

Funeral/Death

 


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
નીલાબેન નવીનચંદ્ર પટેલ (ઉ.વ. ૬૯) 
તે સ્વ. નવીનચંદ્ર રતિલાલ પટેલના પત્ની
તે અરવિંદભાઈ, સંજયકુમારના ભાભી,
તે પુનમબેન , ભાવનાબેનના જેઠાણી, 
તે તેજલ સૌરભ શાહ ,ભાવીષા યોગેન્દ્ર સંઘવી,ગૌતમના માતુશ્રી, 
તે મૈત્રીના સાસુ,
તે વંશીત,પાર્થના દાદી, 
તે ખાખરેચી નિવાસી દેવશીભાઈ કાલીદાસ સંઘવીના  દિકરીનું 
શુક્રવાર તા.૦૬-૧૨-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદગતની સ્મશાન યાત્રા શુક્રવાર તા.૦૬-૧૨-૨૦૨૪ ના સાંજે ૦૪:૦૦ કલાકે આદિત્ય પ્લસ, ફ્લેટ નં.એ-૧૦૧,શ્રોફ રોડ, રાજકોટ ખાતેથી નીકળી રામનાથ સ્મશાન ગૃહે જશે.

🙏🙏🙏🙏🙏

Wednesday, December 4, 2024

Funeral/Death


વાંકાનેર નિવાસી નવલચંદ ભાઈચંદ દોશીના ધર્મપત્ની 
ગં.સ્વ. રસીલાબેન (ઉં.વ.૮૩)  
તે યોગેશ તથા જીજ્ઞાબેનના માતુશ્રી, 
તે જીનાબેન,સ્વ.કમલકુમારના સાસુ, 
તે જીનયના દાદી, 
તે વ્રજલાલ સંઘરાજ સોલાણીના દીકરી
બુધવાર તા.૦૪-૧૨-૨૦૨૪ ના બપોરે ૧:૩૦ કલાકે નવકાર મંત્રનુ સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા બુધવાર તા.૦૪-૧૨-૨૦૨૪ ના સાંજે ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન જવાસા રોડ વાંકાનેરથી નીકળશે
સદગત નું ઉઠમણું તા.૬-૧૨-૨૪ ના સવારે ૧૦:૦૦ કલાકે
બજાર ઉપાશ્રય ખાતે
તથા
પ્રાર્થના સભા સવારે ૧૧:૦૦ કલાકે
દિગમ્બર વાડી વાંકાનેર ખાતે રાખેલ છે...
🙏🙏🙏🙏🙏🙏🙏

Tuesday, December 3, 2024

Funeral/Death


મોરબી નિવાસી હાલ બોરીવલી
ચંદનબેન કાંતિલાલ ત્રિભોવનદાસ પારેખના સુપુત્ર 
ભરત (ટીકી) (ઉ.વ.૬૯) 
તે રશ્મિના પતિ,
તે રોનક,ખુશ્બુના પિતાશ્રી, 
તે નિશ અને અક્ષયના સસરાજી,  
તે સ્વ.ભૂપેન્દ્ર, સ્વ.જગદીશ, ધીરેન્દ્ર, પંકજના ભાઈ, 
તે ઉષા,રેખા,સરોજ,રીનાના જેઠ/દેર, 
તે કંચનબેન જયંતિલાલ શાહના જમાઈ 
મંગળવાર તા.૦૩-૧૨-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
અંતિમ  યાત્રા ૯:૩૦ કલાકે તેમના  નિવાસસ્થાનથી 
રોનક ભરત પારેખ, 
૧૫૦૧,એમ્બ્રોસિયા, 
દેવિપાડા મેટ્રો સ્ટેશન સામે, 
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે 
બોરીવલી ઈસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૬  
થી નીકળી દોલતનગર બોરીવલી ઈસ્ટ જશે.
(શોક રાખવાનો નથી)
બંને પક્ષની પ્રાર્થના સભા ગુરુવાર તા.૦૫-૧૨-૨૦૨૪ ના રોજ 
૯:૦૦ થી ૧૦:૩૦ 
એમ્બ્રોસિયા પોડિયમ ૩ ખાતે 
લૌકિક વ્યવહાર બંધ છે

Saturday, November 30, 2024

ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વાર્ષિક ઉત્સવ ૨૦૨૫

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ

આદરણીય જ્ઞાતિજનો,

આપ સૌ દાનવીર દાતાઓની ઉદારતાથી 🏏 ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે  ટુંક સમયમાં ૧૧ ટીમ લેવાઈ ગયેલ છે અને ફક્ત એક ટીમ બાકી છે.  યુવક મંડળની કારોબારી સમિતિ આપ સૌનો 🙏 ખુબ ખુબ આભાર  🙏 વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આવા સમાજ લક્ષી કાર્ય કરવામાં આવી જ રીતે સાથ અને સહકાર આપશો એવી અભિલાષા સાથે જય જિનેન્દ્ર

વિશેષમાં આ 🏆 ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. ૦૯/૦૩/૨૦૨૫ નારોજ અમુલખ અમીચંદ સ્કુલ, માટુંગા ખાતે કરેલ છે.  આ ટુર્નામેન્ટમાં રમવા માટેની પ્લેયર રજીસ્ટ્રેશન લીંક આપણા સમાજની વેબસાઈટ www.mjvyuvakmandal.org પર રાખેલ છે જેમાં ફોર્મ ભરી ₹૪૦૦ રજીસ્ટ્રેશન ચાર્જ ભરી રજીસ્ટર થવા વિનંતી છે. એકબીજાને ઓળખી શકે એને પ્રોત્સાહન આપતી એક પ્રવૃત્તિમાં તન,મન અને ધનથી સાથ અને સહકાર દરેક દાતા તરફથી મળશે એવી અભિલાષા સાથે ટૂર્નામેન્ટમાં ભાગ લેવા નીચે જણાવેલ કમિટીના સભ્યોનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. 
 
દેવાંગભાઈ - 9320678825
જીમીશભાઈ - 9869102785
આશીષભાઈ - 9323032227
આ ટુર્નામેન્ટ તથા વાર્ષિક ઉત્સવ માટે નીચે મુજબ દાનવીર દાતાઓ આવકાર્ય છે. 
ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વાર્ષિક ઉત્સવ ૨૦૨૫
૧૫૦૦૦/- ટીમ ઓનર
૫૧૦૦૦/- મેન સ્પોનસર
૨૫૦૦૦/- સબ સ્પોનસર
૧૫૦૦૦/- નવકારસીના દાતા 
૩૧૦૦૦/- બપોરના જમણવારના દાતા
૨૧૦૦૦/- સાંજના જમવાના દાતા
૫૦૦૦/- બેનરના દાતા ૨*૩ સાઈઝ  
૧૫૦૦૦/- ટ્રોફીના દાતા
૧૧૦૦૦/- સહાયક દાતા
૫૦૦૦/- સહદાતા 
જે જે દાતાઓએ લાભ લીધેલો છે તેમના નામ ટૂંક સમયમાં જાહેર કરશું 
સાથ અને સહકાર આપવા બદલ દરેક જ્ઞાતીતાનનો વિશેષ આભાર
લી.
પ્રમુખ 
જીમીશ ધીરેન્દ્રભાઈ લોદરિયા 
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ 

Wednesday, November 27, 2024

Funeral & Death

 

Jai Jinendra and Pranam 🙏🏻
With profound grief and sorrow this is to inform you that Sri NAGINDAS PURUSHOTTAM GANDHI (father of Sailesh, Shreekant, Rashmi, Bhavana and Kumud), age 87 years left for his heavenly abode (Arihant Sharan) on 26/11/2024 at 11:45 P.M. 
His last journey will start from his residence to Keoratala today 27th November 2024 (Wednesday), at 8:30 A.M.
 
98/7A Harish Mukherjee Road
Opp Harish Park
Next to IndusInd Bank
Telephone Exchange Building 
Kolkata 700025
Gandhi Family 🙏🏻
Sailesh - 7003340230
Shreekant - 9831389412
Rashmi - 9836844747

Sunday, November 24, 2024

શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
સંચાલીત
શ્રી સુમતીનાથ ભગવાન ગૃહ જીનાલય માટે વિવિધ પુજાના વાર્ષિક આદેશ નીચે મુજબ આપવામા આવ્યા છે.
અખંડ દીપક ઘી: ₹ ૧૧,૦૦૦/-
ખાખરેચી નિવાસી હાલ મુલુંડ માતુશ્રી લતાબેન ચીમનલાલ સંઘવી પરિવાર
વાસકક્ષેપ પૂજા: ₹ ૫,૪૦૦/-
ખાખરેચી નિવાસી હાલ મુલુંડ ગુણવંતીબેન લલીતભાઈ સંઘવી
પ્રક્ષાલ પૂજા: ₹ ૫,૪૦૦/-
મોરબી નિવાસી હાલ ઘાટકોપર શ્રી કિશોરભાઈ હિંમતલાલ શાહ
અંગ લુછણા: ₹ ૫,૪૦૦/- 
વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ માતુશ્રી ઉર્મિલાબેન અવનિકાંત વાડીલાલ શાહ પરિવાર
બરાસ સુખડ પૂજા: ₹ ૫,૪૦૦/-
મોરબી નિવાસી હાલ ઘાટકોપર ઇન્દુલાલ મોહનલાલ મેહતા
કેસર પૂજા: ₹ ૫,૪૦૦/-
ખાખરેચી નિવાસી હાલ સાંતાક્રુઝ શ્રી નવીનભાઈ ડુંગરશી વોરા પરિવાર
ફુલ પૂજા: ₹ ૫,૪૦૦/-
વાંકાનેર નિવાસી હાલ દહિસર ચંદ્રિકાબેન બળવંતરાય શાહ
ધૂપ પૂજા: ₹ ૫,૪૦૦/-
માતુશ્રી મધુબેન સેવંતીલાલ સંઘવી (મોરબી)
👏👏👏👏👏👏👏
આદેશ લેનાર સર્વે મહાનુભાવોના નામ ગૃહ જીનાલયમાં બોર્ડ ઉપર લખવામાં આવશે.

સર્વ સાધારણ ના ૧૨ માસિક આદેશ: ₹ ૧૧,૦૦૦/- 
1) વાટાવદર(મોરબી) નિવાસી હાલ સાયન માતુશ્રી કલાબેન ભુપતભાઈ વાડીલાલ મહેતા પરિવાર
2) મોરબી નિવાસી હાલ ઘાટકોપર માતુશ્રી કુસુમબેન કીર્તિકુમાર શાહ પરિવાર
3) માતુશ્રી અનસુયાબેન છબીલદાસ શાહ 
4) શ્રીમતી વસુમતિબેન સૂર્યકાન્ત ભાઈ મહેતા 
5) શ્રીમતી રંજનબેન ભરતભાઈ વનેચંદભાઈ શાહ 
6) માતુશ્રી પુષ્પાબેન હિંમતલાલ મહેતા 
7) શ્રી કમલેશભાઈ વાડીલાલ શાહ 
8) માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા 
9) માતુશ્રી વીણાબેન જીતેન્દ્રભાઈ શાહ 
લાભ લેનાર પરિવારની ખૂબ ખૂબ અનુમોદના

જેમને પણ લાભ લેવાની ઈચ્છા હોય તેમણે નીચેના કાર્યકર્તાઓનો સંપર્ક કરવા વિનંતી:
• લલિતભાઈ સંઘવી - 9320605696
• ચેતનભાઈ સંઘવી - 9969720389
🙏🏻 બોલો શ્રી સાચા સુમતીનાથ દાદા ની જય 🙏🏻 

🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, November 20, 2024

Death


 નોંધઃ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સમાચાર

અજિતનાથ જીનાલયની વાંકાનેર ૨૨૩ મી સાલગીરા 
સંવત ૨૦૮૨ રવિવાર  તા. ૦૯-૧૧-૨૦૨૫ ની ધ્વજાનો આદેશ લેનાર પરિવારો 
~~~~~~
મુખ્ય ધ્વજા
કુસુમબેન મૂળચંદભાઈ શાહ પરિવાર 
૨૮૧૦૦૦ મણ

સમોસરણ ધ્વજા
૭૫૬૦૦ મણ
નીલાબેન મુકુંદભાઈ દોશી તથા 
પ્રીતિબેન અશ્વિનભાઈ દોશી પરિવાર

પ્રવેશ દ્વાર સામેની ધ્વજા
૧૮૦૧૮ મણ
આશાબેન વિનોદભાઈ દોશી પરિવાર

પેઢી બાજુ ધ્વજા
૭૦૦૨ મણ
જયાબેન ઓધવજીભાઈ દોશી પરિવાર

મેઇન રોડ બાજુ ધ્વજા
૯૦૦૦ મણ
મહેતા દુર્લભજી કપૂરચંદ પરિવાર
🙏🙏🙏🙏🙏🙏🙏
 લાભ લેનાર પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના
👏👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏
💠🌀💠🔮💠🌀💠

Sunday, November 10, 2024

Death/Funeral


અરણિટીંબા નિવાસી હાલ વિરાર 
સ્વ. રસીકલાલ પોપટલાલ શાહના ધર્મપત્ની
જ્યોત્સ્નાબેન (ઉ. વ. ૮૨) 
તે સ્વ. શૈલેષ, છાયા,આરતી,રેખાના માતુશ્રી, 
તે સ્વ.ફતેચંદ જગજીવન શાહના સુપુત્રી, 
તે નેહાના સાસુ
શનિવાર તા. ૦૯-૧૧-૨૦૨૪ ના સવારે ૯:૦૦ કલાકે અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા ૧૦-૧૧-૨૦૨૪  ના સવારે ૯:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 
એડ્રેસ:-
માર્બલ આર્ચ, 
૮૦૪,લાભ હાઈટસની સામે,
ગ્લોબલ  સીટી,
વિરાર વેસ્ટ.

Saturday, November 9, 2024

Death/Funeral

 

વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ 
કંચનબેન વનેચંદ મોનજી દોશી (વનુભાઈ ગોળવાળા) ના પુત્ર 
દિલીપભાઈ 
તે કિરણબેનના પતિ,
તે પંકજ તથા ધર્મેશના પિતાશ્રી,
તે સ્વ.હસમુખભાઈ, સુરેશભાઈ, શૈલેષભાઈ તથા લતાબેનના ભાઈ,
તે નિલેશભાઈ, પારસભાઈ તથા મિતેશભાઈના કાકા
શનિવાર તા. ૦૯-૧૧-૨૦૨૪ ના સવારે ૫:૪૫ કલાકે અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા શનિવાર તા. ૦૯-૧૧-૨૦૨૪ ના બપોરે ૨:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 
એડ્રેસ:-
આણંદજી કલ્યાણજી એપાર્ટમેન્ટ, 
બેરંગપુરા પોલીસ ચોકીની બાજુમાં,
અમદાવાદ
9427431776
તેમનું ઉઠમણું રવિવાર તા.૧૦-૧૧-૨૦૨૪ના રોજ 
સવારે  ૧૦ થી ૧૧.૩૦ રાખેલ છે
એડ્રેસ:-
સાધુ વાસવાની રોડ આલાપ શાક માર્કેટ,બાજુની શેરીમાં,વાડીવાળા ક્વોતર નબર ૬૯૨,રાજકોટ
9427431776 -  નીલેશભાઈ
૮૩૦૬૮૮૮૨૭૧ -   જીતેશભાઈ



Death/Funeral


પ્રાર્થના સભા
મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ.ચંદુલાલ હીરાચંદ દોશીના સુપુત્ર
અરવીંદભાઈ (ઉ.વ.૭૯)
તે હેમલતાબેનના પતિ, 
તે ભૂપતભાઇ, રોહિતભાઇ, દમયંતીબેન ચંદ્રવદન શાહ, હસુમતિબેન યોગેશકુમાર શાહ તથા સ્વ.ભાવનાબેન સુધીરભાઇ મહેતાના ભાઇ,
તે લીલમબેનના દિયર તથા રેખાબેનના જેઠ, 
તે ગૌતમ-જાગૃતિ, નયન-વૈશાલી, જય-કલ્પના, જિનેશ-હેમાંગી તથા પૂજા હાર્દિક પારેખના કાકા, 
તે અર્પિત-હિતવાંશી, કેવલ, યશ્વી , કેશા, ધ્રુવી તથા હેઝલના દાદા
તે સ્વ. વલ્લભદાસ નંદલાલ લોદરિયાના જમાઇ 
શુક્રવાર તા.૮-૧૧-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થના સભા રવિવાર તા. ૧૦-૧૧-૨૦૨૪ ના રોજ
સમય : સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે.
સ્થળ : જન કલ્યાણ હોલ, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.

ગૌતમ પ્લાસ્ટીક..ગૌતમ ટ્રેડીંગ કું...કે. અરવિંદ એન્ડ કું 
કે. અરવિંદ ઈમ્પેક્ષ...શ્રુજન આલ્ફા કેપીટલ એડવાઇઝર્સ LLP

Wednesday, November 6, 2024

Death/Funeral


ટંકારા નિવાસી (હાલ-અંધેરી) 
નવલબેન અમીચંદ દોશીના સુપુત્ર 
સ્વ. ચંપકભાઈના ધર્મપત્ની 
કુસુમબેન (ઉં.વ. ૮૩) 
તે નિપા વિપુલભાઈ દોશી, ભાવિની સમીરભાઈ મરચંટ,
જિજ્ઞા મનીષભાઈ શાહના માતુશ્રી, 
તે ઈન્દિરાબેન હરિભાઈ, સ્વ. દમયંતીબેન રમેશભાઈ,
પન્નાબેન દિલીપભાઈ, દમયંતીબેન,
લલિતાબેન, ચંદનબેન, ગો. સંઘાણી સંપ્રદાય
બા.બ્ર. વનિતાભાઈ મહાસતીજીના ભાભી,
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. ચંચળબેન
પ્રાણજીવનભાઈના દીકરી, 
સ્વ. દુલેરાયભાઈ, ચિમનભાઈ, સ્વ. ત્રંબકભાઈ તથા હંસાબેનના બહેન
બુધવાર તા. ૬-૧૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના રાખેલ નથી.

Tuesday, October 29, 2024

Samaj Utkarsh Volume 63 Issue No 10 October 2024


 To Read Samaj Utkarsh Click Here


Death/Funeral


ઉત્તમભાઈ ન્યાલચંદ શેઠ
તે રાજીવ શેઠ અને લીના ગુપ્તાના પિતાશ્રી,
તે કુશલના દાદા,
તે પ્રમોદભાઈ, સ્વ કાંતિભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ, શ્રી હસમુખભાઈ, શ્રી યશવંતભાઈ, અનિલભાઈના ભાઈનું
રવિવાર તા. ૨૭-૧૦-૨૦૨૪ ના રોજ  અવસાન થયું છે.
તેમની સ્મશાન યાત્રા સોમવાર,તા.૨૮-૧૦-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦કલાકે તેમના નિવાસસ્થાનથી નીકળી રામબાગ મુક્તિધામ જશે. 
સરનામું :
દિલપસંદ ગ્રીન, સ્કીમ નંબર ૧૪૦ 

Friday, October 25, 2024

Circular

સહર્ષ જણાવવાનું કે
વિશાશ્રીમાળી તપગચ્છ જૈનની ભોજનશાળા (વાડી)
2 વર્ષ માટે
એટલે કે 
સંવત -૨૦૮૧ થી સંવત-૨૦૮૨ ના અંત સુધી 
દેરાવાસી વીશાશ્રીમાળી 
તથા 
દેરાવાસી દશાશ્રીમાળી
વણિકો માટે પ્રસંગ અનુરૂપ સમય અવધિ માટે 
વિનામુલ્યે આપવામાં આવશે....

🌷 પ્રસંગ      🌷 સમય અવધિ 🌷
1) લગ્ન પ્રસંગ   - 2 દિવસ 
2) સગાઈ પ્રસંગ - 1 દિવસ 
3) સીમંત પ્રસંગ - 1 દિવસ
4) ધાર્મિક પ્રસંગ - 2 દિવસ

🌸 તેમ છતાં વપરાશકારે સફાઈ તથા વીજળી યુનિટ ચાર્જ આપવાનો રહેશે.....

🌸 ભોજનશાળા (વાડી) ની બાબત નિયમોમાં કોઈ પણ ફેરફાર કરવાનો સંપૂર્ણ હકક પ્રમુખ તથા સેક્રેટરીનો રહેશે.....

પ્રમુખ : મુકેશભાઈ પોપટલાલ દોશી
       મોબાઈલ : 98259 89456
સેક્રેટરી :રાજુભાઈ વિનોદરાય મહેતા 
       મોબાઈલ : 63550 79713

Thursday, October 17, 2024

સરક્યુલર

 

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ
સહર્ષ જણાવવાનું કે 
ક્ષમાપના સંમેલન વખતે જે તપસ્વીઓ હાજર રહી શકેલા નહીં 
અને 
જેમણે પહેલા પોતાના નામ લખાવેલ હતા 
તેમનું યુવક મંડળનું બહુમાન તેમણે  
તા ૧૯/૧૦/૨૦૨૪ના શનિવારે બપોરે ૩:૦૦ થી ૪:૩૦ દરમિયાન 
યુવક મંડળના દાદરના કાર્યાલયમાંથી મેળવી લેવા વિનંતી છે.

સંપર્ક

જીમીશભાઈ ધીરેન્દ્રભાઈ લોદરિયા

૯૮૬૯૧૦૨૭૮૫

Monday, October 14, 2024

Sunday, October 13, 2024

Death


મોરબી નિવાસી હાલ માટુંગા મુંબઇ
સ્વ. ત્રંબકલાલ કરસનજી મહેતાના પુત્રવધૂ
બીના બીપીન મહેતા (ઉં. વ. ૭૪)
તે જીજ્ઞેશના માતુશ્રી,
તે પ્રતીભા દિનેશચંદ્ર, હર્ષિકા હર્ષદભાઇના દેરાણી,
તે રંજનબેન દિનેશભાઇ દોશી અને દિવ્યાબેન રમેશચંદ્ર સંઘવીના ભાભી,
તે પિયર પક્ષે કાંતિલાલ નથુભાઇ વારીઆના સુપુત્રી,
તે દિવ્યકાંત, બીપીન, યોગેશ, કલ્પના, નયના, પલ્લવીના મોટાબેન
શુક્રવાર તા. ૧૧-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે

Monday, October 7, 2024

Tuesday, September 24, 2024

Death/Funeral



 

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ 
સ્વ. ચંચળબેન હેમતલાલ શાહના સુપુત્ર 
પ્રફુલભાઈ (ઉ.વ. ૭૮) 
તે ઉષાબેનના પતિ, 
તે સ્વ.રસિકભાઈ, પ્રવિણભાઇ, સ્વ.નીલમબેન રસીકલાલ મહેતા, મંજુલાબેન સૂર્યકાંત ઠકકર, રંજનબેન ચંદ્રકાન્ત મહેતાના ભાઈ, 
તે વૈશાલી જયેશકુમાર મહેતા,  હેમા ચેતનકુમાર શાહ તથા  શ્રેણિકના પિતા, 
તે રૂચિતા ના સસરા,
તે સ્વ.સુશીલાબેન તથા સ્વ કુંદનબેનના દીયર,
તે રજનીકાંત મનહરલાલ શાહના જમાઈ, 
તે જીયાનના દાદા, 
તે મિનેશ તથા નિલના નાના.
સોમવાર તા.૨૩-૦૯-૨૦૨૪ ના અરિહંતશરણ પામેલ છે

તેમની અંતિમ યાત્રા તા. ૨૪-૯-૨૦૨૪ સવારે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળી ઘાટકોપર હિન્દુ સ્મશાન ભૂમિએ જશે. 

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સરનામું: 
૨૧/૨, દિવ્ય દર્શન, 
જગડુશા નગર, ઘાટકોપર વેસ્ટ, મુંબઇ -૮૬.

શ્રેણિક શાહ. ૮૪૫૧૦૪૧૭૮૦

Friday, September 20, 2024

ક્ષમાપના સંમેલન તથા તપસ્વી તીર્થ યાત્રા પ્રવાસ

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (મુંબઈ)
તથા 
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ (મુંબઈ)
દ્વારા 
લોઢાધામ મહાવીરધામ ખાતે આયોજિત 

ક્ષમાપના સંમેલન તથા
તપસ્વી તીર્થ યાત્રા પ્રવાસ 
રવિવાર તા. ૨૨-૯-૨૪ 
🙏🙏🙏🙏🙏🙏🙏
બસ નીચેના સ્થળેથી ઉપડશે
💥 દાદર 💥 
શ્રી શાંતિનાથ જૈન દેરાસર 
કબુતરખાના પાસે દાદર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
દેવાંગભાઈ 9320678825
દિપેશભાઈ 9820272842
💥ઘાટકોપર💥
શ્રી મુનિસુવ્રત સ્વામી દેરાસર
નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
મહેન્દ્રભાઈ 8779859266
રાજેશભાઈ સંઘવી 9664222014
ધવલભાઈ ખંડોર 8850059432
💥બોરીવલી💥
 શ્રી સંભવનાથ જૈન દેરાસર, 
જાબંલી ગલ્લી, 
બોરીવલી વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
નયનેશભાઈ દોશી 8767262637
રૂષભ દોશી 9773122468
જીગ્નેશભાઈ 9320699797
💥ભાયંદર💥
શ્રી બાવન જીનાલય,
ગણેશ શાક ગલી,
ભાયંદર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
નિલેશભાઈ શેઠ 9664021226

આપેલા કાડૅ સાથે લાવવા ખાસ જરૂરી છે

અવસાન


મોરબી નિવાસી હાલ સાયન 
સ્વ. ઈન્દુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના જમાઈ 
ડો. વિનોદભાઈ વસનજીભાઈ છેડા
તે હેમાબેનના પતિ,
તે દીપક પારેખ, વીણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણિમાબેન જયંતભાઈ શાહ, બિંદુબેન હેતલકુમાર મહેતાના બનેવી, 
તે હીના દીપક પારેખના નણદોઈ  
મંગળવાર તા. ૧૭-૯-૨૦૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તારીખ ૨૦-૯-૨૦૨૪ ના ૪:૦૦ થી ૫.૩૦ 
નારણજી શામજી મહાજન વાડી, 
બીજે માળે, 
ભાઉદાજી રોડ, 
માટૂંગા સે.રેલવે, 
મુંબઈ ૪૦૦૦૧૯  
મધ્યે રાખેલ છે 
લૌકીક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏

Wednesday, September 18, 2024

Death/Funeral


જૂના ઘાટીલા નીવાસી હાલ મુંબઈ 
નીમચંદ હરજીવન લોદરિયાના સુપુત્ર જગદીશના ધર્મપત્ની 
હેમાબેન (ઉ.વ. ૭૧)
તે કાજલ જીજ્ઞેશ પટેલ તથા માનસી જીતેન દેઢિયાના માતુશ્રી, 
તે સ્વ.નવીનભાઈ,સ્વ.રજનીભાઈ, બિપીનભાઈ, નિલમબેન તથા રેખાબેનના ભાભી, 
તે પીયર પક્ષે વ્રજલાલ ચંદુલાલ મહેતાના દીકરી,
તે વસંતભાઈ, પ્રીતિબેન તથા વીણાબેનના બહેન
બુધવાર તા. ૧૮-૦૯-૨૦૨૪ ના રોજ અવસાન પામેલ છ.
તેમની અંતિમ યાત્રા બુધવાર તા. ૧૮-૦૯-૨૦૨૪ ના  બપોરે ૧૨ કલાકે નીચેના સ્થળેથી નીકળશે

Jagdish Lodaria
467 Husainbhai mansion
2nd floor room No 44
Gol Deval, Mumbai 400003
Cremation at Chandanwadi marinlines - Electric

Tuesday, September 17, 2024

શ્રી મચ્છુકાંઠા જૈન વિસાશ્રીમાળી મહિલા મંડળ ગરબા કોમ્પીટીશન

શ્રી મચ્છુકાંઠા જૈન વિસાશ્રીમાળી મહિલા મંડળ


ખુશખબર!!  ખુશખબર!!!


આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે પ્રોગ્રામ અમે લઈને આવી રહ્યા છીએ.

જી હા, બરાબર છે,

ઝાંઝરના ઝણકારે, 

             બંગડીના રણકારે,

તાલીઓના તાલે,

              ગરબે ઘુમવા આવો.

નવરાત્રિ મહોત્સવ માં રમઝટ બોલાવવા બહેનો તૈયાર થઈ જાવ. આને માટે ડ્રેસકોડ રહેશે, traditional, નવરાત્રિ સ્પેશિયલ બાંધણી, પટોળા અથવા લહેરિયા....

તારા લહેરિયાની લાલ લાલ ભાતે મારું મન મોહી ગયું...


આ વર્ષે ગરબા કોમ્પીટીશન રાઉન્ડ તો રહેશે જ, પરંતુ તે ઉપરાંત ગ્રુપ કોમ્પીટીશન પણ રાખી છે. તમારે તમારું ગ્રુપ બનાવીને રજીસ્ટર કરાવવાનું રહેશે, ગ્રુપ ઓછામાં ઓછું છ બહેનોનું હોવું જોઈએ. દરેક ગ્રુપે પોતાની રીતે તૈયારી કરીને પાંચ મિનીટનું performance આપવાનું રહેશે. 

તમારા ગ્રુપનું રજીસ્ટ્રેશન ૨૦/૯/૨૦૨૪ થી ૩૦/૯/૨૦૨૪ સુધીમાં કમિટી મેમ્બરને કરાવવાનું રહેશે. તે ઉપરાંત આવનાર દરેક જણે પોતાનું રજીસ્ટ્રેશન ગ્રુપમાં કરાવવાનું રહેશે.

તો બહેનો! ગરબે ઘુમવા💃🏻,ઈનામો 🥇🥈🥉જીતવા અને સાથે સાથે delicious🥪🍕😋 અલ્પાહાર માણવા તૈયાર છો ને?

Prizes for,

Best dress,

Best performance,

Best group performance and lucky draw prizes.

સ્થળઃ લખમશી નપુ હોલ (રામવાડીની બાજુમાં)

૩૧૧, ચંદાવરકર રોડ

માટુંગા (સે.રે.)

સમયઃ ૫/૧૦/૨૦૨૪, શનિવાર,

બપોરે ૩ થી ૭ સુધી


આવનાર દરેક મેમ્બરે બહેનો ૧૦૦/-₹ એન્ટ્રી ફી ભરવાની રહેશે.

મહેમાન બહેનો માટે ફી ૩૦૦/-₹ રહેશે. પાંચ વર્ષથી ઉપરના બાળકોની ફી પણ ૩૦૦/-₹ રહેશે. એન્ટ્રી ફી હોલ ઉપર જ આપવાની રહેશે.

લી.

શ્રી મચ્છુકાંઠા વિસાશ્રીમાળી જૈન મહિલા મંડળ મુંબઈ

Sunday, September 15, 2024

ગરબા નાઇટ

શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. પૂ. યુવક મંડળ - ઘાટકોપર
સંગાથે ઉજવે છે 


ગરબા નાઇટ વિથ ડિનર 🕺💃
GARBA NIGHT WITH DINNER 🕺💃
૨૮-૯-૨૦૨૪ શનિવાર સાંજે ૭.૦૦ કલાકે
સ્થળ:
સિટી બેન્કવેટ
યુનિવર્સલ મેજેસ્ટીક,
ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ,
છેડા નગર, મુંબઈ. 
પાસ કિમત ₹ ૬૦૦/-
જુજ કેપેસીટી હોવાથી પાસ વહેલા તે પહેલાના ધોરણે મળશે
લિ.
શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
જયેશ ત્રંબકલાલ દોશી
નિલેશ ભોગીલાલ શેઠ
ચેતન સેવંતીલાલ સંઘવી
માનદ્ મંત્રીઓ
location :
https://maps.app.goo.gl/E9Yy6ANsW5r3gyCQA

Wednesday, September 11, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ સાયન મુંબઈ 
અ.સૌ. શિલ્પાબેન સમીરભાઈ મહેતા (ઉ. વ. ૫૭ )
તે સમીરભાઈ દુલેરાય મહેતાના ધર્મપત્ની, 
તે કુ.દિશા અને દૃષ્ટિના માતુશ્રી,
તે સ્વ.રંજનબેન અને સેવંતીલાલ દલિચંદ દોશીના દિકરી,   
તે ડો. મનોજભાઈ દુલેરાય મહેતા ,સંધ્યાબેન નીશિતભાઈ કોઠારી તથા સોનલબેન રાજેન્દ્રભાઈ સાંગોડકરના ભાભી , 
તે અ.સૌ. હર્ષાબેન મનોજભાઈ મહેતાના દેરાણી, 
તે ભારતીબેન હરેશભાઈ શાહ, તરુણભાઈ અને સ્વ. જીતેશભાઇના બેન 
બુધવાર તા.૧૧-૦૯-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે .
તેમની અંતિમ યાત્રા ગુરુવાર  તા. ૧૨-૦૯-૨૦૨૪  ના  રોજ સવારે ૮ વાગ્યે તેમના 
નિવાસ સ્થાનેથી નીકળશે. 
Address :-
સમીર મહેતા 
૫૩ /૧ , શક્તિ ભુવન ,
લક્ષ્મીબાઈ કેલકર રોડ (સાયન મેઈન રોડ), 
ગંગા વિહાર હોટલ પાસે, 
જૈન સોસાયટી, સાયન પશ્ચિમ, 
મુંબઈ -૪૦૦ ૦૧૯.
તથા 
હિન્દુ સ્મશાન  ભૂમિ,  
ભાઉદાજી રોડ, 
સાયન હોસ્પિટલ ગેટ નંબર ૭ ની સામે જશે.

તેમની બંને પક્ષની 
પ્રાર્થના સભા 
શુક્રવાર તા.૧૩-૦૯-૨૦૨૪ ના રોજ સાંજે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે
લખમસી નપ્પુ હૉલ,૩૧૧, ચંદાવરકર રોડ, માટુંગા (સેન્ટ્રલ રેલવે) ખાતે રાખેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે.
🙏🙏🙏🙏🙏

Tuesday, September 10, 2024

Death/Funeral

વાંકાનેર નિવાસી 
ભુપતરાય રતિલાલ મહેતા (બર્મા વાળા) (ઉં.વ. ૭૭)
તે  રેખાબેનના પતિ, 
તે મહેન્દ્રકુમાર કાનજીભાઈ કામદારના જમાઈ, 
તે  રંજનબેન, શર્મિષ્ઠાબેન, હસુમતીબેનના ભાઈ, 
તે બિનલ અને રિતેશના પિતાશ્રી, 
તે પારસકુમાર તથા જીનલના સસરા, 
તે રૈવત અને વૈરાગીના દાદા, 
તે સ્તુતિ અને જ્ઞાનના નાના 
મંગળવાર તા. ૧૦-૦૯-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની સ્મશાન યાત્રા 
સાંજે ૬  વાગ્યે તેમના નિવાસસ્થાન દેરાશેરી,ચાવડી ચોક, વાંકાનેર થી નીકળશે

 

Monday, September 9, 2024

Tapasvi Tirth Yatra Circular

ઉપર જણાવેલ સેન્ટર પર પાસ લેવાનો સમય નીચે મુજબ છે
દાદર - ૧૦ થી ૫ (સોમવારે બંધ)
મસ્જિદ બંદર - બપોરે ૩ થી ૬
બોરીવલી - ૧૧ થી ૬
ભાયંદર - ૯ થી ૯
ઘાટકોપર - ૧૧ થી  ૧.૩૦ અને ૫ થી ૭ (મો. 9664222014)