Thursday, June 6, 2013

Birth Anniversary (06-06)


1 ) Doshi Nirav Jatin Champaklal
2 ) Doshi Kalpesh Jashwantrai
3 ) Gardi Dharmesh Kishor Prabhulal
4 ) Lodaria Nila Lalit Vallabhdas
5 ) Lodaria Ashwin Navinchandra Nimchand
6 ) Mehta Nilesh Arvind Sukhlal
7 ) Mehta Panna Mahesh Jevantlal
8 ) Mehta Harsha Shashikant Pratapray
9 ) Parekh Jil Divyesh Hasmukhlal
10) Parekh Punita Bhupatray Jethalal
11) Parekh Dr. Niti Praful Vrajlal

Wednesday, June 5, 2013

This Is Hilarious


From the popular TV show "Masquerade" produced by NTV Japan.


Birth Anniversary (05-06)



1 ) Doshi Rina Parag Jashwantlal
2 ) Gandhi Mani Dhirendra Mahadevlal
3 ) Gandhi Jinal Brijesh Sureshchandra Mansukhlal
4 ) Lodaria Rikin Ashwin Navinchandra Nimchand
5 ) Mehta Neel Digant Kantilal Durlabhji
6 ) Mehta Sanjay Kantilal
7 ) Mehta Shushila Ramesh Manharlal
8 ) Parekh Niranjana Indulal Keshavlal
9 ) Patel Ashok Narendraray
10) Sanghavi Mahesh Ghelabhai
11) Sheth Nirmala Mugatlal
12) Sheth Kishor Revashankar
13) Solani Rajendra Ratilal

Death



Native : Wankaner
Currently At : Kandivali, Mumbai
Name of the deceased : Bhavnaben Rajendra Mehta
Age : 58 Years
Date of Death : 03-06-2013.
Husband :Rajendra Ambavidas Mehta
Son : Gaurang
Daughter-in-Law : Ekta
Daughter : Bijal Pravinkumar Patil
Brothers-in-Law (Diyar) : Mahendrabhai, Late Hashmukhbhai
Sisters-in-Law : Jashvantiben Jamnadas Parekh, Late Ansuyaben Chhotalal Gandhi, Hansaben Mahipatray Shah
Father -in-Law : Late Ambavidas Avichal Mehta
Father :Late Laxmichand Chunilal Shah (Morbi)

May Her Soul rest in eternal peace 

વાંકાનેર હાલ કાંદીવલી સ્વ. અંબાવીદાસ અવિચળ મહેતાના પુત્ર રાજેન્દ્રભાઇના ધર્મપત્ની અ. સૌ. ભાવનાબેન (ઉં. વ. ૫૮) તે ગૌરાંગ તથા અ.સૌ. બીજલ પ્રવીણકુમાર પાટીલના માતુશ્રી. અ. સૌ. એકતાના સાસુ,મહેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, જશવંતીબેન જમનાદાસ પારેખ, સ્વ. અનસોયાબેન છોટાલાલ ગાંધી, હંસાબેન મહિપતરાય શાહનાં ભાભી, પિયર પક્ષે મોરબી નિવાસી સ્વ. લક્ષ્મીચંદ ચુનીલાલ શાહના દીકરી સોમવાર તા. ૩-૬-૧૩ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા ૬-૬-૧૩ ગુરુવારના સવાર ૯.૩૦ કલાકે શ્રી સંભવનાથ જૈન દેરાસર, ૩જે માળે, જાંબલીગલી, બોરીવલી (વે.)

Tuesday, June 4, 2013

નવાં જ્ઞાન-વીજ્ઞાન માટે તમારાં દ્વાર ખુલ્લાં રાખજો- મોહમ્મદ માંકડ


હમણાં એક ફીલ્મ આવી ‘ઓ માય ગોડ !’ આજના યુવાનોને આ ફીલ્મે ઘણું ઘેલું લગાડ્યું. ફીલ્મમાં રુઢીવાદી ધાર્મિકતા ઉપર ઘણા પ્રહારો કરાયા છે અને યુવાનોને વીચારતા કરી દે એવા પ્રશ્નો પણ ઉઠાવાયા છે.
આપણે અહીં એ ફીલ્મની વાત કરવી નથી; પરંતુ એમાંથી એક વસ્તુ એ શીખવા જેવી છે કે માનવજીવનને આગળ વધારતા રહેવા માટે જરીપુરાણા ખ્યાલોને વળગી રહેવાને બદલે, નવાં જ્ઞાન માટે જગ્યા કરતાં રહેવું જોઈએ.
જે સંસ્કારોમાં આપણે જનમ્યા હોઈએ છીએ અને ઉછર્યા હોઈએ છીએ તે નકામા છે એમ જાણતા હોવા છતાં; આપણે તેને ત્યજી શકતા નથી. સદીઓ પહેલાં આપણા પુર્વજો જે કાંઈ કરતા હતા એ એમના માટે જરુરી હશે; પરન્તુ આજે પણ આપણે એ જ રીતે જીવવું જરુરી નથી. વૃક્ષ જે રીતે જુનાં પાન ખેરવીને નવું અને તાજું રહે છે એ જ રીતે માણસે પણ તાજા જ રહેવું જોઈએ. પ્રકૃતીના નીયમ મુજબ તાજી વસ્તુ જીવંત છે અને વાસી વસ્તુ મૃત થઈ જાય છે.
દુનીયા બહુ ઝડપથી આગળ ધસી રહી છે. વીજ્ઞાન-ટૅક્નોલૉજીમાં જે ઝડપથી સંશોધનો થઈ રહ્યાં છે એ અકલ્પનીય છે. ખાસ કરીને આજના યુવાનો એનાથી વંચીત ન રહે એ માટે એમને વૈજ્ઞાનીક અભીગમ કેળવતાં શીખવવું જોઈએ.
વીજ્ઞાન સત્યને જાણવા માટે છે. આપણે નક્કી કરી નાખેલાં કાલ્પનીક આધાર વીનાનાં મનઘડંત સત્યોને સાબીત કરવા માટે નથી. મોટા ભાગના માણસો વીજ્ઞાન દ્વારા કશું નવું શીખવાને બદલે, પોતે જે કાંઈ માનતા હોય અથવા તો જુની રુઢીઓ એમના મનમાં જડ ઘાલીને બેઠી હોય, એને પુષ્ટી આપવા માટે જ એનો ઉપયોગ કરતા હોય છે.
નવી વાતને આપણે જલદી સ્વીકારી કે પચાવી શકતા નથી. બાળક જ્યારે પહેલી વાર જાણે છે કે માથા ઉપરનો આસમાની ઘુમ્મટ માત્ર ખાલી જગ્યા છે ત્યારે તે આઘાત અનુભવે છે. આકાશ-જેને તે પોતાની નજરે જુએ છે, તે માત્ર ખાલી જગ્યા કઈ રીતે હોઈ શકે ? અને ખાલી જગ્યા હોય તો કેટલી હશે ? પછી શું હશે ? એની સમજમાં કોઈ રીતે એ વાત ઉતરતી નથી.
એવું જ જ્ઞાન અને વીજ્ઞાનની દરેક બાબતનું છે. દરેક નવી વાતથી માણસ આઘાત અનુભવે છે; પરન્તુ સાચી વાત એના શુદ્ધ સ્વરુપે સ્વીકારવામાં જ માનવજાતનું ભલું થયું છે. સત્યનો જ્યારે આપણે સ્વીકાર કરતા નથી ત્યારે આપણને નુકસાન જ જાય છે. સત્યનો ઈનકાર કરવાથી એનું અસ્તીત્વ મટી જતું નથી.
ગેલીલીયોએ પોતાની કીમતી જીન્દગી ખરચી નાખીને અનેક સંશોધનો કરીને અનેક વખત ખાતરીઓ કર્યાં પછી જ્યારે જાહેર કર્યું કે, સુર્યમાં ડાઘ છે ત્યારે લોકો એના ઉપર ઉકળી ઉઠ્યા. સુર્યને તો લોકો દેવ માનતા હતા એમાં ડાઘ કઈ રીતે હોઈ શકે ?
ગેલીલીયોએ ઘણા માણસોને સુર્યમાં રહેલા ડાઘ બતાવ્યા; છતાં લોકો એ વાત સ્વીકારવા તૈયાર નહોતા. સુર્ય દેવમાં ડાઘ હોઈ શકે જ નહીં; દુરબીન ખોટું. ગેલીલીયોને એમણે ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધમાં વાત કરવા બદલ જેલમાં પુરી દીધો. લોકોને ગેરરસ્તે દોરવા બદલ અને જુઠી વાતો કરવા બદલ ધર્મગુરુઓએ તેને માફી માગવા કહ્યું. ગેલીલીયો શરુઆતમાં તો પોતાની વાત ઉપર અડગ રહ્યો; પરંતુ એને એટલો ત્રાસ અપાયો કે આખરે એ ભાંગી પડ્યો અને છેવટે એણે કબુલ કરી લીધું કે, સુર્યમાં ડાઘ હોવાની વાત ખોટી છે. પોતે પાપ કરેલું છે અને એ બદલ પોતે માફી માગે છે.
જગતના મોટા ભાગના સંશોધકોની બાબતમાં આવું જ બન્યું છે. કેટલાકને મારવામાં આવ્યા છે, તો કેટલાકની કતલ પણ કરી નાખવામાં આવી છે. સાચી વાત કહેવા બદલ જગતના મહાન સંશોધકોએ, આપણે આજે તો કલ્પી પણ ન શકીએ એવાં એવાં જુલમ અને યાતનાઓ સહન કર્યાં હતાં. અને આવી યાતનાઓ આપનારા એમના સમયના મોટા પંડીતો અને વીદ્વાનો જ હતા. એવા પંડીતો કે જેમનાં મગજ જુની વાતોથી ભરાયેલાં હતાં. નવાં જ્ઞાન માટે એ મગજમાં કોઈ જગ્યા જ નહોતી.
અહીં એક જાપાનીઝ ઝેન સાધુની નાનકડી વાત યાદ આવી જાય છે. એક વાર ઝેન ગુરુ નાન-ઈન પાસે એક વીદ્વાન પ્રૉફેસર આવ્યા. ઝેન ગુરુ તો શાંત અને સ્વસ્થ ચીત્તે પોતાનામાં લીન હતા.
પ્રૉફેસરે કહ્યું, “ગુરુ, મને ઝેન વીશે જ્ઞાન આપો.”
નાન-ઈને કહ્યું, “ચાલો, પહેલાં આપણે થોડી ચા પીએ.”
બન્ને બેઠા. ઝેન ગુરુએ ચાની કીટલી લઈને કપમાં ચા રેડવાનું શરુ કર્યું. કપ ભરાઈ ગયો; છતાં તેમણે તો ચા રેડવાનું ચાલુ જ રાખ્યું.
એ જોઇને પ્રૉફેસરથી એકદમ બોલી જવાયું, “અરે, કપ તો ભરાઈ ગયેલો છે. ચા તો એમાંથી ઉભરાઈને બહાર ઢોળાય છે.”
“હું પણ એ જ કહું છું,” ઝેન સાધુએ કહ્યું, “જે (મગજ) ભરાઈ ગયેલું હોય, એમાં કઈ રીતે નવું કશું સમાઈ શકે ?”
જે પોતાની જાતને વીદ્વાન માને છે એનું મગજરુપી પાત્ર હમ્મેશાં છલોછલ ભરેલું જ રહે છે એટલે એમાં નવું કશું ઉમેરી શકાતું નથી. અને જે જુનું હોય છે એ વાસી થઈ ગયેલું હોય છે. હમ્મેશાં વાસી વસ્તુઓ કાઢતાં રહેવું જોઈએ અને તાજી વસ્તુઓ માટે જગા કરતાં રહેવું જોઈએ.
અગાઉ રાજા મહારાજાઓ માત્ર એક જ વસ્ત્ર પહેરતા. ઉપરનું શરીર ઉઘાડું રાખતા. હાથ ઉપર બાજુબંધ અને કડાં પહેરતા. શરીરે ઘરેણાંનો ઠઠારો કરતા. આજે એવું વસ્ત્ર પરીધાન કોઈ કરતું નથી-માત્ર ટીવી સીરીયલો કે નાટક, ફીલ્મમાં જ એ જોવા મળે છે. એવો પહેરવેશ પહેરીને આજે કોઈ પોતાના વેપાર-ધંધાના સ્થળે કે સરકારી કચેરીઓમાં જતું નથી અને જાય તો ?
એક વખત જે પ્રતીષ્ઠા આપનારી વસ્તુ હોય છે એ જ વસ્તુ વખત જતાં કેટલીક વાર હાસ્યાસ્પદ પણ બની જતી હોય છે. એટલે જુની માન્યતાઓ, રુઢીઓ અને અજ્ઞાનને સંગ્રહી રાખવાને બદલે એને તજી દેતાં શીખવું જોઇએ.
કેટલાક એવા વીદ્વાનો પણ હોય છે જે માહીતીનો ભંડાર હોવાનો દેખાવ કરવા માટે નવાં જ્ઞાનને પોતાના મગજના કમ્પ્યુટરમાં સંઘરી રાખે છે અને એનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કે પોતાની માન્યતાઓને સાચી સાબીત કરવા માટે એક દલીલ તરીકે જ કરે છે. આવા માણસોને વીજ્ઞાનનું જ્ઞાન હોવા છતાં; એ જ્ઞાનનો કોઈ ફાયદો મળતો નથી. બહુ ઓછા માણસો આધુનીક જ્ઞાનનો પોતાની જ્ઞાનની પ્યાસ બુઝાવવા માટે અભ્યાસ અને સ્વીકાર કરતા હોય છે.
ફીલ બોસ્મન્સનું એક પુસ્તક છે - Give happiness a chance - સુખને એક અવસર તો આપો. સત્યને પામવા માટે, હું અહીં વીજ્ઞાનને એક અવસર આપવાની વાત કરું છું. સત્યને આવકારવા માટે તમારાં મનનાં કમાડ હમ્મેશાં ખુલ્લાં રાખજો. સત્યનો સ્વીકાર કરનારને હમ્મેશાં ફાયદો થાય છે. માનવજાતે જે કાંઈ પ્રગતી કરી છે એ વીજ્ઞાન અને સત્યને આભારી છે.
બાકી તો, સત્યના પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન થયા જ કરે છે. આપણે જો એનો ઉપયોગ કરી શકીએ તો આપણાં દીલમાં દીવો થઈ શકે છે. અને જો ઉપયોગ ન કરી શકીએ તો આપણે અંધારામાં અથડાતા રહીએ છીએ. જ્ઞાનની નદી તો વહેતી જ રહે છે, એ આપણી ઓશીયાળી નથી. જે એમાં ડુબકી મારે છે એ સ્વચ્છ થાય છે કે જે એમાંથી પાણી પીએ છે એની તરસ છીપે છે.
અહીં એક વાત યાદ રાખવાની જરૂર છે. વીજ્ઞાનની માન્યતાઓ પણ બદલાયા કરે છે. એક વ્યક્તી આજે જે સાબીત કરે છે તે વાત કાલે ખોટી પડી શકે છે. આપણે ધીરજપુર્વક સત્યનો સ્વીકાર કરવો જોઈએ; આંખો બંધ ન કરી દેવી જોઈએ. આ જગતને બાળકના કુતુહલથી જોતાં શીખવું જોઈએ.

અક્ષરાંકન: ગોવિંદ મારૂ                                             
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Birth Anniversary (04-06)


1 ) Gandhi Nayna Bharat Fulchand
2 ) Mehta Ramniklal Kapurchand
3 ) Mehta Rita Shailesh Mohanlal Karsanji
4 ) Mehta Julan Rajnikant Himmatlal
5 ) Mehta Viresh Hargovinddas
6 ) Parekh Jay Mukund Kantilal
7 ) Shah Leena Vipul Sheth
8 ) Shah Nidhi Hitesh Sevantilal
9 ) Shah Mayur Shailesh Manilal
10) Sheth Sahil Milan Chandravadan

Monday, June 3, 2013

Notebook & Stationery Distribution Circular

For the first 9 pages of circular click here

For Pages 10 to 18 of circular click here




Martin And Marielle's High-Flying Dance Routine - Britain's Got Talent 2013


Martin and Marielle's passionate performance at Britain's Got Talent 2013 Semi-Final 2.

 


Birth Anniversary (03-06)


1 ) Lodaria Girish Jamnadas
2 ) Mehta Moksh Shreyansh Kishor Jayantilal
3 ) Mehta Anisha Prakash Maganlal
4 ) Patel Pranav Nilesh Chhabildas
5 ) Sanghavi Jyoti Nautamlal Nanalal
6 ) Shah Kathan Chandresh Dineshbhai
7 ) Shah Dhyey Hitesh Dineshbhai
8 ) Shah Parth Parag Navinbhai

Sunday, June 2, 2013

તમે આસ્તીક કે નાસ્તીક ?-દીનેશ પાંચાલ


એક ગામમાં આસ્તીકો અને નાસ્તીકો વચ્ચે ઈશ્વરના અસ્તીત્વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્તીકો અને નાસ્તીકો સૌ ત્યાં દોડી ગયા. સૌએ ધક્કા મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારનાં બધાં જ માટલાં ભાંગી ગયાં હતાં. નુકસાન જોઈ કુંભારની આંખમાં આસું આવી ગયાં. આસ્તીકો અને નાસ્તીકોએ થોડા થોડા પૈસાનો ફાળો એકત્ર કરી નુકસાન ભરપાઈ કરી આપ્યું.
કુંભારે સૌનો આભાર માની જીજ્ઞાસાવશ પુછ્યું, ‘તમે સૌ અહીં શા માટે ભેગા થયા છો?’ બધાએ જવાબ આપ્યો, ‘અમે ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવા અહીં ભેગા થયા છીએ.’ કુંભારે પુછ્યું, ‘પછી શું થયું ? કોઈ નીવેડો આવ્યો ?’ જવાબ મળ્યો, ‘ના…ચર્ચા હજી ચાલુ છે.’  કુંભારે જરા સંકોચ સાથે કહ્યું, ‘તમે બધા વીદ્વાનો છો. હું તો બહુ નાનો માણસ છું. મને એક પ્રશ્નનો જવાબ આપો,’ કહી કુંભારે આસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે મારી મદદે આવ્યા, તે શું વીચારીને આવ્યા ?’ આસ્તીકોએ કહ્યું, ‘અમે એવો વીચાર ર્ક્યો કે મુશ્કેલીમાં આવી પડેલા માણસને મદદ નહીં કરીએ તો એક દીવસ ભગવાનના દરબારમાં હાજર થવાનું છે ત્યાં શો જવાબ દઈશું ?’
કુંભારે નાસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે તો ભગવાનમાં નથી માનતા ! તમે કેમ મારી મદદે આવ્યા ?’ નાસ્તીકોએ કહ્યું, ‘અમે માનીએ છીએ કે માણસ જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે આકાશમાંથી કોઈ ભગવાન તો મદદ કરવા આવવાનો નથી ! માનવતાને નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ !’ કુંભારે આગળ કહ્યું, ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્યા, મને આર્થીક મદદ પણ કરી, હું માનું છું કે મારે માટે તો તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા પછી તમે ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારો કે નકારો, કોઈ જ ફરક પડતો નથી. ભાઈઓ, આસ્તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાનાં કામો કરવાં અને નાસ્તીક છે તેમણે ભગવાન નથી, તેથી આ તો આપણી જ ફરજ છે એમ સમજી માનવતાનાં કામો કરવાં જોઈએ !’ કહી કુંભાર તો રસ્તે પડ્યો..
કુંભારની વાત પેલા આસ્તીકો અને નાસ્તીકો સમજ્યા કે નહીં તેની જાણ નથી; પણ આપણને એક વાત સમજાય છે. ઈશ્વર છે કે નહીં તેની ચીંતા કર્યા વીના માણસે દુનીયામાં ભલાઈનાં કામો કરતા રહેવું જોઈએ. ભગવાન હશે તોય તેમને એવા જ આસ્તીકો ગમશે જે માણસના ઘોંચમાં પડેલા ગાલ્લાને ધક્કો મારી બહાર કાઢી આપે અને નાસ્તીકો માટે તો તેને કોઈ ફરીયાદ જ ન રહે જો તેઓ લોકોનાં ડુબતાં વહાણ તારશે, દુખીઓનાં આંસુ લુછશે. આસ્તીકતા કે નાસ્તીકતા કરતાં માનવતા મહાન છે. માનવતા જ સાચી પ્રભુતા છે. દરેક માનવીને પેલા કુંભાર જેટલી સમજ મળી જાય તો..!
અક્ષરાંકન: ગોવીન્દ મારુ
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર

Birth Anniversary (02-06)


1 ) Doshi Dharmin Dineshbhai
2 ) Shah Jineshwari Harshil
3 ) Mehta Hetal Hasmukh Jethalal
4 ) Parekh Dina Vipul Indukumar Shah
5 ) Parekh Himanshu Kanakbhai Somchand
6 ) Sanghavi Ashok Mahendra
7 ) Shah Tejal Vipul Anopchand Juthalal
8 ) Shah Vaibhav Sanjay Ravichand
9 ) Shah Virendra Padamshi
10) Sheth Hemant Ramniklal
11) Sheth Darshini Jignesh Anantrai Sumatichandra

Death



Native : Tikar, Rann
Currently At : Akola

Name of the deceased : Manishkumar Rasiklal Mehta
Age : 47 Years
Date of Death : 31-05-2013 
Wife :Rupaben
Daughter : Chaitali Brothers : Hiteshbhai, Rajeshbhai, Jayeshbhai
Sister : Hema Pareshkumar Shah 
Father :Rasiklal Dalichand Mehta Father-in-Law : Narottamdas Vallabhdas Shah (Karjawala)
May His Soul rest in eternal peace 


ટિકર (રણ) હાલ આકોલા રસીકલાલ દલીચંદ મહેતાના પુત્ર મનીષકુમાર (ઉં. વ. ૪૭) તે ૩૧-૫-૧૩ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે હીતેશભાઇ, રાજેશભાઇ, જયેશભાઇ તથા હેમા પરેશકુમાર શાહના ભાઇ. રૂપાબેનના પતિ. ચૈતાલીના પપ્પા અને નરોત્તમદાસ વલ્લભદાસ શાહ કારંજાવાળાના જમાઇ. પ્રાર્થનાસભા ૪-૬-૧૩ મંગળવારના સવારે ૧૦ વાગે આકોલા મુકામે રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.

Saturday, June 1, 2013

Multi-Million Dollar Dream Garage


This dream garage belongs to billionaire Craig Jackson, and within it are some of the most valuable cars in the world.



Birth Anniversary (01-06)


1 ) Gandhi Sarika Shailesh Himmatlal
2 ) Lodaria Minal Divyesh Nagindas Nandlal
3 ) Mehta Viraj Nitesh Dhirajlal Durlabhji
4 ) Mehta Dakshesh Shashikant Chunilal
5 ) Mehta Vijay Bhogilal
6 ) Shah Bhavesh Prafull Maneklal
7 ) Shah Mukesh Hasmukhray
8 ) Shah Sheetal Dilesh Rameshchandra
9 ) Shah Jyoti Prakash Ravichand
10) Shah Deepak Hasmukhlal
11) Trevadia Vanita Jayesh Ujamshi

Death


Native : Wankaner
Currently At : Calcutta

Name of the deceased : Prabhaben Chhotalal Shah 
Age : 77 Years
Date of Death : 30-05-2013 
Husband :Chhotalal Chatrabhuj Shah
Father-in-Law : Chatrabhuj Rupchand Shah
Nephew: Kishore Nyalchand Shah 
Brother : Kishorechandra Revashankar Sheth
 
May Her Soul rest in eternal peace 


વાંકાનેર હાલ કલકત્તા સ્વ. છોટાલાલ ચત્રભુજ રૂપચંદ શાહના ધર્મપત્ની પ્રભાબેન (ઉં. વ. ૭૭) તે કિશોરભાઈ ન્યાલચંદ શાહના કાકી, તે કિશોરચંદ્ર રેવાશંકર શેઠના બહેન તા. ૩૦-૫-૧૩ને ગુરુવારના કલકત્તા મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૬-૧૩ને સોમવારે કલકત્તા મુકામે રાખેલ છે.