નીતા અંબાણીના ઘરે ચા પીવી છે?
એક દિવસ એન્ટિલા ખાતે એક ભાઈ નીતાબેન અંબાણીને મળવા ગયા અને જે વાર્તાલાપ થયો તે રજુ કરું છું.
નીતાબેન: ભાઈ શું લેશો, ચા,કોફી, ઠંડું, ફ્રુટ જ્યુસ, સોડા, હોટચોકલેટ, નેસ કોફી.
જવાબ: ચા ચાલશે
નીતાબેન: સિલોનની ચા, ઇન્ડિયાની ચા, હર્બલ ચા, બુશ ચા, હની બુશ ચા, આઈસ ટી કે પછી ગ્રીન ટી?
જવાબ: સિલોનની ચા
નીતાબેન: સફેદ કે કાળી?
જવાબ: સફેદ
નીતાબેન: દૂધ કે પછી ફ્રેશ ક્રીમ?
જવાબ: દુધવાળી
નીતાબેન: પાવડરનું દૂધ કે તાજું દૂધ?
જવાબ: તાજું દૂધ
નીતાબેન: ગાયનું દૂધ કે બકરીનું દૂધ?
જવાબ: ગાયનું દૂધ
નીતાબેન: ન્યઝીલેન્ડની ગાય કે પછી આફ્રિકન ગાય?
જવાબ: આફ્રિકન ગાયનું દૂધ સારું રહેશે.
નીતાબેન: ચામાં તમે શું પસંદ કરશો? ખાંડ, સ્પ્લેન્ડા, મધ કે પછી કંઈપણ નહીં?
જવાબ: ખાંડ.
નીતાબેન: બીટ સુગર કે કેન સુગર?
જવાબ: કેન સુગર
નીતાબેન: સફેદ, બ્રાઉન કે યલો સુગર?
જવાબ: એના કરતાં એક કામ કરો નીતાબેન, મને એક ગ્લાસ પાણી આપી દો!
નીતાબેન: મીનરલ વોટર, ડીસ્ટીલ વોટર, નળનું કે કુવાનું પાણી?
જવાબ: મીનરલ વોટર
નીતાબેન: ફ્લેવરવાળું કે ફ્લેવર વગરનું?
જવાબ: મને લાગે છે કે હું પાણી પીધા વગર જ મરી જઈશ ! એજ સારું રહેશે.
નીતાબેન: ભાઈ, તમે કઈ રીતે મરવા માંગો છો? અમારા શેરહોલ્ડર તરીકે કે પછી માન્ય ડીલર તરીકે?
નોંધ: પેલા ભાઈનો કોઈ અત્તોપત્તો નથી, એક અફવા એવી છે કે એ ભાઈ હાલમાં ગાંડાની હોસ્પીટલમાં છે.
મોકલનાર : જયેશ દોશી
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.