Showing posts with label ગરબા. Show all posts
Showing posts with label ગરબા. Show all posts

Tuesday, September 17, 2024

શ્રી મચ્છુકાંઠા જૈન વિસાશ્રીમાળી મહિલા મંડળ ગરબા કોમ્પીટીશન

શ્રી મચ્છુકાંઠા જૈન વિસાશ્રીમાળી મહિલા મંડળ


ખુશખબર!!  ખુશખબર!!!


આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે પ્રોગ્રામ અમે લઈને આવી રહ્યા છીએ.

જી હા, બરાબર છે,

ઝાંઝરના ઝણકારે, 

             બંગડીના રણકારે,

તાલીઓના તાલે,

              ગરબે ઘુમવા આવો.

નવરાત્રિ મહોત્સવ માં રમઝટ બોલાવવા બહેનો તૈયાર થઈ જાવ. આને માટે ડ્રેસકોડ રહેશે, traditional, નવરાત્રિ સ્પેશિયલ બાંધણી, પટોળા અથવા લહેરિયા....

તારા લહેરિયાની લાલ લાલ ભાતે મારું મન મોહી ગયું...


આ વર્ષે ગરબા કોમ્પીટીશન રાઉન્ડ તો રહેશે જ, પરંતુ તે ઉપરાંત ગ્રુપ કોમ્પીટીશન પણ રાખી છે. તમારે તમારું ગ્રુપ બનાવીને રજીસ્ટર કરાવવાનું રહેશે, ગ્રુપ ઓછામાં ઓછું છ બહેનોનું હોવું જોઈએ. દરેક ગ્રુપે પોતાની રીતે તૈયારી કરીને પાંચ મિનીટનું performance આપવાનું રહેશે. 

તમારા ગ્રુપનું રજીસ્ટ્રેશન ૨૦/૯/૨૦૨૪ થી ૩૦/૯/૨૦૨૪ સુધીમાં કમિટી મેમ્બરને કરાવવાનું રહેશે. તે ઉપરાંત આવનાર દરેક જણે પોતાનું રજીસ્ટ્રેશન ગ્રુપમાં કરાવવાનું રહેશે.

તો બહેનો! ગરબે ઘુમવા💃🏻,ઈનામો 🥇🥈🥉જીતવા અને સાથે સાથે delicious🥪🍕😋 અલ્પાહાર માણવા તૈયાર છો ને?

Prizes for,

Best dress,

Best performance,

Best group performance and lucky draw prizes.

સ્થળઃ લખમશી નપુ હોલ (રામવાડીની બાજુમાં)

૩૧૧, ચંદાવરકર રોડ

માટુંગા (સે.રે.)

સમયઃ ૫/૧૦/૨૦૨૪, શનિવાર,

બપોરે ૩ થી ૭ સુધી


આવનાર દરેક મેમ્બરે બહેનો ૧૦૦/-₹ એન્ટ્રી ફી ભરવાની રહેશે.

મહેમાન બહેનો માટે ફી ૩૦૦/-₹ રહેશે. પાંચ વર્ષથી ઉપરના બાળકોની ફી પણ ૩૦૦/-₹ રહેશે. એન્ટ્રી ફી હોલ ઉપર જ આપવાની રહેશે.

લી.

શ્રી મચ્છુકાંઠા વિસાશ્રીમાળી જૈન મહિલા મંડળ મુંબઈ

Sunday, September 15, 2024

ગરબા નાઇટ

શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. પૂ. યુવક મંડળ - ઘાટકોપર
સંગાથે ઉજવે છે 


ગરબા નાઇટ વિથ ડિનર 🕺💃
GARBA NIGHT WITH DINNER 🕺💃
૨૮-૯-૨૦૨૪ શનિવાર સાંજે ૭.૦૦ કલાકે
સ્થળ:
સિટી બેન્કવેટ
યુનિવર્સલ મેજેસ્ટીક,
ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ,
છેડા નગર, મુંબઈ. 
પાસ કિમત ₹ ૬૦૦/-
જુજ કેપેસીટી હોવાથી પાસ વહેલા તે પહેલાના ધોરણે મળશે
લિ.
શ્રી મચ્છુકાંઠા વીશાશ્રીમાળી જૈન સમાજ - મુંબઈ
જયેશ ત્રંબકલાલ દોશી
નિલેશ ભોગીલાલ શેઠ
ચેતન સેવંતીલાલ સંઘવી
માનદ્ મંત્રીઓ
location :
https://maps.app.goo.gl/E9Yy6ANsW5r3gyCQA