skip to main |
skip to sidebar
ધર્મ જેવું જ આજે ક્યાં છે?
ખરેખર ષડ્ રીપુ દુર થાય તો
મનુષ્યને આત્માનો વીજય મળે જ તેમાં પણ શંકા નથી; પરંતુ આજે ભારતમાં ધર્મ
જેવું જ ક્યાં રહ્યું છે ? કેટલાંય મંદીરો છે અને દરેક વાડાનાં મંદીરો વળી
જુદાં જુદાં, મહંતો જુદા જુદા અને તે પંથ(વાડા)ને માનનારાં પણ જુદા જુદા !
આ વાડાબંધી દુર થાય અને મંદીરો બાંધવાનું બંધ થાય તો જ ધર્મ વીશે કંઈક કરી
શકાય અને વ્યક્તીને આ ષડ્ રીપુ ધીમે ધીમે ઓછાં કરવાની સમજ આપી શકાય. પરંતુ
ગણ્યા ગણાય નહીં એટલા પંથ અને દરેકનાં મંદીરો તથા મહંતો-સંતો ! આ બધાં
પાછાં ‘મેં ભી ડીચ !’ કરીને પોતાના પંથને જ દુનીયાનો સાચો ધર્મ–પંથ માને છે
અને અનુયાયી પાસે મનાવડાવે છે ! પછી ધર્મ જેવું રહેતું જ નથી. ધર્મની
હાટડીઓવાળા સંતો પોતાના અહંકાર પ્રમાણે જ બધાને દોરે છે, માર્ગદર્શન આપે
છે. એમાં સાચો ધર્મ અલોપ થઈ જાય છે. પોતે વૈભવી એરકન્ડીશન્ડ ગાડીઓમાં
ફરવું, રહેવું અને પ્રજાને મુરખ બનાવી એશઆરામ કરવો. બધી જાતનાં ભૌતીક
ભોગો-ઐયાશી-ભોગવવાં તે સીવાય એ હાટડીસંતોને બીજું દેખાતું જ નથી, સમજાતું
નથી એટલે પોતે જ કામ, ક્રોધ, મોહ વગેરે ષડ્ રીપુ છોડી શકતા નથી તો સામાન્ય
વ્યક્તી તો માર્ગદર્શન વગર અટવાઈ તેમાં નવાઈ નહીં ! માનવી બીજા માનવીને
મનુષ્ય તરીકે જોતાં શીખે અને વર્તે તો પણ ઘણું કહેવાય ! માનવીને જ માનવીની
કીંમત નથી, પછી ષડ્ રીપુ ક્યાંથી છુટે ? ઉલટા વધારે ઉંડા ઘુસી જાય ! અને
આમાં જ ધર્મની અધોગતી થાય છે. ‘ધર્મ એટલે તો ફરજ’ ! ઈશ્વરે મનુષ્યને ભૌતીક જીવનમાં જે ફરજો બજાવવાની આપી છે તે પ્રમાણે માનવી ચાલે તે જ ધર્મ ! ધર્મ કાંઈ વાડામાં બંધાય ?
–ડૉ. કે. ટી. સોની,
‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…..
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.