Sunday, September 22, 2013

રમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી

સંતા : ‘મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે. પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે ?’
બંતા : ‘જો ભાઇ, સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ પત્ની સંભાળવી બહુ અઘરી છે.’
*****
રીના : ‘હું એક એવા ખુશ મિજાજ વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું કે જે સારું ગાતો હોય, સારો નૃત્યકાર હોય, મને રોજ નવી જની જગ્યાઓ દેખાડે, દર અઠવાડીયે ફિલ્મ બતાવે, દુનિયાભરની વાતો કરે, હું બોલવાનું કહું તો જ બોલે અને હું ચૂપ રહેવાનું કહું તો તે ચૂપ થઇ જાય.’
રીટા : ‘મારા માનવા મૂજબ તને પતિ નહી પણ ટીવીની જરૂર છે.’
*****
સંતા એક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો કે તરત તેની પત્નીને તેડી લીધી.
પ્રિતો : ‘કેમ આજે ગુરૂજીએ રોમાન્સ પર પ્રવચન આપ્યું છે ?’
સંતા : ‘ના, ગુરૂજીએ કહ્યું છે પોતાનું દુ:ખ પોતે ઉપાડો…’
*****
બંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.
બંતા : ‘મુછ રાખવી છે ?’
સંતા : ‘હા રાખવી છે.’
બંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે ?’
*****
છગન : ‘મેં એક જાણીતા ડિટરજન્ટથી મારો શર્ટ ધોયોને ચડી ગયો.’
દુકાનદાર : ‘એમાં આટલી ચિંતા શું કામ કરો છો ? તો હવે તમે તેનાથી જ નાહી લો ને !’
*****
એક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી.
એક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં. આમ લગભગ પાંચેકવાર બન્યું.
આથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’
*****
એક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’
કાપી નાખ્યો..!!
થોડા દિવસ પછી બીજો પણ લીલો…
તેને પણ કાપ્યો..
તે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…!!
થોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..!!
ડોક્ટર કહે : ‘હવે ખબર પડી…!! તમારી લૂંગીનો રંગ જાય છે..!!’
*****
સંતાસિંહ ખતરનાક વાઘણ ખરીદી લાવ્યો. લોકોએ તેને આ પ્રકારની ખરીદી વિશે પુછ્યું.
સંતા કહે : ‘મારી પત્નીનો બે મહિના પહેલા દેહવિલય થયો. તેના જવાથી મને ઘરમાં બહુ સુનું સુનું લાગતું હતું.’
*****
સંતાના તાજેતરમાં લગ્ન થયાં હતાં તો પણ તે મોડે સુધી ઓફિસમાં રોકાતો. આથી તેના અધિકારીએ તેના મોડે સુધી રોકાવાના કારણ વિશે પુછ્યું.
સંતા : ‘મારી પત્ની પણ નોકરી કરે છે. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું છે કે જે ઘરે વહેલું પહોંચે તે રાતનું જમવાનું બનાવે.’
*****
માનવી લગ્ન શા માટે કરે છે ?
માનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે.
*****
સંતા બંતા અને તેનો મિત્ર મોટરસાઇકલ પર ત્રિપલ સવારીમાં જતાં હતાં તે જોઇ પોલીસે રોક્યા.
તમને ખબર નથી ત્રિપલ સવારી નો દંડ ભરવો પડે છે ?
આ ખબર છે અમે તો મારા મિત્રને મુકવા જઇ રહ્યા છીએ.
*****
એક ભિખારીને એક દિવસ ભિખમાં એક પૈસો ન મળ્યો. તેને ભગવાનને અરજ કરી.
‘હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.’
આગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા ભિખારી તરત બોલ્યો :
‘હે ભગવાન ખરા છો તમે ! આઠ આના પહેલેથી જ કાપી લીધા…!!’
*****

Birth Anniversary (22-09)




1 ) Lodaria Dhwani Vijay Maganlal
2 ) Mehta Mitesh Mahendrakant Vadilal
3 ) Mehta Priti Naresh Khodidas
4 ) Parekh Sahil Chetan Umedchand
5 ) Sanghvi Krupa Manilal
6 ) Sanghvi Rajesh Lalitrai Kantilal
7 ) Shah Yash Shailesh Shankarlal
8 ) Shah Rakhi Bhavik Chandravadan
9 ) Sheth Kavya Vishal Kirit Navalchand
10) Late Sheth Bhogilal Lalchand


From M V J SAMAJ

Saturday, September 21, 2013

Death


Native :Wankaner
Currently At : Kandivali, Mumbai 
Name of the deceased :Hansaben Mahendrakumar Shah
Age : 68 Years
Date of Death : 17-09-2013.
Husband :Mahendrakumar Champaklal Shah
Son : Vishal
Daughter-in-Law : Dhara
Daughter : Nipa
Son-in-Law : Hiren Rameshchandra Shah
Brother-in-Law (Jeth): Lalitbhai
Sister-in-Law : Chandrakalaben Rasiklal Shah
Father: Hematlal Shamjibhai Vora

May Her Soul rest in eternal peace
વાંકાનેર હાલ કાંદીવલી મહેન્દ્રકુમાર ચંપકલાલ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૬૮) તે નીપા તથા વિશાલના માતુશ્રી. ધરા, હીરેન રમેશચંદ્ર શાહના સાસુ. ચંદ્રકળાબેન રસીકલાલ, લલીતભાઇના નાનાભાઇના પત્ની તથા પિયર પક્ષે હેમતલાલ શામજીભાઇ વોરાના પુત્રી. ૧૭-૯-૧૩ મંગળવારે અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા બંને પક્ષ તરફથી ૨૨-૯-૧૩ના રવિવારે ૧૦ કલાકે રાખેલ છે. સ્થળ: હરીરામ અગ્રવાલ હોલ, શંકર ગલી, જૈન દેરાસરની સામે, કાંદીવલી (વે.).

Jumpy The Dog

Jumpy the Border Collie knows a lot of cool tricks.


Birth Anniversary (21-09)



1 ) Doshi Rupesh Amrutlal Bhudarlal
2 ) Doshi Vidhi Harshad Kishorchandra Damjibhai
3 ) Gandhi Khusboo Aashish Manharlal
4 ) Khandor Jayshree Mahendra Ujamshi
5 ) Lodaria Kamlesh Panachand
6 ) Mehta Rupa Kamlesh Shashikant Pranjivandas
7 ) Mehta Hiten Nagindas
8 ) Mehta Ami Dilip Ratilal
9 ) Mehta Darshan Rahul Indrakumar
10) Parekh Nemi Jayesh Prabhudas
11) Patel Niranjana Anantrai Nemchand
12) Sanghvi Rajesh Vinodrai Mansukhlal
13) Shah Yash Atul Gunvantray
14) Shah Tejal Dipen Madhukar Shantilal
15) Shah Kahani Hitesh Dineshchndra Himatlal
16) Shah Bhavna Jayesh Rasiklal
17) Shah Hetal Kashyapkumar Desai
18) Shah Sahil Hemant Dhirubhai
19) Shah Ankita Rajen Dhirubhai
20) Sheth Alpa Nalin Jivraj
21) Vora Divya Bharat Hematlal


From M V J SAMAJ

Friday, September 20, 2013

અપરિચય– ગુણવંત શાહ

રેલવે લાઈન પર કામ ચાલતું હોય ત્યારે બે સ્ટેશનો વચ્ચેના ઉજ્જડ એકાંતમાં થોડાંક તગારાં અને તીકમ શાંતિના ગઢમાં ગાબડું પાડતાં રહે છે. ભીડને લીધે સડસડાટ વહી જતી ગાડી ધીમી પડે છે અને પછી સલૂકાઈથી રવાના થઈ જાય છે. કામ કરતા મજૂરો એ ગાડી દેખાય ત્યાં સુધી એક પ્રકારની વસ્તીનો અનુભવ કરે છે. ગાડી દેખાતી બંધ થાય એટલે તીકમ-પાવડા અને તગારાંનો સંસાર શરૂ થાય છે.
જીવનની ગાડીનો માર્ગ આવો નિશ્ચિત નથી હોતો. ઉડ્ડયન કદી પાટે પાટે નથી થતું. પુસ્તકિયું જ્ઞાન ટ્રેઈનની મુસાફરી જેવું છે. બે સ્ટેશનો વચ્ચે પાસ કઢાવીને રોજ અપ-ડાઉન કરનારો વર્ષો સુધી એમ કરે તોય ઝાઝું જોવા નથી પામતો. પાટાની આસપાસની મર્યાદિત સૃષ્ટિ જ એ જાણવા પામે છે. એનાં એ જ મકાનો, એ જ ખોલીઓ, એ જ થાંભલાઓ અને એ જ વૃક્ષો. પુસ્તકની લીટીઓ ગાડીના પાટાઓ જેવી સમાંતર હોય છે. એ પુસ્તકને હજાર વાર વાંચનારો પણ એની એ જ લીટીઓ પરથી પસાર થતો રહે છે.
આપણે કાયમ શબ્દો પર તરતા રહીએ છીએ. ક્યારેક નિઃશબ્દતામાં ડૂબકી મારવાનું થાય ત્યારે અકળામણ પણ થાય છે. માણસ માટે દુનિયા પર ક્યાંય કોઈ અભ્યારણ્ય બન્યું સાંભળ્યું નથી. સર્વ દિશાઓમાંથી સતત ભયનાં મોજાં છૂટતાં જ રહે છે, મૃત્યુનો ભય, શત્રુનો ભય, પ્રતિષ્ઠાનો ભય અને સ્વતંત્રતાનો ભય (fear of freedom). ભયમાંથી બંધન જન્મે છે. મૃત્યુના ભયમાંથી જીવનનું બંધન જન્મે છે. શત્રુના ભયમાંથી મિત્રત્વનું બંધન જન્મે છે. પ્રતિષ્ઠાના ભયમાંથી દંભ અને દર્પનાં અનેક બંધનો ફણગાતાં રહે છે. સ્વતંત્રતાના ભયમાંથી ગુલામીનું બંધન પેદા થાય છે અને ધીમે ધીમે જીવન જેટલું જ વહાલું લાગવા માંડે છે. નિશાળોમાં ગણવેશ ફરજિયાત હોય છે. સાધુઓને અનેક ભગવાં બંધનો હોય છે. સ્ત્રીઓને અમુક જ પોશાક શોભે અને પુરુષોને અમુક જ શોભે. વળી અમુક ઉંમરે જે પોશાક શોભે તે બીજી ઉંમરે ન પણ શોભે. ડિનરપાર્ટીમાં અમુક પોશાક જોઈએ અને બેસણામાં જવાનું હોય ત્યારે જીવનના તમામ રંગોને ઓહિયાં કરી જનારો સફેદ રંગ પસંદગી પામે. બંધનો આપણને સીમિત બનાવી મૂકે છે. નિઃસીમના પરિચયમાં આવવાની પ્રત્યેક તક આ રીતે જતી રહે છે. સુરતનું ફરસાણ, વડોદરાનો ચેવડો, ખંભાતનું હલવાસન, ભરૂચની સૂતરફેણી, ભાવનગરનાં ગાંઠિયાં, મથુરાના પેંડા, આગ્રાના પેઠા અને મુંબઈનો આઈસ હલવો વખણાય છે. આ સાચું હોવા છતાં જે તે સ્ટેશનથી આ વાનગીઓ લઈએ ત્યારે એમાં ઝાઝો દમ નથી હોતો. આ વાનગીઓની મઝા માણવા માટે તે શહેરની જૂની અને જાણીતી દુકાન ખોળવી પડે. પુસ્તકિયું જ્ઞાન પ્લૅટફૉર્મ પરથી ખરીદેલી વાનગી જેવું બીજી કે ત્રીજી કક્ષાનું હોય છે.
ઘણા લોકો ઈંગ્લૅન્ડ જઈ આવે છે. એમને મન તો ઈંગ્લૅન્ડ એટલે જાણે લંડન. એક મિત્ર ત્રણ વખત ફ્રાન્સ જઈ આવ્યો પરંતુ એણે કદી પેરિસની બહાર પગ નથી મૂક્યો. ઈટલી એટલે બસ રોમ ! કોઈ દિલ્હી કે મુંબઈ જ જોઈને ભારત વિષે અનુમાનો કરવા માંડે તે કેટલું વિચિત્ર છે ! સુરતનો પોંક ખાધા વગર, મથુરાના પંડાઓની હેરાનગતિ માણ્યા વગર, ઋષિકેશ આગળ ખળખળ વહેતી ગંગામાં જીવન ઝબોળ્યા વગર, કેરાલાનો વૃક્ષવૈભવ નીરખ્યા વગર, ઉત્તર પ્રદેશ (કે પ્રશ્નપ્રદેશ ?)ની અરાજકતા, બિહારની ક્રૂર અવ્યવસ્થા તથા અમદાવાદનો સાબરમતી આશ્રમ જોયા વગર ‘ભારત જોયું’ એમ કહેવું એ પાકશાસ્ત્ર વાંચીને ઓડકાર ખાવા બરાબર છે. પુસ્તક વાંચીને ઘણા યોગ શીખે છે. પુસ્તક વાંચીને કેટલાક હોમિયોપેથી, રેડિયો-રિપેરિંગ, વક્તૃત્વકળા, મિત્રો બનાવવાની કળા, સુખી થવાની કળા અને જ્યોતિષવિદ્યા શીખે છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તો કાગળ પર પણ ચાસ પાડે છે. કાગળ પર જ વાવણી ને કાગળ પર જ કાપણી. પુસ્તક પરથી બધું જ શીખી શકાય એવી શ્રદ્ધા લગભગ વહેમની કક્ષાએ પહોંચી છે. આઈનસ્ટાઈન કાગળ પરથી મળતી માહિતીને ‘સિન્થેટિક’ જ્ઞાન કહેતા. ‘તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી’ – જેવી પંક્તિઓ તલત મહેમૂદને કંઠે સાંભળ્યા પછી પણ આપણી શ્રદ્ધા તો એલચીને બદલે એલચીના એસેન્સ પર અને ગુલાબને બદલે ગુલાબજળ પર જ હોય છે.
તીકમ, પાવડા અને તગારાંનો સંસાર ચાલતો જ રહે છે. આપણો અને નદીનો પરિચય હવે પુલ પરથી જ થતો રહે છે. નદીમાં રેલ આવે તોય પુલ પરના રસ્તાથી એ થોડી નીચે જ રહી જાય છે. આમ નદી અને આપણી વચ્ચેનું અંતર તો કાયમ જ રહે છે. લંડનમાં વેસ્ટમિન્સ્ટર આગળ થેમ્સ નદીની નીચેથી ભૂગર્ભ રેલવેમાં પસાર થતો મુસાફર પણ થેમ્સથી તો અતડો ને અતડો જ રહે છે ! ઘણાંખરાં શહેરોને આપણે માત્ર પ્લૅટફૉર્મ પરથી જ ઓળખતાં રહીએ છીએ.

Birth Anniversary (20-09)


1 ) Doshi Varsha Pradip Kantilal
2 ) Shah Priti Jatin Chimanlal
3 ) Mehta Disha Mukesh Dhanwantrai
4 ) Mehta Manharlal Raichand
5 ) Mehta Jayshree Rajesh Vadilal
6 ) Mehta Mitika Nitul Suryakant Narandas
7 ) Mehta Nipa Aashique Kumudchandra
8 ) Mehta Sandhya Gunwant Shamaldas
9 ) Shah Jignasha Piyush
10) Mehta Rajnikant Himmatlal
11) Mehta Manjula Rajnikant Himmatlal
12) Mehta Yogesh Chandulal
13) Parekh Dr. Jayant Jethalal
14) Parekh Vimal Manharlal Jagjivandas
15) Sanghvi Jinesh Lalit Maneklal
16) Shah Krina Kishor Nyalchand
17) Shah Ketan Anantray
18) Trevadia Aayushi Jayesh Ujamshi


From M V J SAMAJ

Thursday, September 19, 2013

Coca Cola Rust Removal

If you need to remove rust from your car’s bumper, don’t buy expensive cleaners – use Coca-Cola instead!

Birth Anniversary (19-09)


1 ) Doshi Jinal Pankaj Navalchand
2 ) Doshi Ridhdhi Hemant Dineshchandra Bhaichand
3 ) Doshi Dhwani Hemant Dineshchandra Bhaichand
4 ) Gandhi Bharat Fulchand
5 ) Lodaria Nidhi Nilesh Amrutlal
6 ) Mehta Abhishek Ajit Natvarlal
7 ) Doshi Prinal Harshad
8 ) Mehta Hemang Arun Manharlal
9 ) Mehta Ranjan Chandrakant Vanechand
10) Mehta Varsha Hitesh Indrakumar
11) Sanghvi Dishant Dharmesh Kasturchand
12) Sanghvi Dimple Tushar Vrajlal Shah
13) Shah Hemang Ketan Navalchand
14) Shah Hiren Kantilal Keshavlal
15) Sheth Dhirajlal Nyalchand
16) Trevadia Bhagwanti Pravin Mulchand
17) Vakhariya Ashmi Apurva Kirit Kantilal

From M V J SAMAJ

Wednesday, September 18, 2013

અંધશ્રદ્ધાના મુળમાં આપણી અજ્ઞાનતા-શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા


પશ્ચીમના દેશો રોજ નવાં ‘યંત્રો’ બજારમાં મુકે છે અને આપણે રોજ નવાં ‘મંત્રો’ બજારમાં મુકીએ છીએ ! આપણે ત્યાં વીંછી ઉતારવાનો મંત્ર, સાપ ઉતારવાનો મંત્ર, કમળો ઉતારવાનો મંત્ર, મરડ–મોચ ઉતારવાનો મંત્ર, સફળ થવાનો મંત્ર, વશીકરણનો મંત્ર, વરસાદ લાવવાનો મંત્ર, ગૃહશાંતી સ્થાપવાનો મંત્ર, પનોતી ટાળવાનો મંત્ર, સંતાન પ્રાપ્તી માટેનો મંત્ર, માણસનો કોઈ પણ રોગ મટાડી દેવાનો મંત્ર અને માણસને પતાવી દેવા સુધીનો મંત્ર પણ મળી રહે છે !
કોઈ ડૉક્ટર આપણા શરીરમાંથી બગડી ગયેલ કીડની કાઢી નાખે ત્યારે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ બાવો તેના હાથમાંથી કંકુ કે ભસ્મ કાઢે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! મોબાઈલ ફોનનું એક બટન દબાવી અમેરીકામાં રહેતા આપણા સ્વજન સાથે આપણે વાત કરી શકીએ છીએ તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ પાખંડી અતીન્દ્રીય(ટેલીપથી) સંદેશા દ્વારા વાત કર્યાનો દંભ કરે ત્યારે એ આપણને ચમત્કાર લાગે છે ! કોઈ ઓર્થોપેડીક સર્જન આપણાં ભાગી ગયેલાં હાડકાંને જોડી આપણને દોડતાં કરી આપે ત્યારે તે આપણને ચમત્કાર નથી લાગતો; પરંતુ કોઈ તાંત્રીક અભીમંત્રીત દોરો બાંધીને આપણને સાજા કરવાનો મીથ્યા પ્રચાર કરે ત્યારે તે આપણને ચમત્કાર લાગે છે ! કમળાની રસી શોધનાર વીજ્ઞાની આપણને ચમત્કારીક માણસ નથી લાગતો; કમળો મટાડવા માટે મંત્રેલા દાળીયા આપનારો ઢોંગી આપણને ચમત્કારીક માણસ લાગે છે !
આજે વૈજ્ઞાનીક યુગમાં પણ ચમત્કાર, પરકાયા પ્રવેશ, ડાકણ અને મેલીવીદ્યાના નામે હજારો માણસોનુ માનસીક, શારીરીક અને આર્થીક શોષણ થતું રહે છે. કુળદેવીને રીઝવવાના નામે કેટલાંયે પશુઓ અને કુમળાં બાળકોના બલી ચડાવી દેવામાં આવે છે. વળગાડ, પ્રેતાત્મા અને ડાકણના નામે આપણા દેશમાં કેટલીય સ્ત્રીઓના ભોગ લેવામાં આવ્યા છે. દુનીયામાં ‘વળગાડ’ નામની કોઈ ચીજ જ અસ્તીતવમાં નથી; વળગાડ માત્ર એક માનસીક બીમારી છે. જગતમાંથી દુર કરવા જેવો કોઈ ‘વળગાડ‘ હોય તો એ ‘અંધશ્રદ્ધા’નો વળગાડ છે. ભારતમાં અને જગતમાં આજે પણ હજારો ભુતીયાં મકાનો ઉભાં છે જ્યાં કોઈ રહેતું નથી. ડૉ. અબ્રાહમ કોવુરે ૫૫ વર્ષ સુધી અંધશ્રદ્ધાના ક્ષેત્રમાં ગહન અધ્યયન કર્યું અને તેઓ દીવસો સુધી ભુતીયાં મકાનોમાં રહ્યા છે. ડૉ. કોવુરે પોતાની જીન્દગીભરના અભ્યાસ પછી જાહેર કર્યું છે કે, ‘ભુતીયાં મકાનો અને ઉપદ્વવી આત્માઓના કીસ્સાઓ માત્ર માણસની ભ્રમણાઓ છે અને તે આપણી માનસીક નબળાઈનું પ્રદર્શન કરે છે.’ 
‘ડુમ્મસનો સોની પરીવાર તાંત્રીકના રવાડે’ શીર્ષક હેઠળ અખબારોમાં ચોંકાવનારા સમાચાર પ્રગટ થયા હતા. સોની પરીવાર પોતાને ત્યાં વારંવાર બની રહેલ ચોરીના બનાવોથી વ્યથીત હતો. પોતાની આ ચાલતી ‘પનોતી’ દુર કરવા તેમણે તાંત્રીક હનુમાનદાસ તીવારીનો આશરો લીધો હતો. ‘ઘરમાં એક હાડકું દટાયેલું છે તે દુર કરવાની વીધી કરવાથી પનોતી ટળી જશે’, એવું તાંત્રીકે આશ્વાસન સોનીપરીવારને આપ્યું હતું. પડોશમાં રહેતા નવમા ધોરણમાં અભ્યાસ કરતા બાળક રવીને બોલાવી, તેના પર કંઈક વીધી કરી, ઘરમાં ખોદેલા ખાડામાં રવીને ઉતારવામાં આવ્યો. ‘હાડકું ક્યાં દટાયું છે ?’ એવા પ્રશ્નો રવીને પુછવામાં આવ્યા. પડોશમાં જ રહેતી રવીની માતાને પોતાના દીકરા પર કંઈક તાંત્રીક વીધી થઈ રહ્યો છે એવી જાણ થતાં તે ઘટના સ્થળે દોડી આવ્યાં. પોતાના દીકરા રવીને ઉંડા ખાડામાં જોઈ, ‘રવીનો બલી ચડાવાઈ રહ્યો છે’ એવી તેની માતાએ બુમો પાડતાં આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું. પોલીસના જણાવ્યા પ્રમાણે તાંત્રીકે આ પનોતી નીવારણનો વીધી કરવા માટે સોનીપરીવાર પાસેથી ૫૦૦૦ રુપીયા એડવાન્સ લીધી હતા. બલીની વાતમાં તથ્ય હતું કે નહીં એ તો પોલીસ તપાસનો વીષય છે. રવી તો નહીં; પણ તેના ૫૦૦૦ રુપીયા બલી ચડયા એ વાત પાકી ! સુરત–ઉમરા પોલીસે આ તાંત્રીક સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વીધી દ્વારા બીજાની આફત નીવારવા નીકળેલો તાંત્રીક પોતે જ આફતમાં આવી ગયો ! મને ઘણીવાર લાગે છે કે, કેટલાક માણસો પોતાની તીજોરી ખુલ્લી રાખે છે અને પોતાનું દીમાગ સાવ બંધ રાખે છે !
જાત–ભાતના તાંત્રીકો, પાખંડીઓ, ઢોંગીઓ અને તકસાધુઓ ધર્મના ઓઠા હેઠળ ફુટી નીકળ્યા છે ! કોઈ મંત્રેલું પાણી આપે છે, કોઈ મંત્રેલો પ્રસાદ આપે છે, કોઈ મંત્રેલું માંદળીયું કે તાવીજ આપે છે, તો કોઈ વળી ભભુતી આપે છે ! દોરા–ધાગા અને મંત્ર–તંત્રાદી કરવામાં કેટલાંયે બીમાર બાળકોને સમયસર દાક્તરી સારવાર નહીં મળવાના કારણે આ દેશમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.
ગામડાંઓમાં આપણે જોયું છે, ભુવાઓ બીમાર માણસ કે ઢોરને સાજા કરવા માટેના ‘દોરા’ કરે છે ! કોઈ પણ દુખાવામાં કામ આપે એવા મલ્ટીપરપઝ દોરા આપણે ત્યાં મળે છે ! અરે, ભેંસ દોહવા ન દેતી હોય તો તેનો પણ દોરો મળે અને દુધ વધારે આપે એના માટે પણ દોરો મળે !
મંત્ર–તંત્રથી જો માણસને સાજો કરી શકાતો હોત તો, આપણા દેશમા તો એટલા બધા મંત્રનીષ્ણાતો છે કે બધાં દવાખાનાંને તાળાં જ મારવાં પડે ! કોઈ આરોપીને પોતાની ધરપકડ થશે એવો ડર લાગે તો તે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી શકે છે, એવી રીતે કોઈ માણસને બીમાર પડી જવાનો ભય લાગે તો આગોતરા મંત્રોચ્ચાર પણ કરાવી શકે ! સદાય નીરોગી રહેવાનો કેટલો આસાન ઈલાજ ! મીત્રો, દોરા–ધાગા માત્ર એવા રોગોમાં જ કામ કરતા હોય છે જે રોગો સમય જતાં આપોઆપ મટી જતા હોય છે.
કોઈ માણસને બંદુકની ગોળી વાગી હોય ત્યારે દોરો બંધાવવા જાય છે ખરો ? અકસ્માતમાં ખોપરી ફાટી જાય અને લોહીની શેડો ફુટતી હોય ત્યારે કોઈને કદી દોરો યાદ આવ્યો છે ખરો ? હાર્ટએટેક આવે ત્યારે માણસ કોઈ તાંત્રીક પાસે પહોંચવાને બદલે કેમ સીધો જ કાર્ડીયાક હૉસ્પીટલમાં પહોંચી જાય છે ? માથું દુખે ત્યારે માણસને દોરો યાદ આવે છે; પરતું માથું ફુટે ત્યારે કોઈને દોરો યાદ નથી આવતો !
મેં ગામડાંમાં ભુવાઓને ડાકલાં કરતા અને ધતીંગ કરતા પણ જોયા છે. કલાકો સુધી પોતાની પીઠ પાછળ લોખંડની સાંકળ વીંઝતા પણ જોયા છે સાંકળપ્રુફ હોવાનો દાવો કરનાર કોઈ પણ ભુવો પાંચ મીનીટ માટે એ સાંકળ સુરતની સત્યશોધક સભાના માજી–ઉપપ્રમુખ અને ૨૦૧૦ના વર્ષના ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક વીજેતા’ શ્રી. મધુભાઈ કાકડીયાના હાથમાં આપે અને પછી જીવી બતાવે તો એ ખરો ભુવો !
આપણે સૌએ ગામમાં કહેવાતી તાંત્રીક વીદ્યા અને મંત્રશક્તી ધરાવતા ભુવાઓનાં ઘર પણ જોયાં છે. મીત્રો, જે ભુવા પાસે ઘરનું નળીયું બદલવાની શક્તી ન હોય; જે ભુવા પાસે બીજી જોડી કપડાં લેવાની શક્તી ન હોય; જે ભુવા પાસે પોતાનાં સંતાનોને સાત ચોપડી ભણાવવાની શક્તી ન હોય અને જે ભુવા પાસે પોતાની ઉંમરલાયક દીકરીને પરણાવવા માટેની શક્તી ન હોય એ ભુવા પાસે બીજી તો કઈ શક્તી હોય ?
હોમ–હવન અને યજ્ઞોમાં પણ આપણે આપણાં કીમતી દ્રવ્યો બરબાદ કરી રહ્યા છીએ. હવન કરવાથી ન તો આપણે દુષ્કાળને ટાળી શક્યા છીએ કે ન તો વીશ્વશાંતીની સ્થાપના કરી શક્યા છીએ. જો યંજ્ઞો કે મંત્રોચ્ચારથી વરસાદ થતો હોત તો આપણે ત્યાં તો એટલા બધા યજ્ઞો થાય છે કે અતીવૃષ્ટીથી હોનારત થવી જોઈએ ! જે દેશ મંત્રોચ્ચારથી સતત ગુંજતો રહેતો હોય એ દેશની પ્રજાને તો લીલાલહેર ન હોય ? મીત્રો, મહેનત વગર માત્ર મંત્રોચ્ચારથી કશું પ્રાપ્ત થતું નથી. પુરુષાર્થ જ ખરો જીવનમંત્ર છે.
આપણે જંગલોને આડેધડ કાપી નાખ્યાં, પર્યાવરણને મનફાવે તેમ બગાડ્યું અને પાણીનો તો અપરાધની કક્ષાએ બેફામ વેડફાટ કર્યો છે. ઈઝરાયલે રણને જંગલમાં ફેરવ્યું; આપણે જંગલને રણમાં ફેરવી રહ્યા છીએ ! જ્યાં સખત મહેનત, વીવેક અને આયોજનની જરુર હોય ત્યાં મંત્રોચ્ચાર, યજ્ઞો કે હોમ–હવન કરવા બેસી જઈએ તો આપણો કદી પણ ઉદ્ધાર સંભવ ખરો ?
મંત્ર–તંત્ર અને ચમત્કારની વાતો સાચી હોત તો આપણો દેશ આજે આટલો દુઃખી અને પછાત કેમ છે ? દુનીયામાં સૌથી વધુ સંખ્યામાં ચમત્કારીઓ આપણા દેશમાં વસે અને છતાં આપણે આટલા ગરીબ, પીડાગ્રસ્ત અને દુષ્કાળગ્રસ્ત ! ઢોંગીઓ અભીમંત્રીત જળ આપવાને બદલે, પાણીના અછતગ્રસ્ત વીસ્તારમાં ડોલ ભરીને પીવાનું શુદ્ધ પાણી આપશે તો પણ થોડાક તરસ્યા માનવીઓની તરસ મટશે. હવામાંથી બીનજરુરી કંકુ કે ભસ્મ કાઢવાને બદલે મુઠી અનાજ કાઢશે તો પણ એક ભુખ્યા માણસનું પેટ ભરાશે.
સંસારમાં રહેલા કપટી, પાખંડી અને ઢોંગી ધુતારાઓએ સદીઓથી સમાજમાં રહેલી પ્રજાની અજ્ઞાનતા અને નીર્બળતાનો ગેરલાભ ઉઠાવ્યો છે. પ્રત્યેક કાળમાં સમાજમાં રહેલા નીષ્ઠાવાન આગેવાનોએ, સમાજસેવકોએ અને પ્રગતીશીલ વીચારકોએ પ્રજાને આ ષડ્યંત્રમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. ઘણીવાર એવું બન્યું છે કે ‘પ્રગતીશીલ વીચારકો’ કરતાં ‘પ્રગતીશીલ પાખંડી’ઓ સમાજમાં ઉંચો માનમોભો ધરાવતા હોય છે. આમ બને ત્યારે તંદુરસ્ત સમાજના નીર્માણની આશા વધારે ધુંધળી બને છે.
એક દીવસ આપણી અજ્ઞાનતા ટળે અને લેભાગુઓને પોતાનો ધંધો સમેટવાની અને બદલવાની ફરજ પડે એવા દીવસોની મને પ્રતીક્ષા છે….
• પ્રસાદ •
‘જે પોતાના ચમત્કારો ચકાસવા દેતા નથી તે ઠગ છે, જેનામાં ચમત્કાર ચકાસવાની હીંમત નથી તે ભોટ છે અને જે ચકાસણી વગર જ તેને માનવા તૈયાર થાય છે તે મુર્ખ છે.’
–ડૉ. અબ્રાહમ કોવુર 
-અક્ષરાંકન – ઉત્તમ ગજ્જર



Birth Anniversary (18-09)


1 ) Doshi Sonia Atul Manharlal
2 ) Dhruv Anand Dilip Dharamshi
3 ) Gandhi Bhavna Shailesh Bhogilal Valamji
4 ) Gholani Anjana Suresh Kantilal Somchand
5 ) Mehta Hina Paresh Jaysukhlal Ratilal
6 ) Mehta Savitaben Nagindas
7 ) Mehta Jignesh Hasmukhrai
8 ) Mehta Nishit Shailesh Prabhashankar
9 ) Mehta Mahesh Maganlal
10) Mehta Foram Jitendra Jevantlal
11) Mehta Viva Pamir Ashok Shantilal
12) Mehta Kokila Vijay Pattani
13) Mehta Aakruti Bimal Shah
14) Shah Jinal Hemendra Kantilal
15) Shah Asim Kishor Sukhlal
16) Sheth KShitij Pankaj Amrutlal
17) Trevadia Bhavesh Mulchand


From M V J SAMAJ

Tuesday, September 17, 2013

અવસાન

જામનગર હાલાર તથા મચ્છુકાંઠા વિસા શ્રીમાળી જૈન
જામનગર હાલ ઘાટકોપર સ્વ. શાંતીલાલ કેવળચંદ ગારડીના પુત્ર મહેન્દ્રકુમાર (ઉં. વ. ૭૧) તે ભારતીબેનના પતિ. ધવલ અને મનીષાના પિતા. તે સુશીલાબેન, જયંતીભાઈના ભાઈ. તે સોલાણી જેવતલાલ રતીલાલના જમાઈ. શનિવાર ૧૪-૯-૧૩ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર ૧૬-૯-૧૩ના ૪.૩૦ થી ૬. ઠે. મહારાજા અગ્રસેન ભવન, સ્વામી નારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, લવંડરબાગની બાજુમાં, ઘાટકોપર (ઈ).



The Dutch Army Bicycle Band

It is hard enough to march in formation and play an instrument. But the Dutch Army Bicycle Band does it while riding bicycles!

 

Birth Anniversary (17-09)



1 ) Doshi Jaydeep Mahesh Vikramchand
2 ) Doshi Chandanben Rasiklal
3 ) Shah Vaishali Parag Navinchandra
4 ) Mehta Vidya Manish Anupchand
5 ) Mehta Forum Shailesh Mohanlal Karsanji
6 ) Mehta Mahesh Vinodrai
7 ) Mehta Aruna Jitendra Shantilal
8 ) Mehta Monali Nirav Abhay Bhogilal
9 ) Parekh Paras Vinodray Vrajlal
10) Sanghvi Ketan Chimanlal Pranjivandas
11) Shah Harshadrai Jamnadas Himatlal
12) Shah Darshan Pradip Rajnikant
13) Shah Dr. Anopchand Shantilal
14) Shah Charmi Vinod Devchand
15) Shah Hiten Hasmukh Pradyutbhai
16) Sheth Hitesh Mugatlal
17) Sheth Pratik Mahendra Vrajlal


From M V J SAMAJ

Monday, September 16, 2013

મનોબળ - ભુપતભાઇ વડોદરિયા

મોટા ચમરબંધીની શેહમાં પણ નહીં આવતો એક અડીખમ માણસ બિછાનામાં અસહાય બનીને પડ્યો છે. જીભનું કેન્સર છે. પાકેલા ટામેટા જેવી જીભ પ્રવાહી કે બીજું કશું પેટમાં જવા દેતી નથી. કેન્સરના નિષ્ણાત તબીબો મસલતો કરે છે, શસ્ત્રક્રિયાનો તખ્તો તૈયાર કરે છે. આપ્તજનો આંસુ સારે છે. એ માણસની આંખમાં પણ આંસુ જ હોવાં જોઈતાં હતાં, પણ એ આંસુ આઘાતની લાગણીથી થીજી ગયાં છે. માણસ ધનિક છે, પણ અત્યારે તગડા બેન્ક બેલેન્સના જોરે તે કોઈને આંકડો ભર્યા વગરનો કોરો ચેક આપે તોય બદલામાં કોઈ તેની પીડા લઈ શકે તેમ નથી, કોઈ તેનો રોગ લઈ શકે તેમ નથી. આવરદાના ઝંખવાઈ રહેલા કોડિયામાં કોઈ નવી વાટ કે નવું દિવેલ મૂકી શકે તેમ નથી.

રોગ કે માંદગીનો ભોગ બનેલા માણસને પહેલી જ વાર ‘પહેલું સુખ તે જાતે નીરોગી’નો મર્મ સમજાય છે. પણ રોગથી બચી જવું તે માણસના હાથની વાત નથી. મોતની જેમ રોગ પણ એક ગૂઢ હસ્તી છે. દાક્તરો તેનો પાર પામવા જરૂર મથે છે, રોગોની સામે ટક્કર પણ લે છે. પણ સદભાગી કે દુર્ભાગી મનુષ્યના પલ્લામાં આ કે તે રોગ શા માટે આવે છે તેનો ભેદ કોઈ સમજાવી શકતું નથી. કોઈ કહે છે કે આ તો પૂર્વજન્મનાં પાપ, કોઈ કહેશે કે માણસ અહીં જે કરે છે તેનાં ફળ અહીં જ ભોગવે છે. ઉપર કોઈ અલગ સ્વર્ગ નથી. સ્વર્ગ અને નરક આ સંસારમાં જ છે અને આ જિંદગીમાં જ તે જોવાનાં છે. વાત પૂર્વજન્મની હોય કે આ જન્મની. શ્રીમદ્ રાજચંદ્ર જેવાને કેન્સરનો રોગ આવે તે માની શકાતું નથી. જેના આ અવતારમાં ધાર્મિકતા તેની પૂર્ણ કળાએ વિકસી હોય, આટલી જુવાન વયમાં જેણે આટલી સિદ્ધિ મેળવી હોય તેનો આગલો જન્મ શું સાવ ધર્મવંચિત હોઈ શકે? માની શકાતું નથી અને છતાં સાચું છે કે રોગ ધર્માત્માઓને પણ છેડતો નથી. ગરીબ કે તવંગર, પાપી કે પુણ્યશાળી, બાળક કે જુવાન કોઈને તે છોડતો નથી. કોઈ કહે છે કે દાક્તરો વધ્યા તેમ રોગ પણ વધ્યા.

જૂના જમાનામાં આટલા બધા રોગ ક્યાં હતા? આજે તો જાતજાતના રોગ ફાટી નીકળ્યા છે. સંભવ છે કે જૂના જમાનામાં પણ આજના જેવા જ રોગો હશે, પણ તેનું નિદાન થતું નહીં હોય. સવાલ થાય કે રોગ સામે માનવી આટલો લાચાર હોય તો શું એણે સતત ફફડાટથી જીવવું? શંકાશીલ બનીને જીવવું? મોંમાં ચાંદાં પડે એટલે કેન્સરનો ભય પામીને દાક્તર પાસે દોડવું? એક ગૂમડુ  ન મટે એટલે, ડાયાબિટીસ છે તેવો વહેમ કરીને કોઈ નિષ્ણાતની ફી ખરચવી? વાંસામાં દુખાવો થાય કે તરત હૃદયરોગના આવી રહેલા હુમલાનો ભય માનીને કાર્ડિયોગ્રામ કરાવવા દોડવું? માણસે વાજબી સંભાળ અને તકેદારી રાખવી જોઈએ તથા વખતસરના ઉપચારો કરવા જોઈએ. પણ રોગની ભડક સેવવાથી માણસનું જીવન અકારણ પીડાકારક બની જાય છે. માણસ માત્ર દાક્તર કે દવાની મદદથી રોગનો મુકાબલો કરી શકતો નથી. જરૂર પડે ત્યાં દાક્તરનો સાથ માગો કે દવા લો, પણ રોગની સામે તમારી જીવનશક્તિને પણ બરાબર કામે લગાડો. માણસની ઇચ્છાશક્તિ, અડગ મનોબળ પોતે જ એક દવા છે. આ હકીકત છે. દાક્તરોએ ‘હોપલેસ’ કહીને છોડી દીધેલા કેસોમાં માણસો અદમ્ય મનોબળથી બેઠા થયાના કિસ્સા જોયા છે. ગંભીર રોગ હોય, પીડાનો વીંછી ઘડી વાર જંપતો ન હોય ત્યારે ઈશ્વરને અને મનોબળને કામે લગાડો. તેની તાકાત કેટલી મોટી છે તેનું ભાન થયા વગર નહીં રહે.

દરેક માણસમાં કુદરતે જીવનશક્તિનીમનોબળની અનામત ટાંકી મૂકેલી છે. તેને કામે લગાડો. કેટલાક રોગ એવા હોય છે કે માણસને પથારીવશ થવું પડે. શરીરને ભલે પથારીમાં રાખો, પણ મનને પથારીમાં રાખવું નહીં. તે રોગથી હારીને સૂઈ ન જાય તે ખાસ જોવાનું છે. જેઓ મનથી રોગના શરણે જાય છે તેમની હાર નિશ્ચિત છે. જેઓ મનને અડગ રાખે છે, રોગની શરણાગતિ સ્વીકારતા નથી અને રોગને મારી હઠાવવાની પ્રતિજ્ઞા અકબંધ રાખે છે તે વહેલામોડા જીતી જાય છે. કોઈ કિસ્સામાં છેવટે જીત ન પણ થાય, તોય શું? રોગને તાબે થઈને લાચારીથી મોતને આધીન થવું અને બહાદુરીથી લડતાં લડતાં મોતને ભેટવું એમાં મોટો ફરક છે.