Monday, December 2, 2013

જોક્સ જંકશન – મન્નુ શેખચલ્લી

[ પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ-2’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.]

મૈંને પૂછા ઉનસે…
આપ કો ખાના બનાના
આતા હૈ ક્યા ?
તો ઉન્હોંને કહા….
(ગૉર ફરમાઈયેગા)
તો ઉન્હોંને કહા
મુઝે બનાના ખાના આતા હૈ !
*********
બિચારા ડૉક્ટરો આમેય બહુ મોડા મોડા પરણે છે. પણ પરણે છે ત્યારે બધાને શી રીતે ખબર પડે કે કોઈ ડૉક્ટર પરણી રહ્યો છે ? તો ડૉક્ટરના મૅરેજમાં નવા રિવાજ હોવા જોઈએ.
(1) જાન ઍમ્બુલન્સમાં આવે.
(2) લગ્ન ઓપરેશન થિયેટરમાં થાય.
(3) રિસેપ્શન હૉસ્પિટલના ઓપીડી વૉર્ડમાં થાય.
(4) ફોટા ‘એક્સ-રે’માં પડે.
(5) મહેમાનોને બુફેમાં વિટામીનની ગોળીઓ અપાય.
(6) પાણી અને પીણાંની જગાએ ગ્લુકોઝ અને ઓઆરએસ અપાય.
(7) વરરાજા નવવધૂને હારને બદલે સ્ટેથોસ્કોપ પહેરાવે.
(8) અને લગ્ન પતે પછી વરરાજા બોલે ‘નેકસ્ટ પ્લીઝ….’
*********

કડકાસિંહ સિગારેટ પીતા હતા. કોઈએ પૂછ્યું :
‘કઈ સિગારેટ પીવો છો ?’
કડકાસિંહ કહે : ‘વન સ્કવેર.’
‘વન સ્ક્વેર ? ઈ વળી કેવી સિગારેટ ?’
‘અલ્યા, એટલું નો હમજાણું ? ફૉર સ્કવેરનું ઠૂંઠું પીઉં છું !’
*********
બન્તા સાઈકલ પર જતો હતો. રસ્તામાં એક છોકરી સાથે અથડાયો.
છોકરી બગડી, ‘નાલાયક, ઘંટી નહીં માર સકતા થા ?’
બન્તા : ‘પૂરી સાઈકલ તો માર દી. અબ ઘંટી ક્યા અલગ સે મારું ?’
*********
વો આતી હૈ રોજ
મેરી કબ્ર પર
અપને વો નયે
હમસફર કે સાથ….
કૌન કહેતા હૈ
‘દફનાને’ કે બાદ
‘જલાયા’ નહીં જાતા ?
*********
સન્તા : ‘યાર બન્તા, યે શાદી કે જોડે કૌન બનાતા હૈ ?’
બન્તા : ‘ઓયે, વો તો આસમાન સે ભગવાન બનાતે હૈં.’
સન્તા : ‘તબ તો બડી ગલતી હો ગઈ.’
બન્તા : ‘ક્યા હુઆ ?’
સન્તા : ‘મૈં તો ટેલર કો દે આયા !’
*********
બન્તા પ્રાણીસંગ્રહાલયમાં નોકરીએ લાગ્યો.
એક દિવસ પિંજરાની સફાઈ કરતાં એણે વાઘનું પિંજરું ખુલ્લું રહેવા દીધું. સાહેબે એને બોલાવીને ખખડાવ્યો, ‘તુમને શેર કા પિંજરા ખુલા ક્યું છોડ દિયા ?’
બન્તા : ‘ક્યા સા’બ, ઈતનેં ખતરનાક જાનવર કી ચોરી કૌન કરેગા ?’
*********
અમદાવાદી લગ્નની કંકોતરીમાં નીચે RSVP લખ્યું હોય તો એનો શું મતલબ સમજવો ?
‘રોકડા સાથે વહેલા પધારજો !’
*********
એક રિક્ષા પાછળ લખ્યું હતું : ‘સાવન કા ઈન્તેજાર….’
અચાનક પાછળથી એક ટ્રક આવીને રિક્ષાને હવામાં ઉછાળી મૂકી. એ ટ્રક પાછળ લખ્યું હતું : ‘આયા સાવન ઝૂમ કે !’
*********
સન્તા ઈંગ્લિશના પેપરમાં ફેલ થયો. એના બધા માર્ક ભાષાંતરમાં કપાઈ ગયા. વાંચો એના નમૂના.
(1) મૈં એક આમઆદમી હું.
અનુવાદ : આઈ એમ વન મૅંગો પરસન.
(2) મુઝે ઈંગ્લિશ આતી હૈ.
અનુવાદ : ઈંગ્લિશ કમ્સ ટુ મિ.
(3) મેરા ગાંવ હરિપુર હજારા હૈ
અનુવાદ : માય વિલેજ ઈઝ ગ્રીનપુર થાઉઝન્ડા.
(4) સડક પે ગોલિયાં ચલ રહી થી.
અનુવાદ : ટૅબ્લેટ્સ વેર વૉકિંગ ઑન ધ રોડ.
*********
એક સફરજનના ઝાડ પર 10 કેરીઓ હતી. એમાંથી 5 ચીકુ મેં તોડ્યાં, તો એ ઝાડ પર હવે કેટલી મોસંબી હશે ?’ કલાસમાં એક સાહેબે સવાલ પૂછ્યો.
ગટુએ જવાબ આપ્યો, ‘સર, 10 હાથી !’
સર બોલ્યા : ‘વાહ ! સાચો જવાબ છે. તને કેવી રીતે આવડી ગયો ?’
ગટુ : ‘કારણ કે આજે નાસ્તાના ડબ્બામાં હું ઘઉંનું શાક અને કાકડીની રોટલી લાવ્યો છું.’
*********
પતિ : ‘હું તારી આ રોજ રોજની ફરમાઈશોથી ત્રાસી ગયો છું. હવે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.’
પત્ની : ‘એમ ? તો એક સારામાંની સફેદ સાડી તો અપાવતા જાવ !’
*********
ટીનુને એની મમ્મીએ માર્યો. ટીનુ રિસાઈને ઘરના ઓટલા પર બેસી ગયો. સાંજે પપ્પાએ આવીને પૂછ્યું :
‘શું થયું ?’
ટીનુ : ‘પપ્પા, તમારી પત્ની સાથે મને ફાવતું નથી, મને મારી અલગ પત્ની જોઈશે !’
*********
ગટુની નોટમાંથી શાળાના શિક્ષકની સૂચના લખેલી નીકળી : ‘બાળકને નવડાવીને મોકલવાનું રાખો.’
મમ્મીએ એની નીચે લખી મોકલ્યું, ‘બાળકને ભણાવવાનું રાખો, સૂંઘવાનું રહેવા દો.’
*********
છોકરા છોકરીએ એકબીજાને જોઈ લીધા પછી વડીલો વચ્ચે લગ્નની વાતો ચાલી રહી છે.
લડકેવાલે : ‘લડકી હમે પસંદ હૈ. શાદી કબ કરેંગે ?’
લડકીવાલે : ‘લડકી અભી પઢ રહી હૈ.’
લડકેવાલે : ‘તો હમારા લડકા ભી બચ્ચા થોડા હૈ જો કિતાબેં ફાડ દેગા ?’
*********

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.