નવસારીનો એક નટ હતો. તેની કલાબાજી જોઈને લોકો મોઢામાં આંગળાં નાખી જતા
હતા. હવે તેણે મોટા શહેરોમાં જઈને ત્યાં પણ પોતાની કળા બતાવવાનો નિર્ણય
કર્યો. નાના નગરો અને ગામોમાં તો તે વાંસ ઉપર દોરડું બાંધી તેના ઉપર સંતુલન
રાખીને ચાલતો અને બધા ખુશ થઈ જતા, પરંતુ શહેરના લોકોને ખુશ કરવા તેણે
વધારે સાહસપૂર્ણ ખેલ કર્યો. વીસ માળ ઊંચા બે મકાનોની અગાસી વચ્ચે બંધાયેલા
દોરડા પર તે સંતુલન માટે હાથમાં એક ડંડા સાથે એક છેડેથી બીજા છેડે ચાલીને
જતો. બીજા છેડેથી પાછા ફરતી વખતે પોતાના એક સહાયકને ખભે બેસાડીને આવતો. એક
દિવસ લોકો તેનો આ સ્ટંટ જોઈને તાળીઓ વગાડી રહ્યા હતા ત્યારે તેણે પૂછ્યું :
‘શું તમને સૌને ખાતરી છે કે આ સ્ટંટ હું બીજી વાર કરી શકીશ ?’ બધાએ
ઉત્સાહભેર એકીઅવાજે ‘હા’ કહ્યું. તે બોલ્યો : ‘અચ્છા, તો જે લોકો મારા
સહાયક બનવા માટે તૈયાર હોય તે આગળ આવે. હું તમને મારા ખભે બેસાડીને આ
છેડેથી સામેના છેડા સુધી લઈ જઈશ.’ આ સાંભળતાંની સાથે જ ચોતરફ શાંતિ છવાઈ ગઈ
અને ટોળું ધીમે ધીમે વિખરાવા લાગ્યું.
બોધ : કોઈની પ્રતિભા વખાણવી અને તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એ બે જુદી-જુદી વાતો છે. કળાકાર હોય કે બાળક – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.
બોધ : કોઈની પ્રતિભા વખાણવી અને તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એ બે જુદી-જુદી વાતો છે. કળાકાર હોય કે બાળક – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.