રોજ
સાંજે લગભગ છ- સાડા છ ની આજુ બાજુ ઓફીસ થી નીકળવાનું થાય. નજીક માં જ
આવેલા બસ સ્ટેન્ડ પર પહોચી દસ મિનીટ બસ ની રાહ જોઈ ઘર બાજુ આવતી કોઈ પણ
(પહેલી) બસ માં બેસી જવાનું આ મારો નિત્યક્રમ.
ઓફીસ ની બહાર ચા-પાણી ની લારીઓ, રીક્ષા વાળા, છાપા-ચોપડી નો સ્ટોલ અને
અલગ-અલગ સ્કીમ્સ ના ‘ફરફરીયા’ તરીખે ઓળખાતા પેમ્ફલેટ આપતી ટોળકીઓ - આ
કોમન દ્રશ્ય. એમાં કોઈ જ ફેરફાર જોવા ન મળે.
આજે પણ એવું જ હતું.
અલગ
હતી તો એક વાત. વરસાદ ના કારણે ટ્રાફિક વધી ગયો, રસ્તા જામ થઇ ગયા અને
થોડી વાર વધારે રાહ જોતું ઉભું રહેવું પડ્યું. એટલામાં એક બાર-તેર વર્ષ નો
છોકરો (સામેથી) પેમ્ફલેટ દેવા આવ્યો. કોઈ બેંક ની પર્સનલ લોન અંગે નું
હતું. મને પણ આપ્યું. મારી સાથે જ નીકળેલા બીજા ચાર પાંચ કલીગ્સ ને પણ
આપ્યું. મેં રાબેતા મુજબ વાંચ્યા વગર વાળી ને ખિસ્સા માં મૂકી દીધું. કોઈ એ
વાંચ્યું હશે, ખબર નહિ. પણ ઘણાખરા એ ત્યાં જ રસ્તા ઉપર ફેકી દીધું. એમ જ .
અત્યાર સુધી ની વાત બહુ જ સાદી અને ‘નોર્મલ’ કહી શકાય તેવી છે. પછી જે જોયું એ મને ઘણો સમય યાદ રહી જવાનું હતું.
પેલા
પેમ્ફલેટ વેચતા છોકરા એ નીચે પડેલા (રાધર, લોકો એ ફેકેલા) પેમ્ફલેટસ પાછા
ભેગા કરવાનું ચાલુ કરી દીધું. લોકો ફેકતા જાય, એ ઉપાડતો જાય, પાછા
પેમ્ફલેટ લોકો ને આપતો જાય અને લોકો વાંચીને કે વાંચ્યા વગર એને ફેકતા જાય
– આવું થોડી વાર ચાલ્યું. બીજા ચાર ઉમર માં મોટા માણસો પણ પ્રચારના
કાગળિયાં આપતા હતા, લોકો એમની પાસેથી લેતા પણ હતા અને રાબેતા મુજબ ફેકી પણ
દેતા હતા. અને આ બધું ઓફીસ ની બરાબર બહાર નીકળતા જ.
મારાથી
ન રહેવાયું. મેં પેલા છોકરા ને પૂછ્યું, ‘તું આ બધા નીચે પડેલા પેમ્ફલેટસ
કેમ ઉપાડી લે છે?’. એણે જે જેવાબ આપ્યો તે ભારત ના સંવિધાન માં લખવો
જોઈએ. એ કહે ‘સર, મૈં લોગો કો એ દેતા હૂં. ઉનકો પઢના ના પઢના ઉનકી મર્ઝી.
પર અગર વોહ એ રસ્તા ગંદા કરેંગે તો વોહ તો મેરી ઝીમ્મેદારી હૈ ના. ક્યુંકી
ઉનકો યહ મૈને દિયા હૈં’
હું
કશું બોલી ના શક્યો. બોલવા જેવું કશું હતું જ નહિ. ઓફીસ ની બહાર ના જ
રસ્તા પર જ્યાં-ત્યાં કાગળ ફેકીને સાથે બસ ની રાહ જોતા કલીગ્સ કોઈ આઈ. આઈ.
ટી અને આઈ. આઈ. એમ. પાસ-આઉટ પ્રોફેશનલ્સ હતા / છે, પણ (અ)મને આ નાનો છોકરો
કંઈક શીખવી રહ્યો હતો. ઉદાહરણ દ્વારા. લીડીંગ બાય એકઝામ્પલ.
વધુ
વાત કરું એટલા માં મારી બસ આવી ગઈ. પણ મેં જોયું કે છોકરા એ પાછળ દફતર
પહેરેલું છે. મને જાણીતી શંકા ગયી, મેં એણે કહ્યું કે તારો ફોન નંબર આપ.
એણે આપ્યો. બસ માં બેસી થોડી શાંતિ થઇ એટલે મેં એણે ફોન કર્યો અને પૂછ્યું
કે તું શું કરે છે? તારું નામ શું? એ કહે ‘મેં સાતમું ધોરણ પાસ કર્યું.
અત્યારે વેકેશન છે એટલે આ કામ કરું છું. અને થોડા દિવસો માં મારી સ્કુલ
ખુલશે.’
મારે વધારે કશું પૂછવાની જરૂરત જ ના રહી. ગુડલક વિશ કરી ને મેં ફોન કટ કર્યો. પણ પછી કલાકો સુધી જે વિચાર્યું છે એ અહિયાં મુકું છું:
-
રસ્તા પર (કે ગમે ત્યાં) મળતું માર્કેટિંગ પેમ્ફલેટ લેવું કે ના લેવું એ
આપણા ‘હાથ’ ની અને મરજી ની વાત છે. આપણો પૂરો રાઈટ છે દેનાર ને ના
પાડવાનો. પણ એક વાર લીધા પછી એણે જ્યાં-ત્યાં ફેકી રસ્તો ગંદો ના કરવો એ
આપણી ડ્યૂટી બને છે.
– ‘મારા એક ના કરવાથી શું ફેર પડે છે. આખો દેશ થોડો સુધરશે?’ – આવું
પૂછનાર ને એટલું જ કહેવાનું કે ‘ભાઈ (કે બહેન) એમ તો તારા કશું પણ કરવાથી
(કે ન કરવાથી) કોઈ જ ફેર નથી પડવાનો. નથી પડતો, ઇન ફેક્ટ. ઓફીસ જાય કે ના
જાય. અન્ના હજારે નું ફેન પેજ લાઈક કરે કે ના કરે. કોઈ જ ફેર નથી પડવાનો. બધી વસ્તુ ઓ બહાર ફેર પાડવા માટે કરવાની નથી હોતી? થોડુક અંતરાત્મા (કોન્શિયસ કે પછી કન્સાઇન્સ) માં પણ સમજીએ તો કામ સહેલું બને !
– કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. કામ કરનાર પણ નહિ (અહી ઉમર ને કોઈ
નિસ્બત છે જ નહિ). વિદ્યાર્થી ઓ ભણતા ભણતા ફ્રી સમયમાં કામ કરી શકે એવી એક
આખી ઇકો-સીસ્ટમ ફોરેઇનમાં છે જ. આપણે ત્યાં આવે તો એને આવકારવી જોઈએ.
મોંઘી ઇન્ટરનેશનલ સ્કૂલો માં ભણતા વિદ્યાર્થીઓ (અને એ વિદ્યાર્થી ઓ ના
પેરેન્ટ્સએ) લાઈફ-સ્ટાઈલ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટસ જેવી – એટલે કે ભણતા
ભણતા કામ કરવાની – અપનાવવી જોઈએ.
– અને છેલ્લે, ઓફીસ માં ચા-કોફી ના વપરાયેલા પેપર કપ્સ જેમ વાકા-વળી ને
ડસ્ટ-બિન માં ફેંકીએ છીએ, તેવી જ રીતે ઓફીસ ની બહાર પણ આપણો કચરો ડસ્ટ-બિન
માં ફેકીયે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.