Monday, July 8, 2013

સંબંધનું વૃક્ષ-આર. કે. મહેતા

        માનવી સામાજીક પ્રાણી છે અને તેની સમગ્ર અસ્મીતા એ સામાજીક દેન છે. તે જે ભાષા બોલે છે, જે વીચારો ધરાવે છે – તેની જે રહેણીકહેણી છે – તે સામાજીક નીપજ છે. સમાજથી વીખુટો પડેલ અને વરુના ટોળામાં ઉછરેલ બાળ વરુ જેવું જ વર્તન કરે છે, એવો એક કીસ્સો ઈતીહાસના ચોપડે  નોંધાયેલ છે.
       માનવી તેની આસપાસ સંબંધોના અનેક વર્તુળો સર્જે છે, પહેલું વર્તુળ સ્વજનોનું, બીજું મીત્રોનું, ત્રીજું તે જે ભાષા બોલે છે તે સમાનભાષીઓનું એમ તેનું વર્તુળ ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષ એ સઘળા વૃક્ષોને યોગ્ય રીતે સીંચશે અને યોગ્ય રીતે ઉછેરશે. એટલે દરેક મહાન કવી, લેખક, તત્વચીંતકનું સ્વપ્નું આવા વૃક્ષનું આરોપણ થાય તે છે. પણ માત્ર સ્વપ્નાઓ સેવવાથી અર્થ સરતો નથી.
       વાસ્તવમાં આજે સઘળા નાના મોટા વૃક્ષો એક બીજાની સાથે અથડાય છે, ટકરાય છે, ઝઘડે છે. પરીણામે ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષ આજે અલોપ થઈ ગયું છે. શા માટે આમ થાય છે ? એની ખોજ કરવી દરેક લેખકની ફરજ બની રહે છે.
       સઘળા નાના મોટા વૃક્ષોના ઝઘડાનું મુળ કારણ આર્થીક અસમાનતા છે, અને આ કારણમાંથી સર્જાય છે અનેક ઉપરછલ્લા કારણો કે જે નાના મોટા વૃક્ષોના ઝઘડાનું તાત્કાલીક કારણ બને છે. તો દરેક લેખક, કવી, તત્વચીંતક, સમાજસેવક, રાજકીય નેતા - વગેરે ‘આર્થીક અસમાનતા’ કેવી રીતે દુર થાય તે દીશામાં સક્રીયપણે તેની શક્તી અનુસાર કાર્ય કરશે. તો જ ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષનું આરોપણ થઈ શકશે.


આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૧૯

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.