Wednesday, July 31, 2013

Samaj Utkarsh Volume No 585 June 2013




To read Pages 1 to 8 of Samaj Utkarsh click here

To read Pages 9 to 16  of Samaj Utkarsh click here

To read Pages 17 to 24 of Samaj Utkarsh click here

To read Pages 25 to 32 of Samaj Utkarsh click here

Note :1) Depending on Internet speed , Loading of Files may take a little time.You may have to wait for 1 to 2 minutes for reading good quality stuff.

Homemade Helicopter Flight Test

A confident and experienced Ukrainian pilot takes his home-made helicopter for a spin.

Birth Anniversary (31-07)


1 ) Mehta Ketan Anil Kalyanji
2 ) Shah Dilip Umedchand
3 ) Sheth Dr. Mona Jignesh Anantrai
4 ) Trevadia Anil Ujamshibhai
5 ) Vora Vivan Manish Navnitrai Hematlal
6 ) Doshi Deepak Indulal

Tuesday, July 30, 2013

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ-ભૂપતભાઇ વડોદરિયા

 પોતાને ઘેર વિઝિટે બોલાવનાર એક વેપારીને જતાં જતાં ડોક્ટરે કહ્યું, "એક આટલું જ યાદ રાખવું કે ડોક્ટર પાટાપિંડી કરે છે. બાકી જખમ રુઝાવવાનું કામ ભગવાન કરે છે અને ઘા રુઝાવનારો મોટો ભગવાન બહાર જ્યાં હોય ત્યાં પણ એનો કોઇક કંપાઉન્ડર તમારી અંદર જ છે. બધી દવાઓ પણ તમારી અંદર છે. કોઇક કંપાઉન્ડર તેમાંથી સાચી દવા પસંદ કરીને તેને અસરકારક બનાવે છે."
આ સુખી વેપારી કોઇ અપવાદરૃપ કિસ્સો નથી. સુખી કે દુઃખી, બુદ્ધિજીવી કે મહેનતકશ બધાં જ પુખ્ત સ્ત્રી-પરુષો કોઇ ને કોઇ વાર આવી લાગણી અનુભવે છે. ઘણા માણસો મનની અંદર ખરાબ-ખોટા-અનિષ્ટ વિચારોને વિખેરી નાખવામાં સફળ થાય છે. કોઇ ઇષ્ટદેવનું સ્મરણ કરે છે, પ્રાર્થના કરે છે, પોતાનાં માતા કે પિતાનું સ્મરણ કરે છે. આમાં કશી નિર્બળતા જોવાની જરૃર નથી.માણસ જેમ જેમ વધુ ને વધુ જાણે છે તેમ તેમ તેનું ખોટું અભિમાન ઊતરી જાય છે. આપણા અલ્પજ્ઞાનનું આપણને પારાવાર અભિમાન હોય છે. આકાશ આસમાની છે તેનું આ કારણ છે.આકાશ આટલું ઊંચું છે (?) મેઘધનુષ રચાવાનું કારણ આ છે ત્યાંથી માંડીને અસંખ્ય બાબતો વિશેનું આપણું સહેજસાજ જ્ઞાન પણ આપણને જ્ઞાનના ડુંગર જેવું લાગે છે, પણ જગતના મહાનમાં મહાનવિજ્ઞાનીઓ આપણા સાધુસંતો સાથે સ્પર્ધામાં ઊતરી શકે તેટલા નમ્ર લાગે છે, કારણ કે તેમણે તેમના સૂક્ષ્મ જ્ઞાનની ખૂબ લાંબી છતાં સીમિત નળીમાંથી જોઇ લીધું છે કે જે કંઇ બહાર છે અને જે કંઇ આપણી અંદર છે તેનો પાર પામી શકાય તેવું નથી.
એટલે માણસ ઝાઝા તર્કવિતર્કમાં પડ્યા વગર શ્રદ્ધા દ્વારા એક ઊંડી સમજ કેળવી શકે છે.જીવનના નાના-મોટા અનંત દીપ પ્રગટાવનારી જે મહાશક્તિ છે તેનો કાંઇક અંશ દરેક જીવનમાંપડેલો છે. આપણે આપણી અંદર પડેલી આ શક્તિને ઢંઢોળી શકીએ છીએ અને તેને કલ્યાણકારક બનાવી શકીએ છીએ. અમેરિકાના મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ કહે છે કે તમારા અજ્ઞાત મનમાં ડુંગર ડોલાવવાની શક્તિ છે. અમેરિકાનો ચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે કે તમે જેવું વિચારો છો તેવા તમે બનો છો.
આપણો પુરુષાર્થ બહારના ક્ષેત્રે ચાલ્યા જ કરે છે, પણ દરેક માણસ જાણ્યે-અજાણ્યે એક આંતરિક પુરુષાર્થ પણ કરતો હોય છે. તેણે પોતાની જાતનું ઘડતર કરવાનું છે. પોતાની શી ગુંજાશ છે તે પારખવાનું છે અને તે ખરેખર શું મેળવવા ઇચ્છે છે તે પણ નક્કી કરવાનું છે. એક ડોક્ટર કે એક એન્જિનિયર વિદ્યા-તાલીમ લઇને પોતાનો બાહ્ય પુરુષાર્થ પુરવાર કરે છે, પણ તેના આંતરિક પુરુષાર્થનું પૂરેપૂરું બળ તેમાં ભળેલું નહીં હોય તો તે કોઇ વિશિષ્ટ પ્રદાન કરી નહીં શકે. હકીકતે આ આંતરિક પુરુષાર્થ ખૂબ મહત્ત્વનો છે, કેમ કે આમાં ખેતીનો નિયમ લાગુ પડે છે. તમે એક બીજ વાવ્યું હોય તો દસ બીજ તમે પામો છો.
મોટા વિજ્ઞાનીઓએ, દાક્તરોએ, ઉદ્યોગપતિઓએ, કલાકારોએ અને ઋષિમુનિઓએ પણ અજ્ઞાતમનના, અંતઃસ્રોતના, અંતરની પ્રેરણાના ચમત્કારો સ્વાનુભવે જોયેલા-જાણેલા છે. આ કાંઇ એકવીસમી સદીની વિશિષ્ટ દેન નથી. સિગમન્ડ ફ્રોઇડે 'અજ્ઞાત મન'ની વાત કરી તે પહેલાં સેંકડો વર્ષોથી તમામ ધર્મોએ તેની હસ્તી જાહેર કરેલી છે. ફ્રોઇડે ત્યાં માત્ર એક જડ જોઇ પણ તેનાં મૂળ સુધી ઊંડાં જવાનો તેને સમય ના રહ્યો. છેલ્લાં વર્ષોમાં કેન્સરની એક પછી એક શસ્ત્રક્રિયા કરાવી રહેલા ફ્રોઇડ લગભગ છેલ્લા દ્વાર પર પહોંચ્યા હતા, પણ પાછા વળી ગયા. બધી વૃત્તિઓ-પ્રવૃત્તિઓના મૂળમાં કામવૃત્તિ છે તેવું તેણે કહ્યું હતું, પણ આનું પણ મૂળ છે અને આ બાબતનો કોઇ અલગ મર્યાદિતરૃપ વિચાર પણ કરી શકાય તેમ નથી. હમણાં એક પ્રથમ પંક્તિના વિજ્ઞાનીએ કહ્યું છે કે, "બહુ જ ઘટ રીતે અને બહુ જ ખૂબીથી ગૂંથાયેલો આ ચંદરવો છે. ગ્રહો તો ઠીક, 'માણસ પણ ઠીક', પણ એક ઝીણામાં ઝીણી હસ્તીની, વસ્તુની પણ અસર છે. બધું જ એક બીજા પર અવલંબે છે, અસર પાડે છે. અસંખ્ય ચક્રો સર્જન-વિસર્જનનાં નિરંતર ચાલ્યા જ કરેછે. મનથી, જ્ઞાનથી, સાધનથી માપી ના શકાય તેવું આ જે અનંત-વિરાટ તંત્ર ચાલે છે, તેની પિછાનમેળવવા પૂર્વના ઋષિ-મુનિઓ પાસે જ જવું રહ્યું. બીજા કોઇની પાસે તેની વ્યાખ્યા પણ નહીં જડે.એ લોકો આ બધાને માયા કે લીલા કહેતા હોય તો તે એક વાસ્તવિક વર્ણન છે તેમ એક વિજ્ઞાનીતરીકે મારે કહેવું જોઇએ." અજ્ઞાત મન આપણી અંદર ઇશ્વર કે પરમ શક્તિનું આસન છે તેમ સમજીને તેને શુભ વિચારો, શુભ સંદેશાઓ-સંકલ્પો આપવા જોઇએ.
સૌજન્ય : શબ્દપ્રીત

Birth Anniversary (30-07)


1 ) Gandhi Charmi Nitin Vikramchand
2 ) Lodaria Purvi Sanjay (D/o Vinodrai Lodaria)
3 ) Mathakia Hansaben Mahendra Nanchand
4 ) Mehta Nisha Ajit Natvarlal
5 ) Mehta Naresh Manharlal
6 ) Mehta Prachi Bhaven Kumudchandra
7 ) Mehta Suresh Jevantlal
8 ) Mehta Vaishali Nikhil Vasantlal
9 ) Mehta Dipesh Prakash Kantilal
10) Sheth Yash Nikhil Suryakant
11) Sheth Nisha Ambalal Dahyabhai
12) Sheth Vaishali Kishor Chhotalal
13) Savla Purvi Sanjaykumar

Monday, July 29, 2013

Awesome Crossbows

Breathtaking crossbow performance by Ben Blaque at the French TV show "The Worlds's Greatest Cabaret" hosted by Patrick Sebastien.

Birth Anniversary (29-07)


1 ) Doshi Ankit Rajesh Manilal Ujamshi
2 ) Doshi Hiloni Bhalesh Gunvatrai
3 ) Mathakia Harsh Vimal Mahendra Nanchand
4 ) Mehta Rita Shilang Jayantilal
5 ) Mehta Meena Viren Shashikant Pranjivan
6 ) Parekh Krutika Mukesh Narbheram Jasraj
7 ) Patel Kalpana Jatin Panachand
8 ) Shah Sanjay Ramesh
9 ) Shah Mehul Narendra Kantilal

Sunday, July 28, 2013

Death


Native :Bela (Rangpar)
Currently At : Vile Parle, Mumbai
Name of the deceased :Ramaben Umedchand Parekh
Age : 72 Years
Date of Death : 26-07-2013.
Husband  :Umedchand Panachand Parekh

Son : Late Ketan 
Daughter :Nitaben Nilesh Mehta 
Grand Children : Jalormi, Pinag 
Brothers-in-Law(Diyars) :  Late Mohanlalbhai, Late Pitambarbhai, Late Jamnadasbhai, Late Kantibhai, Late Ramnikbhai, Vinaychandrabhai
Sisters-in-Law (Nanand) : Late Lalitaben Mugatlal Lodaria, Vimlaben Father :Late Chimanlal Savraj Gardi

May Her Soul rest in eternal peace

બેલા (રંગપર) હાલ મુંબઇ ઉમેદચંદ પાનાચંદ પારેખના ધર્મપત્ની અ. સૌ. રમાબેન (ઉં. વ. ૭૨) તે નીતાબેન નિલેશ મહેતા તથા સ્વ. કેતનના માતુશ્રી. તે જલોર્મી તથા પિનાંગના દાદી. સ્વ. મોહનલાલભાઇ, સ્વ. પિતાંબરભાઇ, સ્વ. જમનાદાસભાઇ, સ્વ કાંતીભાઇ, સ્વ. રમણીકભાઇ, વિનયચંદ્રભાઇ, સ્વ. લલીતાબેન મુગટલાલ લોદરીયા તથા વિમળાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ ચીમનલાલ સવરાજ ગાર્ડીના દીકરી શુક્રવાર ૨૬-૭-૧૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૯-૭-૧૩ સોમવારે વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, દાદર (વે.). સં. ગ્રાઉન્ડ ફલોર, શ્રીમતી પુનઇબેન કરસન લધુભાઇ નિશર હોલ. ટા. ૪ થી ૫.૩૦. પારલા (ઇ.). લૌ. વ્ય. બંધ છે.

જે છોડે તે સુખી-નીલેશ મહેતા

એક સંત પુરુષ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજરે એક દ્રશ્ય પડ્યું અને થંભી ગયા. એક કૂતરું મોંમાં હાડકું લઈ ઝડપથી દોડી રહ્યું હતું અને પાછળ છ-સાત કૂતરાંઓ તેનો પીછો કરતા હતા. એના જ ભાઈઓ. થોડે જ દૂર બધાંય કૂતરાએ પેલા કૂતરાને ઘેરી લીધું. કોઇએ બચકું ભર્યું, કોઇએ પગ પકડ્યો, કોઇએ એને ધૂળ ચાટતું કર્યું. તે રીતે થોડી વારમાં કૂતરાના હાલ બેહાલ કરી મૂક્યા. અંતે તે કૂતરું થાક્યું. પોતાનો જીવ બચાવવા તેણે એ હાડકાને પડતું મૂક્યું. તે જ સમયે બધાં કૂતરાઓએ એને છોડી દીધું. હવે બીજા કોઇ કૂતરાએ હાડકું ઊંચકી લીધું.
સંતપુરુષ આશ્ચર્ય નજરે આ દ્રશ્ય જોઈ જ રહ્યા. હવે બાકીનાં બધાં કૂતરાં એમના જ સાથી પર ત્રાટકી પડ્યાં અને પહેલા કૂતરાની જેમ એના પણ હાલ-બેહાલ કરી નાખ્યા. આ બીજા કૂતરાએ પણ પહેલાની જેમ પોતાનો જીવ બચાવવા હાડકું છોડી દીધું. હાડકું ત્રીજા કૂતરાએ પકડ્યું અને ત્રીજાની પણ એ જ દશા થઈ. પહેલા બે કૂતરા એક ખૂણામાં ઊભા ઊભા ભસી રહ્યા હતા. હવે એમને ભય ન હતો. કારણ કે લડાયક કૂતરાઓની નજર હાડકા ઉપર જ હતી અને જેની પાસે તે હાડકું હોય તેના પર જ હુમલા કરતા અને તેમને હાલ-બેહાલ કરી મૂકતા.
સંતપુરુષ મનમાં વિચારે છે કે : જે પકડે છે તે દુ:ખી થાય છે, જે છોડે છે તે સુખી થાય છે. આ રસહીન અને શુષ્ક હાડકું પકડનારને પણ આટલું લોહી આપવુ પડે છે તો રસભર વસ્તુઓમાં આસક્ત રહેનારને કેટલું લોહી આપવું પડે ? કેટલા માર-દુ:ખ સહન કરવાં પડે. જેણે છોડ્યું તેને કોઇ છેડતું નથી. જે પકડે છે તેની પાછળ સૌ પડે છે માટે જ રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ સમજવો જરૂરી છે.
સૌજન્ય : રીડગુજરાતી

Birth Anniversary (28-07)


1 ) Mehta Mital Manoj Nagindas
2 ) Mehta Charu Hemanshu Nagindas
3 ) Mehta Hasin Ketan Chandulal
4 ) Sheth Kyati Samir Anantrai
5 ) Sanghvi Uday Sevantilal
6 ) Sanghvi Jayshree Kamlesh Chandulal
7 ) Shah Mehul Rajendra Umedchand
8 ) Shah Bharti Kamlesh Pravinchandra Shantilal
9 ) Shah Sujit Jevatlal Sukhlal
10) Sheth Vijay Shantilal
11) Vora Parul Kanaiyalal

Saturday, July 27, 2013

Pizza Delivery By Remote Controlled Helicopter

In Great Britain, a remote-controlled helicopter has delivered two pepperoni pizzas.

Birth Anniversary (27-07)


1 ) Mehta Saroj Bharat Amrutlal
2 ) Shah Chirag Bhavesh Mulraj

Friday, July 26, 2013

બાળક : આવતી કાલનું ઉજ્જવળ ભવિષ્ય – ડૉ. પ્રતાપ પંડ્યા

[ ડૉ. પ્રતાપ પંડ્યાના  પુસ્તક ‘શિક્ષણ : જ્ઞાનની પરબ’ માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે.]
બાળકના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનને પોષણ આપવાનું ખૂબ જરૂરી હોય છે. કેટલાંક માબાપ આ સમજતાં નથી. બાળક કાંઈક કરવા જતો હશે તો માબાપના મોંમાંથી વારંવાર સાવધાનીના સૂર નીકળ્યા જ કરવાના. માબાપ કહેશે ‘રહેવા દે, તારું કામ નથી ! તું નકામું કાંઈક તોડી-ફોડી નાખીશ. દીવાલમાં ખીલા મારવાનું તારું કામ નહીં, ઊંચે ચડીને માળીએથી ડબ્બા તારાથી ન ઊતરે ! ઝાડે ચડીને રમવા-કૂદવાનું ન કરાય…. હાથ-પગ ભાંગે…. બહુ દોડાદોડ સારી નહીં…. બેટા ! આમ રમકડાં તોડી ન નખાય…. સીધી રીતે જ રમાય… દરેક પ્રવૃત્તિ, કાર્ય, રમત અને સૂવા-ખાવામાં બાળકને સતત રોકટોક કરવાથી જ બાળકની વિકાસયાત્રા થંભી જાય છે. ધીમી પડી જાય છે. જેને આપણે શિસ્તતા અને સંસ્કારના અંચળાથી ઓળખીએ છીએ.
બાળક કુદરતી શક્તિનો ધોધ છે. ક્ષમતાપૂંજ છે. બાળકનો તરવરાટ બાળકનું સતત વિકાસ ઝંખતું મગજ નિત્ય પળે નવું નવું જાણવું, જોવું અને કાંઈક કરીને જ રહે ત્યારે જ સંતોષ અનુભવે છે. ખોટા ડર, ભય કે અન્ય રૂકાવટથી આપણે જ આપણા બાળકના શત્રુ બનીએ છીએ. આ વાત ખૂબ ઓછાં મા-બાપ જાણે છે. મા-બાપ બે પ્રકારનાં હોય છે. કેટલાંક બાળકની સાચી કે ખોટી મહત્વકાંક્ષાને તોડી પાડે છે ! એ બાળકની કોઈ વાત માનવા તૈયાર જ હોતાં નથી ! તેમને કોઈ વાતમાં વિશ્વાસ પડતો નથી ! બાળકના દરેક સ્વપ્નના જવાબમાં એ કહેવાનાં ‘એ શેખચલ્લી ! હવે એ બધા ખોટા ચાળા મૂકી દે ! સીધા રસ્તે નિશાળે જા, નવરા બેઠા તુક્કા હાંકવાને બદલે ઘરનું કાંઈક કામ કર !….’ ત્યારે કેટલાંક માબાપ બાળકોના તુક્કા, શેખી, પોલી મહેચ્છા વગેરેની રૂખ પારખે છે. બાળકની દરેક વાત, વલણ, વર્તન અને ભાવસભર વાણીને સમજવા કોશિશ કરે છે. બાળકની દરેક પ્રવૃત્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા વડે સાથ આપતાં રહે તેમજ તેમાં મદદ કરવા સદા પોતે તત્પર હોવાનો વિશ્વાસ આપે છે. આવાં બાળકો મા-બાપના આ વલણથી પોતાના દિમાગમાં કેટલું નક્કર અને કેટલી હવા છે તે સમજવા માંડે છે. બાળકો આ રીતે પોતાની જાતને સાચી રીતે સમજતાં થાય છે. પોતાના ખ્યાલોનાં દૂધ-પાણી અલગ પાડતાં શીખે છે. આગળ ઉપર તે નક્કર વ્યક્તિ બને છે.
બાળકોનાં સ્વપ્નાને એકદમ તોડી ન પાડો. સૂર્ય, ચંદ્ર, આકાશ, પર્વત, ઝરણાં, નદી, સમુદ્ર, પવન, પાણી, પૃથ્વી વગેરે વિશે જાણવા તેની જિજ્ઞાસા બને તેટલી સંતોષવા પ્રયત્ન કરો. જે બાબત આપણે ન જાણતાં હોઈએ તો સ્પષ્ટ ના પાડો. અગડમ-બગડમ સમજાવીને અહમ સંતોષો નહીં. રેતીમાં રમે, ધૂળના ઢગલા કરે… ફુગ્ગા ઉડાડે…. પાણીમાં છબછબિયાં કરે…. ઝાડ ઉપર ચડે ઊતરે…. સાથે સાથે અનેક પ્રશ્નો કરે ત્યારે પ્રેમથી સાંભળીને બને ત્યાં સુધી સાચો જવાબ બાળકની ભાષામાં આપવો તો પરસ્પર પ્રેમ વધશે અને બાળકનો સર્વાંગી વિકાસ ઝડપથી થશે.
દરેક બાળકમાં ક્યાંક ન્યુટન કે ગેલિલિયો બેઠો હોય છે. ફળ ઝાડ પરથી નીચે કેમ પડે છે ? તે આકાશમાં ઊંચે કેમ જતું નથી ? એવી ન્યુટનની જિજ્ઞાસામાં ગુરુત્વાકર્ષણની શોધ છુપાયેલી હતી. આ બાળકને એનો પિતા કહે કે ‘મૂર્ખશિરોમણી ફળ નીચે ન પડે તો શું સીધું તારા મોઢામાં આવે ?…… તદ્દન વાહિયાત !’ પૃથ્વી સપાટ નથી, ગોળ છે, તેવું કહેનારા ગેલિલિયોને બધાએ પાગલ ઠરાવવાની કોશિશ કરી હતી. બાળકોના તમામ સવાલોના જવાબ આપવા જેટલી ત્રેવડ કોઈ મા-બાપની નથી હોતી, પણ મા-બાપ એના પ્રશ્નોને સાંભળે-સમજે શક્ય તેટલી સલાહ-દોરવણી અવશ્ય આપી શકે…. હસી કાઢવાથી બાળકનું અહમ ઘવાશે…. મા-બાપ પ્રત્યેની શ્રદ્ધા તૂટશે…. જેને કારણે પોતાના પ્રશ્નોના જવાબો યેન કેન પ્રકારે મેળવવા અન્ય સાથે પ્રયત્નો કરશે. જે કદાચ માબાપને ગમે પણ નહીં…..
બાળકોને સમજવાં અઘરું કામ જરૂર છે. તેને સરળ બનાવવું એ સમજદાર મા-બાપોનું કામ છે. મા-બાપની મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ અને વિચારસરણી મુજબ બાળકોએ બધું કરવું જોઈએ એવું દઢ રીતે માનનારાં માબાપો ખોટે રસ્તે છે. આ ઉપયોગ પોતાની અધૂરી રહેલી યોજનાઓ અને ઈચ્છાઓ આગળ ધપાવવાના સાધન તરીકે કરે છે. પણ આમાંથી નિરાશા સિવાય કાંઈ નીપજતું નથી. કોઈ પિતા પુત્રને કહેશે કે, ‘મારે તો બાપ ન હતાં, ઘણું ભણવું હતું અને ડૉક્ટર થવું હતું પણ કેવી રીતે થાઉં ? તું હવે બરાબર ભણીને ડૉક્ટર થા. તારે માથે તો બાપ છે અને તારે કાંઈ નાની ઉંમરે કુટુંબની જવાબદારી ઉપાડવાની નથી. પણ આ બાળકને ડૉક્ટર બનવું હોય તો ને ? બાળકનું સ્વપ્ન કાંઈ બીજું જ હોય તો ? તમે એનું સ્વપ્ન ચગદી નાખીને તેની ઉપર તમારી નિષ્ફળ ઈચ્છાનું ભૂત સ્થાપો તો તેથી શું નીપજે ? ફિલસૂફ કવિ ખલિલ જિબ્રાને એટલે જ કહ્યું છે કે, ‘બાળકો ઉપર તમારાં સ્વપ્નો લાદશો નહીં.’ એનાં સ્વપ્નો તમે અપનાવજો. કેમ કે ગઈ કાલ તમે છો, તમારું બાળક આવતી કાલ છે.’ એટલું યાદ રાખો કે બાળકો તમારા દ્વારા, તમારા મારફત આ દુનિયામાં આવે છે. તમારા વારસામાં મળેલ સંસ્કારો ઉપરાંત ઘણુંબધું એટલે કે 90% કુદરતી બક્ષિસ લઈને આવેલ હોય છે. તેમનમાં રહેલી આ કુદરતી બક્ષિસને સંપૂર્ણ વિકાસ અને પ્રગટવાની સ્વતંત્રતા માબાપોએ આપવી જોઈએ.
માનવજાતિના ઈતિહાસમાં ઘણા દાખલા છે. જે માબાપે બાળકને સ્વતંત્ર રીતે બાળકોની ઈચ્છા મુજબ, દબાણ વગર વિકસવાની તક આપી છે તેવાં બધાં બાળકોએ વિવિધ ક્ષેત્રે નામ કાઢ્યું છે. માબાપોએ બાળકોને પ્રેમ, હૂંફ અવશ્ય આપવાં જોઈએ તેમજ બાળકોની પ્રવૃત્તિઓ, મિત્રો, અભ્યાસ, રમતો ઉપર નજર રાખવી જોઈએ પણ સી.આઈ.ડી. તરીકે નહિ. બાળકોમાં રહેલ કળા, સંગીત, ચિત્ર, સાહિત્ય, રમતગમત, જેવા ઉત્તમ ગુણોને ખીલવવા માટે રુચિ પ્રમાણે તક આપવી એ પણ માબાપની ફરજ છે. બાળકના ગમા-અણગમા પ્રત્યે સતત ધ્યાન રાખીને બાળકને આગળ વધવાની તાલીમ આપવી વધારે ફાયદાકારક નીવડશે. તમારા ધંધા કે કારોબાર માટે પુત્રને કે પુત્રીને યથાયોગ્ય સમયે સામેલ રાખી તાલીમ આપો તો ઠીક છે. તેને તમારે પગલે ચાલવાનો આગ્રહ કરવા કરતાં તેના પગલે તમે ચાલો, કેમ કે તમે ગઈ કાલ છો, બહુ તો આજ છો, પણ તમારું બાળક આવતીકાલ છે.
સૌજન્ય :રીડગુજરાતી

Birth Anniversary (26-07)


1 ) Doshi Rupa Hitesh Manilal Ujamshi
2 ) Gandhi Sandhya Dilip Durlabhji
3 ) Gandhi Ritesh Jayantilal
4 ) Gholani Pratik Subhash Chunilal
5 ) Lodaria Sanjay Pranjivan Harjivan
6 ) Mehta Varsha Vijay Manilal
7 ) Shah Pratik Bipin Jaysukhlal
8 ) Shah Varsha Vikram Chamanlal
9 ) Solani Purav Mahendra Ratilal

Thursday, July 25, 2013

Dog Performance - World's Greatest Cabaret

Dog trainer Wolfgang Lauenburger and his canine friends show off at the French TV show 'The World's Greatest Cabaret' hosted by Patrick Sebastien.

Birth Anniversary (25-07)


1 ) Mehta Tejas Rajesh Hasmukhrai
2 ) Mehta Deepak Trambaklal
3 ) Mehta Jayashree Ketan Chandulal
4 ) Sanghvi Chetan Lalitrai Pranjivan
5 ) Shah Parth Kiran Virendra
6 ) Trevadia Hir Tushar Dalsukhbhai
7 ) Lodaria Jagdish Chhabildas
8 ) Lodaria Ami Dharmesh Ambalal Harjivan

Wednesday, July 24, 2013

નવા વિચારોનું આગમન – આરતી જે. ભાડેશીયા


માનવી તેનું જીવન તેના માનસિક વિચારો બદલીને જ બદલી શકે છે. તમે જેવું વિચારશો, જેવું માનશો, તેવું તમારા જીવનમાં બનશે અને તેવું વાતાવરણ તમારી આસપાસ સર્જાશે. મનને માત્ર સારા જ નહીં, નવા વિચારોથી ભરો. આ ગતિવિધિ થી જ તમને નવુંજીવન, ધાર્યું જીવન અને બની શકે તો ધારી સફળતા પણ મળી શકે છે. જો સંશોધકોએ કંઈ જ નવું ના વિચાર્યું હોત તો આજનો યુગ ટેકનિકલ ન બન્યો હોત અને આપણે આટલી ભૌતિકતા ન ભોગવી શક્યા હોત.
ઉદાહરણ તરીકે, આજની દરેક વ્યક્તિ માટે જીવનમાં સૌથી ઉપયોગી સાધન હોય તો તે છે મોબાઈલ. ‘Martin Cooper’ નામના વૈજ્ઞાનિકે કશું વિચાર્યું ન હોત તો આજે દુનિયાના ગમે તે છેડે રહેતા વ્યક્તિનો સંપર્ક આપણે સાધી શક્યા હોત ? ‘Philo T. Farnsworth’ જેને ટેલિવિઝનના પિતા કહેવાય છે, તેમણે જો નવા વિચારો દ્વારા આ કામ ન કર્યું હોત તો આપણે આટલું મનોરંજન અને દુનિયાની ખૂણે-ખૂણાની માહિતી મેળવી શક્યા હોત ? આજે દરેક વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું સાધન એટલે કોમ્પ્યુટર. જો ‘Charles Babbage’ નામના વૈજ્ઞાનિકે આ કશું વિચાર્યું ન હોત તો આજના ધંધાકીય હિસાબ-કિતાબ તથા લાખો-કરોડોના વ્યવહારો સહેલા બની શક્યા હોત ? જો કોમ્પ્યુટર ના હોત તો આજે આટલી રોજગારીની તકો ઊભી થઈ શકી હોત ? આજે દુનિયાના કોઈપણ છેડે રહેલા વ્યક્તિ સાથે વ્યવસાય કરવો હોય અથવા અજાણી વ્યક્તિની માહિતી એકત્ર કરવી હોય તો આજના યુવાનો અને બાળકોનું પ્રિય તથા દુનિયાની માહિતી ને જ્ઞાન આપતું ‘ઈન્ટરનેટ’ આપણને ઉપયોગી થાય છે. આ ઈન્ટરનેટની શોધ ‘Vintone Cerf’ નામના વૈજ્ઞાનિકે કરી હતી. જો તેમણે આ વિશે કંઈ વિચાર્યું ના હોત તો આજે બાળકો આટલી નાની ઉંમરમાં આ બધું જ્ઞાન મેળવી શક્યા હોત ? દુનિયામાં હજી ઘણા ઉદાહરણ એવા છે જેમાં લોકોએ ઘણું જ નવું વિચાર્યું છે અને હજી વિચારશે. આજના ઝડપી અને હરીફાઈના જમાનામાં દરેક વ્યક્તિએ નવું વિચારવું જ પડે છે. આજે હજી પણ ઘણા લોકો એવા છે જે જૂના, થાકેલા અને ઘસાઈ ગયેલા વિચારો સાથે જીવે છે.
સમાજને જાગૃત કરવા તેમજ પોતાનું વ્યક્તિત્વ બદલવા માટે માણસે માત્ર ત્રણ જ વાક્યો યાદ રાખવાની જરૂર છે : [1] ઈશ્વર જ મારામાં જીવનની શક્તિ છે. તેને લીધે જ મારામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. [2] માનવીનું જીવન તેના વિચારો પ્રમાણે જ ઘડાય છે. [3] માનવી એવો બને છે જેવો તે પોતાના વિશે આખો દિવસ વિચાર્યા કરે છે. વિચાર એવી શક્તિ છે જેનો માનવી પર બહુ જ મોટો પ્રભાવ પડે છે. કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે વિચાર જ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તમે તમારા વિચારોથી માંદા પણ પડી શકો છો અને તંદુરસ્ત પણ રહી શકો છો. પરિસ્થિતિ કરતા વિચારધારા વધુ બળવાન હોય છે. જો તમે સર્જનાત્મક વિચાર કરશો તો વાતાવરણ પણ સર્જનાત્મક બની રહેશે. પણ જો તમે નકારાત્મક વિચારો કરશો તો વાતાવરણ પણ નકારાત્મક બની રહેશે, જે તમને સફળ થવા જ નહિ દે. આથી સર્જનાત્મક વિચારો માટેના ત્રણ જ ઉપાય છે : પરિકલ્પના, પ્રાર્થના અને સાકારત્વની ભાવના. તમે તમારા શરીર/દેહને પોષણ આપો છો, તે જ રીતે તમારા મન ને પણ પોષણ આપો. તમારા મનને તંદુરસ્ત રાખવા માટે સૌપ્રથમ તમારા શરીર/દેહને તંદુરસ્ત રાખો. જેમ શરીર/દેહને તંદુરસ્ત રાખવા માટે સંપૂર્ણ અને શુદ્ધ આહારની આવશ્યકતા છે, તેવી જ રીતે મનને પણ શુદ્ધ અને રચનાત્મક વિચારોની આવશ્યકતા છે. આથી મન ને પણ સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારોથી ભરી દો અને સાથે જૂના ઘસાઈ ગયેલા વિચારોને મુક્તિ આપો. આથી સારા અને સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારો લાવવા માટે નિયમિત પ્રાર્થના કરો. ઈશ્વરને બને તેટલો સમય આપો. દરેક પ્રાર્થના સાથે ઈશ્વરનો આભાર માનો કે મનુષ્ય અવતાર આપીને એક અદ્દભુત ભેટ આપી છે અને ઈશ્વર પરની અડગ શ્રદ્ધાથી વધુ ઈશ્વરના કોઈ આશીર્વાદ હોઈ શકે નહીં. વધુ સફળ તથા સારું જીવન માટેની ગુરુચાવી એ જ છે કે તમારે તમારા જૂના ને ‘રોગીષ્ઠ’ વિચારોને ફગાવી દેવા અને તેના સ્થાને નવા ‘નિરોગી’ અને ‘તંદુરસ્ત’ વિચારો ને આંતરમનમાં રાખી દેવા.
કોઈપણ વ્યક્તિ ચાહે ભલે મોટી પદવી પ્રાપ્ત કરેલ હોય કે સામાન્ય હોય, દરેકે પોતાના વ્યવસાય અંગે, તંદુરસ્તી અંગે, ભવિષ્ય વિશે, સ્વજનો વિશે પણ આશાવાદી બની રહેવું જોઈએ. આ વિચારધારા કરવી મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. દરેક વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો એ ઘણો સમય દુર્વ્યય કર્યો છે. તેને દૂર કરવા મુશ્કેલ જરૂર છે, પણ શક્ય નથી. માનવ સ્વભાવમાં ઊંડે સુધી આરોપિત થયેલું વલણ તે છે કે તમે તમોને જેવા માનો છો તેવા જ બનીને રહો છો. આથી જ લોકો અને સમાજને પણ સર્જનાત્મક, રચનાત્મક, હકારાત્મક વિચારોનું મૂલ્ય સમજાવવું તે પણ ઘણી મોટી સમાજ સેવા ગણાશે.

સૌજન્ય :રીડગુજરાતી

Birth Anniversary (24-07)


1 ) Doshi Sagar Ashwin Maharlal
2 ) Mehta Darshan Hemendra Pravinchandra
3 ) Mehta Arvind Chamanlal
4 ) Parekh Nilesh Harish Bhagwanji
5 ) Sanghvi Darsha Mahesh Maganlal
6 ) Shah Kunjlata Haresh Ramniklal
7 ) Shah Sneh Vinod Ratilal
8 ) Sheth Suhiti Hitesh Mugatlal
9 ) Vora Vidhi Rajendra Khusalchand
10) Mehta Saroj Bharat Amrutlal
11) Sheth Narendra Jamnadas

Tuesday, July 23, 2013

Dancing Queen

A complete, one-person ensemble performs a dance that is unlike anything you have seen before.

Birth Anniversary (23-07)


1 ) Doshi Niteshkumar Rajnikant
2 ) Doshi Rameshchandra Amichand
3 ) Mehta Tejas Navinchandra Shantilal
4 ) Sanghvi Devangi Keyur Rameshchandra Gopalji
5 ) Sanghvi Kirti Dhirajlal (Mr)
6 ) Shah Shreyas Mukesh Hasmukhrai
7 ) Shah Avni Viraj Dhirubhai
8 ) Sheth Rita Vijay Shantilal
9 ) Sheth Ila Kantilal Vallabhdas

Monday, July 22, 2013

ઈશિતાના લવિંગ





Birth Anniversary (22-07)


1 ) Doshi Amrutlal Bhudarlal
2 ) Doshi Harshad Kishor Damjibhai
3 ) Gandhi Indira Madhusudan Lalchand
4 ) Mehta Bonda Shrenik Navinchandra
5 ) Patel Jethalal Nemchand
6 ) Sanghvi Ashok Jagjivandas

Sunday, July 21, 2013

Flying Bicycle

A flying bicycle invented by three Czech companies successfully completed its first test flight.

Birth Anniversary (21-07)


1 ) Khandore Alpa Kaushal Dhirajlal Lavjibhai
2 ) Mehta Hemendra Pravinchandra
3 ) Mehta Anuja Chetan Swarupchand
4 ) Mehta Aashish Harish Jamnadas
5 ) Mehta Kusum Dilip Ratilal
6 ) Mehta Mehul Deepak Dhirajlal
7 ) Shah Jainam Nilesh Jayantilal
8 ) Shah Purvi Tarak Uttamkumar
9 ) Sheth Jigna Ketan Bakulbhai
10) Sheth Hemlata Bipin Jevatlal

Saturday, July 20, 2013

કોની જડતા અધિક પવિત્ર ?! – હર્ષ રાજેન્દ્રકુમાર જોષીS

આ કહેવત બહુ અર્થપૂર્ણ સાબિત થાય છે જે સારા સિદ્ધાંતોને વળગી રહીને જીવનની ઉન્નતી ઈચ્છે છે. પણ અહીં વાત સિક્કાની બીજી બાજુની કરવી છે. અમુક લોકો ગાંધીજી જેવા સિદ્ધાંતવાદી બનવા અન્ય વ્યક્તિઓ સામે પોતાનું જક્કી વલણ દાખવે છે. તેઓ માને છે કે સિદ્ધાંતવાદી બનવાથી સફળ થવાય છે અને એ માન્યતા સાચી પણ છે પરંતુ જો અન્ય વ્યક્તિ તે જ વ્યક્તિ સાથે તેવો જ વ્યવહાર કરે અથવા જક્કીપણું દાખવે તો તે સહન કરી શકતા નથી ! આ તો પોતાનો જ કક્કો ખરો કરવાની વાત થઈને ?
ગાંધીજી જેવા સિદ્ધાંતવાદી બનવું હોય તો સામી વ્યક્તિના સિદ્ધાંતોને પણ તેટલું જ માન આપતા શીખવું જોઈએ. માત્ર સિદ્ધાંતને જડપૂર્વક વળગી રહેવાથી જ સફળ નથી થવાતું. ગાંધીજી પણ પોતાના સંસર્ગમાં રહેલી વ્યક્તિના સિદ્ધાંતોનું મૂલ્યાંકન કરતા અને જ્યાં પોતે ખોટા જણાય ત્યાં નિઃસંકોચ પણે તેનો સ્વીકાર કરતા અને સામી વ્યક્તિનાં સિદ્ધાંતને ખેલદિલીથી માન આપતા. જ્યારે અમુક લોકો જેટલી જડતાથી પોતાના સિદ્ધાંતને વળગી રહે છે તેટલી સરળતાથી અન્યનાં સિદ્ધાંતને સ્વીકારી શકતા નથી અને એટલે જ બે વ્યક્તિઓ વચ્ચે ખટરાગ પેદા થાય છે.
આ બાબતમાં લેખકશ્રી ગુણવંત શાહ જણાવે છે કે : ‘ભારતમાં હિંદુ-મુસલમાન વચ્ચે કોમી તંગદિલી કેમ પ્રવર્તે છે ? કેમ કે બંને કોમ એમ સાબિત કરવા માગે છે કે તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે !’ આપણા સમાજમાં પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આવી જ બાબતોને લીધે વિગ્રહ પેદા થાય છે કે તમારા જડ સિદ્ધાંત કરતાં અમારો જડ સિદ્ધાંત વધુ સારો છે અને તેથી જ એ સર્વ સ્વીકૃત હોવો જોઈએ. આપણાં સમાજમાં મોટી તકલીફ જ એ છે કે બધાને બોલવું છે, સાંભળવું કોઈને નથી અને જેણે સાંભળવું છે તેને વગર વિચાર્યે આંધળું અમલીકરણ કરવું છે. માટે જ ગુરુઓનો રાફડો ફાટ્યો છે, જેના શિષ્યો ગર્વથી કહે છે કે અમારા ગુરુનાં સિદ્ધાંત મુજબનું જીવન જ શ્રેષ્ઠ છે !! જેવી રીતે ગાંધીજી પોતાના સિદ્ધાંતો માટે અફર રહેતા તથા સત્યનાં આગ્રહી બનતા તેવી જ રીતે તેમના હૃદયમાંથી કરુણાનું અવિરત ઝરણું વહ્યા કરતું. પૂજ્ય શ્રી મોરારીબાપુ એ તો રામ-લક્ષ્મણ-જાનકી ને સત્ય-પ્રેમ-કરુણાનું રૂપક આપ્યું છે. શ્રીરામ એટલે કરુણા, જાનકીજી એ પ્રેમ અને લક્ષ્મણજી સત્ય. સિદ્ધાંત અને શિસ્ત એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યાં સુધી આપણાં સમાજમાં સ્વયંશિસ્ત ન આવે ત્યાં સુધી આપણો સમાજ આદર્શસમાજ ન બની શકે. અત્યારે આપણા સમાજમાં અમુક વર્ગ એવો છે જેનામાં શિસ્ત બહુ ઓછી છે જ્યારે અમુક વર્ગ એવો છે જેનામાં વધુ પડતી શિસ્ત સ્થાન લઈ ચૂકી છે. અહીં એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અતિશય શિસ્ત માનવીનાં જીવનમાં એક પ્રકારની જડતા લાવી દે છે અને માનવી ખૂલીને જીવી શકતો નથી. માનવી જીવનયાત્રાના કોઈક સ્થળે અતિશિસ્તરૂપી સાંકળથી આપમેળે જ બંધાઈ જાય છે અને પોતાના જડ સિદ્ધાંતોને વળગી રહે છે. એ એમ માનવા લાગે છે કે હું જીવનનાં શ્રેષ્ઠ મુકામ પર પહોંચી ગયો છું પરંતુ આવી વ્યક્તિની માન્યતાનો માનભંગ થવો જોઈએ.
બંને સાચા પરંતુ જુદી જુદી દિશા ચિંધનારા સિદ્ધાંતો વચ્ચે સંતુલન જાળવી રાખે તે જ સાચો સિદ્ધાંતવાદી. અહીં આ બાબતને અનુલક્ષીને ગાંધીજીનું ઉદાહરણ લીધું છે પરંતુ બીજા ઘણાં સિદ્ધાંતવાદીઓ પોતાના બહુમુખીત્વ અભિગમને કારણે સફળ થયા છે નહિ કે સિદ્ધાંતોની જડતાથી !
સૌજન્ય : રીડગુજરાતી

Birth Anniversary (20-07)


1 ) Gandhi Jyoti Rajesh Shantilal
2 ) Sanghvi Hiloni Hasmukh Chimanlal
3 ) Shah Amisha Shetal Vinodrai
4 ) Shah Parag Ratilal Chunilal
5 ) Shah Hiral Chandresh Harshadrai
6 ) Vora Kajal Mukesh Nagindas

Friday, July 19, 2013

Why British And American Spellings Differ

Noah Webster - the man who changed the way Americans spell ... up to a point.

Birth Anniversary (19-07)


1 ) Doshi Harish Shantilal
2 ) Doshi Dr. Nita Paresh
3 ) Doshi Jayesh Trambaklal
4 ) Mehta Divyaprabha Navinchandra
5 ) Mehta Hasmukhrai Keshavlal
6 ) Mehta Gunvant Shamaldas
7 ) Mehta Ankil Gunvant Shamaldas
8 ) Mehta Gaurav Deepak Narottamdas
9 ) Mehta Nita Vipul Navinchandra
10) Shah Sakshi Aashish Arvindbhai
11) Shah Kusum Anantrai Bhogilal
12) Sheth Parimal Vijay Ratilal
13) Vora Manish Navnitrai Hematlal

Thursday, July 18, 2013

એ ચાહ પર ચશ્માં પડ્યા… – જયરાવ જણસારી


‘અરે આને કોઈ લખતા શીખવો, ક્યારેય ચશ્માં ચાહ પર પડે ખરા !…. કેવા કેવા લોકો પોતાને લેખક માને છે ! બસ હાથમાં પેન પકડી અને શબ્દો ટપકાવ્યા એટલે લેખક થવાતું હશે, ગગા’… આ વાંચ્યા પછી આવું વિચારવું સ્વાભાવિક છે. પણ અહીં લખેલું ફક્ત વાંચવા કરતાં સમજવાની જરૂર છે. આ વાક્ય બે ઘડી ધ્યાન આપવા માટે જ લખાયું છે. આવું વાક્ય આપણે ક્યારે ઉચ્ચારીયે છીએ ? કઈ પરિસ્થિતિમાં બોલીએ છીએ ? એ જ કે જયારે આપણે કોઈ કામમાં મશગુલ હોઈએ અથવા પરોવાયેલા હોઈએ, કેમ કે જયારે અનાયાસે કોઈ ઘટના બને જેવી કે પાણી ઢોળાવવું…. ત્યારે એકદમ મોંમાંથી નીકળી જાય કે એ ગ્લાસ ઢળ્યો. પણ ખરેખર પાણી ઢળ્યું હોય છે.
આ વાક્ય ભલે રમૂજ ઉપજાવે પણ તેનો મર્મ જાણવો જરૂરી છે જે આપણા રોજીંદા જીવનને સીધો સ્પર્શે છે. મિત્રો આજના યુગમાં જેટલું બૂકનું મહત્વ નથી તેટલું ફેસબૂકનું વધારે છે. વળી પાછા ફોન બનાવતી કંપનીઓએ ટચ સ્ક્રીન અને ફેસબુકની સંયુક્ત સુવિધા આપી છે. એટલે કોઈ પણ વ્યક્તિ એકલપંથો હોઈને ફોનની અંદર જ પરોવાયેલો રહે છે. તેમને તેમની આસપાસ કોણ છે, કેમ છે, એના કરતાં આંગળીના વેઢાથી ટચસ્ક્રીન પર રચાતા સંબંધોમાં વધારે રસ છે. સ્નાન કરીને નીકળે તો પણ સ્ટેટ્સ અપડેટ કરે ! ગમે તે સ્થિતિમાં પણ સ્ટેટ્સ અપડેટ તો કરવાનું જ !
આ બધું શું છે ? આ બધામાં આપણે નજીકના સંબંધોને અવગણ્યા અને એટલા એકલા થઈ ગયા કે આપણા સિવાય બીજું કોઈ દેખાતું નથી. આજે મનને ઠાલવવું હોય તો લોકોને કોઈનો ખભો નહીં પણ કમ્પ્યુટરનો ખોળો જોઈએ છે ! આ બધી સુવીધા સારી છે પણ તેનો અતિરેક થઈ રહ્યો છે. આ સુવિધાઓની અવગણના ક્યારે કરવી તેનો ખ્યાલા જ નથી. આજનો યુવાવર્ગ સગવડીયો થયો છે. સહેજ પણ અગવડતાથી તે આકુળ વ્યાકુળ થઈ જાય છે. તેઓ એવું નથી સમજતા કે સુવિધા તેમના માટે છે, તે સુવિધા માટે નથી. કાંઈ હોય કે જેનાથી નવું જણાય તો ચોક્કસ તેમાં ચિત્ત પરોવું જોઈએ પણ એટલી હદે નહિ કે તેનાથી આપણે આપણા મિત્રો, માતાપિતા દરેકને અવગણીએ અને માત્ર આપણો અહમ, આપણા પુર્વગ્રહો ને જ આપણે સાચા માનીએ. આપણા ખોટા ખ્યાલો, અધીરા નિર્ણયો, કાગળ જેવા સંબંધો અને ધુમાડા જેવો વિશ્વાસ એ લક્ષણો છે આજની પેઢીના.
એ લોકો એવું સમજે છે કે તૂટેલા સંબંધો તૂટેલી રકાબી જેવા છે તેને જોડી દેવાથી તે ફરી તાજો થાય છે પણ તેઓ એ ભૂલી જાય છે કે તેમાં રહેલી તિરાડ તેની ચડી ખાય છે. આજના યુવાનની સંબંધ વિશેની માન્યતા તેને સમજણ સાથે ઉછેરવાની નહિ પણ તેનાથી ફાયદો કેવી રીતે મેળવવો તેની છે. તે સંબંધોની ઊંડાણને સમજતો નથી કે તેને તોડતા વિચારતો નથી. પછી નિસાસો નાખીને તે જ તિરાડ ભરેલા સંબંધોને દોષ આપે છે. આજે વ્યક્તિ સમજણમાં ઉણો ઉતરે છે. તેને લોકોની વાત મહેણાં વધારે લાગે છે. આજે તેણે વર્ચુઅલ દુનિયાનો વ્યાસ વધાર્યો છે અને તેની સાથે સાથે તેણે વાસ્તવિક દુનિયાની ત્રિજ્યામાં ઘટાડો કરવા માંડ્યો છે પણ તેણે ક્યારેક તો આ વાસ્તવિકતાની ત્રિજ્યાનો વ્યાસરૂપી છેડો તો ઓળંગવો જ પડશે પરંતુ ત્યારે એ છેડા પર તેને ટેકો આપવા માટે કોઈ હશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે….
માટે જ ઉપરનું વાક્ય જીવન, સંબંધ અને સમજણ – આ ત્રણ શબ્દોના એકાકાર માટે જ વાપરવામાં આવ્યું છે માટે તેને લખાણની ભૂલ નહિ પણ સમજણની નવી વૃત્તિ તરીકે જોવું રહ્યું. છેલ્લે જતાં જતાં એક રમૂજી વાક્ય યાદ આવે છે : ઓરેન્જ અને એપલમાં તફાવત શો ?…. સિમ્પલ છે….. ઓરેન્જનો કલર ઓરેન્જ હોય છે જયારે એપલનો એપલ નથી હોતો !!

સૌજન્ય : રીડગુજરાતી

Birth Anniversary (18-07)


1 ) Doshi Indulal Kanji
2 ) Doshi Haresh Chandrakant
3 ) Desai Harshida Jitendra
4 ) Gandhi Meena Deepak
5 ) Gandhi Hansa Bipin Amrutlal
6 ) Lodaria Payal Rahul Rasiklal
7 ) Mehta Manjula Anil Kalyanji
8 ) Mehta Indiraben Suryakant Narandas
9 ) Mehta Nischay Nareshkumar Manharlal
10) Shah Krupa Ketan Anantrai
11) Shah Bhakti Sharad Navalchand
12) Sheth Nirali Manish Kishor
13) Mehta Jai Vipin Prabhashankar

Wednesday, July 17, 2013

Top Gear Various Airport Vehicles Motor Sport Race Challenge

In an attempt to improve the speed and efficiency of our airport experiences, Richard Hammond presents the 'Various Airport Vehicles Motor Sport Race Challenge.

Birth Anniversary (17-07)


1 ) Khandore Mahendra Ujamshi
2 ) Khandore Khushboo Mahesh Himmatlal
3 ) Lodaria Darshan Dhansukhlal
4 ) Mehta Jayant Rasiklal Kalyanji
5 ) Sanghvi Rajesh Himmatlal
6 ) Shah Chandresh Dinesh Himmatlal
7 ) Shah Veena Narendra Pradyutbhai
8 ) Sheth Kusum Rajendra Ramniklal

Tuesday, July 16, 2013

Death



Native :Wankaner
Currently At : Kolkatta
Name of the deceased :Pushpaben Ashokkumar Sheth
Age : 77 Years
Date of Death : 13-07-2013.
Husband  :Ashokkumar Nyalchand Sheth

Sons : Sunil, Sanjay
Daughters-in-Law : Sonal, Ruby
Brothers-in-Law(Diyar-Jeth) :  Late Mansukhlal, Late Kakubhai, Dhirubhai
Sisters-in-Law (Nanand) : Late Gunvantiben, Nirmlaben
Father : Manilal Jagjivandas Doshi


May Her Soul rest in eternal peace 

વાંકાનેર હાલ કોલકત્તા સ્વ. અશોકકુમાર ન્યાલચંદ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૭૭) ૧૩-૭-૧૩ના કોલકત્તા મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સુનીલ તથા સંજયના માતુશ્રી. સોનલ તથા રૂબીના સાસુ. સ્વ. મનસુખલાલ, સ્વ. ગુણવંતીબેન, નિર્મળાબેન, સ્વ. કાકુભાઈ તથા ધીરૂભાઈના ભાભી. પિયર પક્ષે સ્વ. મણીલાલ જગજીવન દોશીના દીકરી. પ્રાર્થનાસભા મંગળવાર, ૧૬-૭-૧૩ના કોલકત્તા મુકામે રાખેલ છે. લૌ. વ્ય. બંધ છે.

સ્પેસ – તેજેન્દ્ર ગોહિલ


એક સમયે એકબીજાની સાથે રહેવા માંગતા લોકોને આજે એકબીજાથી દૂર રહેવાના ઉપાયો શોધતા જોયા છે. ત્યાં મને વિચાર આવ્યો કે, પ્રેમ લગ્નમાં પરિણમ્યા પછી લગ્નમાં પ્રેમ ના રહે તો શું કરવું ? સાથ માટે તરસતા લોકો આજે મળે છે તો પણ માત્ર ઝગડો કરવા !!
“જ્યાં પહોંચવાની ઝંખના વર્ષો થી હોય મન પહોચતાજ પાછું વળે એમ પણ બને.”
મનોજ ખંડેરિયાનો આ શેર મેં લગભગ 13-૧૪ વર્ષ પહેલા સાંભળેલો ત્યારથી લઇ આજ સુધી મારા ગમતા શેર માંથી એક છે. પણ તેનો સાચો અર્થ જયારે પણ વિચારવા કે સમજવા માટે પ્રયત્ન કરું તો દર વખતે નવો જ લાગે. માગ્યું તે મળ્યું પણ મળ્યા પછી તેને માણવા માટે મન જરૂરી છે. મનપસંદ વસ્તુ કે વ્યક્તિ મેળવ્યા બાદ શું ? (જેમ કોઈ ગેઈમના બધા લેવલ પાર કાર્ય બાદ અનુભૂતિ થાય છે તેમ) જે મળ્યું છે તેને થોડા સમય માટે છોડવું જરૂરી છે. જેમ પતંગને ઉપરને ઉપર ચગાવવો હોય તો તેને થોડા સમય માટે ઢીલ આપવી જરૂરી છે. તેમ સબંધને સાચવવા માટે પણ થોડી ઢીલ આપવી જરૂરી છે. આવી વાત ને એક મજાકથી સમજી શક્યો છું.
શેઠ જીવડા ખાય છે. શેઠજી વડા ખાય છે.
બંને વાક્યોમાં યોગ્ય સ્પેસની જરૂર છે. જે ઘરની આસપાસમાં જોવા ના મળે તે Google space જોવા મળે છે. કદાચ એટલા માટે જ ‘સ્પેસ પ્રોગ્રામ’ બનાવાય છે. સંબંધ અને સેન્ટન્સમાં સાચી સમજણ માટે થોડું એકાંત જરૂરી છે. પણ જેમ કુશળ લેખક યોગ્ય ચિન્હ અને સ્પેસથી યોગ્ય વાક્ય લખી શકે તેમ તેનું મહત્વ દર્શાવી શકે છે. એટલે સ્પેસ મુકવી એક કળા છે. મારા ઘણાં વિદ્યાર્થીઓ મારા ફૂરસદના સમયમાં બોલતા હોય છે કે “મને કોઈ સમજી શકતું નથી.” ત્યારે હું તેને પુછુ છું કે ‘તું કેટલા લોકોને સમજી શકે છે? તારા માટે ઢસરડા કરતા મા-બાપને સમજી શક્યો છું ?’ (આમ પણ, ભૂલો મારાથી નથી થતી, તે તો આગળ વાળાએ બરોબર વાંચ્યું નહતું , સાવ આળસુ !!) ફેઈલ થતા વિદ્યાર્થીઓ પણ આમ જ કહેતા હોય છે. કોઈ મારા સુધી પહોંચી ના શક્યું તેના કરતા હું કોઈ સુધી કેમ ના પહોંચી શક્યો તે સવાલ મારી જાતને પૂછવો પડે છે.
વેકેશનમાં છોકરાથી માંડીને મા-બાપ બધાને સ્પેસની જરૂર છે. પ્રેમીઓને તેમનો પ્રેમ ત્યારે જ યાદ આવે છે જયારે તે તેનાથી લાંબો સમય દૂર હોય પણ લાંબા સમયથી પાસે હોય તો ……!!!!!! બસ ફરિયાદો…જ ફરિયાદો…..
તું પહેલાની જેમ મળતી નથી કે…
તું પહેલાની જેમ મને ફોન કરતો નથી…
મારો ફોન તને રીસીવ કરવાનો સમય નથી…

એક સમયે એક-બીજામાં ખોવાઈ જવાની ઈચ્છા રાખતા લોકો એકબીજાથી છુપાવવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે બંને વચ્ચે યોગ્ય સ્પેસ નથી. અહીં પણ મનોજ ખંડેરિયાનો શેર મૂકી શકાય :
“જે શોધવામાં ઝીંદગી આખી પસાર થાય, ને એજ હોય પગની તળે એમ પણ બને.”

સૌજન્ય : રીડગુજરાતી

Birth Anniversary (16-07)


1 ) Doshi Pankti Jitendra Shantilal
2 ) Doshi Harsh Hemant Dineshchandra
3 ) Doshi Jayesh Chamanlal
4 ) Doshi Yash Nitin Lalchand
5 ) Gandhi Mahesh Hematlal
6 ) Mehta Zubin Nitin Kevalchand
7 ) Mehta Hemal Bhupat (Mr)
8 ) Parekh Ushaben Bhupendra Kantilal
9 ) Parekh Ashwin Narbheram Jasraj
10) Shah Maitri Premal Anupchand
11) Mehta Rahul Viresh Chunilal
12) Parekh Meghna Abhay Kishorbhai

Monday, July 15, 2013

Death



Native :Vantavadar
Currently At : Bhayander, Mumbai
Name of the deceased :Hiraben Jayantilal Sanghavi
Age : 80 Years
Date of Death : 13-07-2013.
Husband  :Late Jayantilal Harjivandas Sanghavi

Sons : Narendra, Kamlesh, Bhavesh, Hitesh
Daughters-in-Law : Falguni, Chhaya, Trupti,  Hema
Daughters : Meenaben Jitendrakumar Vora, Dina Dilipbhai Parekh, Jyotiben Mahasukhlal Parekh, Kalpnaben Maheshkumar Khandor
Father : Late Kirchand Ujamshi Lodaria (Ghantila)
Brothers : Late Gulabchandbhai, Late Amulakhbhai, Late Jamnadasbhai, Late Nagindasbhai
Sisters : Late Muktaben, Late Lalitaben, Labhuben, Late Jayaben, Kanchanben


May Her Soul rest in eternal peace 


વાંટાવદર હાલ ભાયંદર સ્વ. જયંતીલાલ હરજીવનદાસ સંઘવીના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૮૦) તે નરેન્દ્ર, કમલેશ, ભાવેશ, હીતેશ, મીનાબેન જીતેન્દ્રકુમાર વોરા, દીના દિલીપભાઇ પારેખ, જયોતીબેન મહાસુખલાલ પારેખ, કલ્પનાબેન મહેશકુમાર ખંડોરના માતુશ્રી. ફાલ્ગુની, છાયા, તૃપ્તી, હેમાના સાસુ. તે ઘાંટીલા નવાસી સ્વ. કિરચંદ ઉજમશી લોદરીયાના દીકરી. તે સ્વ. ગુલાબચંદભાઇ, સ્વ. અમુલખભાઇ, સ્વ. જમનાદાસભાઇ, સ્વ. નગીનદાસભાઇ, સ્વ. મુકતાબેન, સ્વ. લલીતાબેન, લાભુબેન, સ્વ. જયાબેન, કંચનબેનના બેન ૧૩-૭-૧૩ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની ભાવયાત્રા ૧૬-૭-૧૩ મંગળવારના સવારે ૯.૩૦ થી ૧૨ રાજસ્થાન હોલ, ૬૦ ફીટ રોડ, નવરંગ હોટલની બાજુમાં, ભાયંદર (વે.).

People Are Awesome 2013 (New Version)

A compilation of awesome people doing awesome things.

Birth Anniversary (15-07)


1 ) Doshi Rohit Chandulal Hirachand
2 ) Doshi Ashique Dineshchandra
3 ) Doshi Darshan Dilip Chamanlal
4 ) Mehta Nirmal Kishor Jayantilal
5 ) Parekh Bhoomi Shailendra Chandulal
6 ) Patel Kirti Ashok Narendrarai (Mrs)
7 ) Sanghvi Hasmukh Chimanlal
8 ) Shah Smit Shetal Vinodrai
9 ) Shah Sonali Dilip Umedchand
10) Shah Kamlesh Pravinchandra Shantilal
11) Shah Ila Sunil Jevatlal Sukhlal
12) Sheth Manoj Shantilal

Sunday, July 14, 2013

સારા માણસ બનવું એ સૌથી કઠિન કાર્ય છે-ભુપતભાઇ વડોદરિયા

  આજના જમાનામાં લોકો સાતમા આસમાને વિહરતા જોવા મળે છે. કોઈ સાદગીથી જીવવામાંમાનતું જ નથી, પરંતુ જેમના સંસ્કાર સાતમા આસમાન જેટલી ઊંચાઈવાળા છે તેવા લોકો ગણ્યા ગાંઠ્યા જ છે. સાતમા આસમાને દિમાગનો પારો  ધરાવતા અસંસ્કારી લોકોની સંખ્યા વધતીજાય છે. અત્યારે સમાજમાં સૌના દિલમાં જાગૃતિનો પ્રકાશ પ્રસરવો જરૃરી છે.
મનુષ્યનો જન્મ પામીને સારા માણસ બનવું એ સંસારનું સૌથી કઠિન કાર્ય છે. મનુષ્ય જો સારો માણસ બને તો તેની આસપાસ સારો માહોલ આપોઆપ જ નિર્માણ પામે છે. સારો માહોલ ઊંચા મહેલમાં જ બને છે એવું નથી. જો ઝૂંપડામાં રહેતા માણસની રહેણીકરણી અને આચારવિચાર સારા હોય તો તેની આસપાસ સારો માહોલ રહેવાનો જ છે. જો ઊંચા મહેલોમાં રહેતો માણસ ભ્રષ્ટ હોય,વ્યસની હોય તો તેનો માહોલ ક્યારેય સારો રહેવાનો જ નથી. એક સારા પરિવારનું નિર્માણ કરવામાં કેટલીય પેઢીઓ વીતી જતી હોય છે, પણ જો પરિવારનો એક માણસ ખરાબ વિચારવાળો હોય તો તે સમગ્ર કુળની કીર્તિ એક ક્ષણમાં જ ધૂળમાં મેળવી દે છે. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથીજ  તે માતાના વિચારો વડે સંસ્કાર પામવાનું શરૃ કરી દે છે. જીવનું ચરિત્ર જ સંસારનો ધર્મ છે.
માનવની પ્રકૃતિ જ એવી છે કે એ ઉપકાર અને સહઅસ્તિત્વની ભાવના વિના એક પળ પણસુખેથી જીવી શકતો નથી. સુખનો ભલે આભાસ થતો હોય, પણ વાસ્તવિક સુખ બહુ ઓછાનાનસીબમાં હોય છે. ધર્મનો પ્રાણ છે વિવેક. જે પ્રકારે આત્માવિહીન શરીરનું કોઈ મૂલ્ય અને ઉપયોગ હોતો નથી એવી જ રીતે સંસ્કારરહિત વિવેકહીન ધર્મનો પણ કોઈ ઉપયોગ હોતો નથી. આવા ધર્મનું કોઈ મૂલ્ય હોતું નથી. આત્માવિહીન શરીરની જેમ આવો ધર્મ પણ સડો ધરાવે છે અને દુર્ગંધ પ્રસરાવે છે. ધર્માંધતાથી અનેક વિકૃતિઓ જન્મે છે. અહિંસા અને પરોપકારને બદલે સ્થાપિત હિત,સ્વાર્થની ચડસાચડસી, પરસ્પર ઈર્ષ્યા અને આતંકવાદ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરે છે. જો તમેધર્મની સુરક્ષા ઈચ્છતા હો તો ધર્માત્મા બનો. ધર્મ જડ નથી, તેની સુરક્ષા કરવી જોઈએ. ધર્મ કોઈ જાતિ કે સંપ્રદાય પણ નથી. ધર્મને ખરીદી શકાતો નથી. ધર્મ એક ચૈતન્યની અનુભૂતિ છે, તેની સુરક્ષા આપણે ચૈતન્યની અનુભૂતિ દ્વારા જ કરી શકીશું. આ સિવાય ધર્મની સુરક્ષાનો કોઈ રસ્તો નથી.તમામ સંપ્રદાય, વર્ગ, ઉપવર્ગ નાશવંત છે, માત્ર ધર્મ જ શાશ્વત છે. થોડા પરિશ્રમ દ્વારા આપણે સારાં પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે આપણી શક્તિનો એક મહત્ત્વનો હિસ્સો સામાજિક ઝઘડાઓનો ઉકેલ લાવવામાં જ વપરાઈ જાય છે. જો આ શક્તિને આપણે આંતરિક વિકાસનાકામમાં જોતરીએ તો ઈતિહાસમાં સ્થાન પ્રાપ્ત કરી શકીશું. આજે દરેક માણસ સ્વાર્થમાં આંધળો છે,નાહકની ચડસાચડસીમાં વ્યસ્ત છે, તેને બધું  જ પોતાના માટે જોઈએ છે અને બીજાના ભોગે જોઈએ છે. આવું વિચારવું યોગ્ય નથી. વિજ્ઞાન અને સુવિધા એ જીવનને સરળ બનાવવા માટે છે,તે પોતે જ જીવન નથી.

સૌજન્ય : શબ્દપ્રીત





 

Birth Anniversary (14-07)


1 ) Doshi Mansi Niteshkumar Rajnikant
2 ) Bhanshali Priti
3 ) Gandhi Tarak Subhash Jamnadas
4 ) Gholani Aneri Nilesh Dhirajlal
5 ) Mehta Ami Bhaven Vasantlal
6 ) Mehta Jigar Sanat Shamaldas
7 ) Mehta Bhavesh Vasantlal
8 ) Mehta Krishna Praful DUrlabhji
9 ) Sanghvi Kaushal Rajesh Himmatlal
10) Shah Asha Nirmal Ashok
11) Shah Jashwanti Dolatrai Amrutlal
12) Solani Viral Rajesh Fatechand
13) Solani Sohil Mukesh Fatechand
14) Vakharia Pravin Sukhlal

Saturday, July 13, 2013

Amsterdam Splash Bus Drives Into Canals

The most splashing way to discover Amsterdam - with the amphibious bus 'The Floating Dutchman.

Birth Anniversary (13-07)


1 ) Doshi Karan Rashmikant Dhirajlal
2 ) Doshi Harshit Naynesh Chandulal
3 ) Gandhi Kamlesh Ravichand
4 ) Gardi Tejas Ajit Chhabildas
5 ) Mehta Priyanshi Nilesh Mahendra Ambavidas
6 ) Mehta Priyal Nilesh Mahendra Ambavidas
7 ) Mehta Ilaben Jagdish Sevantilal
8 ) Mehta Hitesh Jayantilal
9 ) Sanghvi Chetan Vinod Khushalchand
10) Shah Maitri Samir Lalitbhai
11) Shah Diptiben Narendra Umedchand
12) Shah Samir Dinesh Manharlal
13) Sheth Piyush Mahendra Jivraj
14) Sheth Vina Girish Vanvari (D/o V P Sheth)
15) Sheth Sheetal Bipin Mugatlal
16) Lodaria Pratibha Jitendra Prabhulal

Friday, July 12, 2013

Death



Native :Wankaner
Currently At : Wankaner
Name of the deceased :Nirmalaben Pravinchandra Shah
Age : 81 Years
Date of Death : 10-07-2013.
Husband  :Pravinchandra Shah

Sons : Ashwinbhai, Bharatbhai
Daughters-in-Law : Bhavna, Daksha
Daughters : Ilaben Jashwantlal Vora, Pragnaben Rajnikant Vora, Pratibhaben Rajendra Palsani, Vibhaben Shailesh Mehta
Nephews : Pankajbhai, Tarunbhai, Jitubhai
Niece : Bharatiben
Father : Vanechand Rajpal Shah (Morbi)


May His Soul rest in eternal peace 

વાંકાનેરવાળા નિર્મળાબેન પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૮૧) તે અશ્ર્વિનભાઈ, ભરતભાઈ, ઈલાબેન જશંવતલાલ વોરા, પ્રજ્ઞાબેન રજનીકાંત વોરા, પ્રતિભાબેન રાજેન્દ્ર પલસાની, વિભાબેન શૈલેષ મહેતાના માતુશ્રી. પંકજભાઈ, તરુણભાઈ, જીતુભાઈ, ભારતીબેનના ભાભુ, સૌ. ભાવના, સૌ. દક્ષાના સાસુ, નિર્મળ, રૂપેશ, અપુર્વના મોટીબા, પિયરપક્ષે મોરબી નિવાસી વનેચંદ રાજપાળ શાહની પુત્રી તા. ૧૦-૭-૧૩ના અરિહંત શરણ પામેલ છે. બંને પક્ષની સાદડી શુક્રવાર, ૧૨-૭-૧૩ના ૩ થી ૪.૩૦. ઠે. શાહ ઉમેદચંદ પાનાચંદ, ૧/ડી/૭ કૃષ્ણનગર, ચંદાવરકર લેન,બોરીવલી (વે.)

ડિગ્રીના મોહ અને મહત્ત્વની યોગ્યતા!-ભૂપત વડોદરિયા

જિંદગીમાં સફળ થયેલાને પૂછીએ તો એ કહેશે કે ડિગ્રીનું કંઇ મહત્ત્વ નથી. યુનિર્વિસટીની ડિગ્રી હોય કે ના હોય, તેનાથી કંઇ ફરક પડતો નથી. માણસમાં આવડત હોય, જ્ઞાન હોય, ગ્રહણશક્તિ હોય તો તે ગમે ત્યાં સફળ થઇ જાય છે. જિંદગી જેમની ઉપર ઝાઝી મહેરબાન બની નથી હોતી તેઓ કહેશે કે ડિગ્રીની કિંમત આમ તો કંઇ નથી પણ ડિગ્રી ના હોય ત્યારે તે એક ખોડ બની જાય છે. ડગલે ને પગલે આ અશક્તિ માણસને નડે છે. ડિગ્રીના વાંકે આગળ વધી નહીં શકેલા માણસો ભાગ્યને દોષ દેતાં દેતાં કહે છે કે, એક નામની પણ ડિગ્રી હોત તો હું મારી નોકરીમાં ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોત! નોકરીમાં મેં એટલી મહેનત કરી, એટલી સાધના કરી કે મારા સાહેબો હંમેશાં મને બઢતી અપાવવા આતુર રહ્યા પણ અમુક હદ પછી એક સીમા આવી જાય છે. તમારું માથું તરત ભટકાય! તમે વધુ ઊંચા થઇ ના શકો!
કેટલાકને ડિગ્રીનો રીતસર એક મોહ હોય છે. આમાંના ઘણામાં સંભવતઃ આત્મવિશ્વાસની કંઇક ખામી હોય છે. બીજા કેટલાકને ડિગ્રી પ્રત્યે એવો મોહ નથી હોતો પણ તેમને આ અણગમતી છતાં જરૂરિયાતની ચીજ લાગે છે. એમની દલીલ એવી હોય છે ક માણસની હોશિયારી સાથે ડિગ્રીને કોઇ અતૂટ સંબંધ નથી જ નથી. પણ ડિગ્રી ચલણના એક સિક્કા જેવી છે. તેના અંતર્ગત મૂલ્યનો સવાલ જ નથી. નોકરી - વ્યવસાયના બજારમાં તેની એક માન્ય કિંમત છે એટલે તેના ટેકા વિના ચાલતું નથી.
અંગ્રેજી ભાષાનો પ્રથમ પ્રામાણિક શબ્દકોષ તૈયાર કરનાર ડો. સેમ્યુઅલ જોન્સન પાસે કોઇ ડિગ્રી નહોતી. પોતાની જાતે શીખીને અને વિશાળ વાંચનથી તેમણે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું અને વિદ્વતા તેમ જ લેખનશક્તિ પણ સિદ્ધ કર્યાં હતાં. પચીસ - છવીસ વર્ષની ઉંમરે પરચૂરણ લેખોના મહેનતાણા ઉપર પેટગુજારો કરતા, પણ હકીકતે ભૂખે મરતા જોન્સનને મિત્રોએ કહ્યું કે અંગ્રેજી ભાષાની અને અંગ્રેજી સાહિત્યની સેવા કરવાની તમારી ધગશ દાદ માગે તેવી છે પણ તમે એક નોકરી લઇ લ્યો! કોઇક શાળામાં શિક્ષકની નોકરી લઇ લ્યો! શિક્ષકને મહિને બાંધેલો પગાર મળે! તેમાં બે ટંકનું ખાવાનું અને ભાડાનું ઘર તો મળે! પછી તો સેમ્યુઅલ જોન્સન નોકરીની શોધમાં લાગી ગયા. શિક્ષકની નોકરી શોધવા નીકળ્યા એટલે ખબર પડી કે તે માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજયુએટની ડિગ્રી ગણાય!
ડો. જોન્સનના મિત્રોને તેમના ભાષાજ્ઞાન, તેમના સાહિત્યજ્ઞાન, તેમની વિદ્વતા માટે ઘણો ઊંચો મત હતો. વળી મિત્ર માટે પ્રેમ પણ હતો. તેમણે નિરાશ થઇ રહેલા જોન્સનને આશ્વાસન આપ્યું કે, વાત માત્ર ડિગ્રીની જ છે ને? એક યુનિર્વિસટીના કુલપતિને અમે ઓળખીએ છીએ. એ પણ વિદ્યાનુરાગી માણસ છે. એને કહીશું કે ભાઇ, તમે અમારા દોસ્તની જે પરીક્ષા લેવી હોય તે લઇ લો, તે કોઇ પણ પરીક્ષામાં બેસવા તૈયાર છે! તમારી પરીક્ષા સારા માર્કે તે પાસ કરી આપે પછી તો વાંધો નથી ને? તમે તેને પછી તો એક ડિગ્રી આપી શકો ને?
જોન્સનના મિત્રોએ કુલપતિને પત્રો લખ્યા, રૂબરૂ મળ્યા પણ વિદ્યાનુરાગી કુલપતિએ કહ્યું કે, જોન્સનની વિદ્વતા માટે મને માન છે. પણ આ રીતે ડિગ્રી અપાતી નથી! યુનિર્વિસટી અલબત્ત માનદ ડિગ્રીઓ આપે છે પણ તે તો એવી કાળજી સાથે આપે છે કે આવી ડિગ્રી મેળવનાર માણસને એ ડિગ્રી વટાવવાની જરૂર જ ના હોય; માનદ ડિગ્રી મેળવનારને માટે તે માનનું એક પ્રતીક હોય છે! યુનિર્વિસટી આ કાગળનાં ફૂલ આપીને વધુ તો જાતે જ ધન્યતા અનુભવે છે. બાકી માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તે હજુ જુવાન હોય, ગરીબ હોય, ડિગ્રીને નોકરીના બજારમાં વટાવવાની ગરજવાળો હોય તો તેને ડિગ્રી ના અપાય!
જોન્સનને ડિગ્રી ના મળી. તે દુઃખી થયો. થોડો વધુ વખત ભૂખે મર્યો પણ સરવાળે તેને ફાયદો થયો. ડિગ્રીના વાંકે શિક્ષકની નોકરી ના મળી એટલે તેણે બમણા જોશથી સરસ્વતીની આરાધના શરૂ કરી. તે વધુ સારો સર્જક બન્યો. વધુ ખ્યાતિ પામ્યો અને આગળ ઉપર માનદ ડિગ્રીનો અધિકારી પણ બન્યો.
વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન શાળા - કોલેજના ભણતરમાં બહુ હોશિયાર નહોતા. તેમણે શિક્ષણપદ્ધતિની અને પરીક્ષાની પદ્ધતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે જ વિદ્યાર્થીને અનેક નકામા વિષયો અને નકામી માહિતી મગજમાં ઠાંસવા પડે છે. જ્ઞાનની જિજ્ઞાસા આનાથી મરી જાય છે. આઇન્સ્ટાઇન ૨૧ વર્ષની ઉંમરે માંડ માંડ ગણિતના ખાસ શિક્ષક થવા માટેની ડિગ્રી મેળવી શક્યા. પણ નોકરી ના મળી. આઇન્સ્ટાઇનના પિતાએ ગરીબ બેકાર પુત્રની પીડાથી દ્રવિત થઇને પોતાના પુત્રને નોકરી આપવા માટે એક ઓળખીતા નામાંકિત પ્રાધ્યાપક પર લખેલો પત્ર હૃદયદ્રાવક છે! આઇન્સ્ટાઇન ખૂબ જ સ્વમાની હતા તેથી દીકરાની જાણ બહાર જ પિતાએ આવો પત્ર લખેલો. પિતા મૃત્યુ પામ્યા અને ઘણાબધા વર્ષો પછી આ હકીકત બહાર આવી - પણ હકીકત બહાર એટલે આવી કે આઇન્સ્ટાઇન ક્રાંતિકારી વિજ્ઞાની તરીકે બહાર આવ્યા હતા અને હવે તેમની સફળતા - નિષ્ફળતાની નાનીમોટી વાતોમાં સૌને રસ પડ્યો હતો.
ઉત્ક્રાંતિના સિદ્ધાંતની ખાસ સમજણ ના હોય તેવો કોઇ પણ સામાન્ય માણસ એટલું જાણે છે કે કોઇક એવો વિજ્ઞાની હતો - ચાર્લ્સ ડાર્વિન  એનું નામ હતું, જેણે કાંઇક એવું સંશોધન કર્યું છે કે માણસ વાંદરામાંથી ઊતરી આવેલો છે; ચાર્લ્સ ર્ડાિવનના આ સિદ્ધાંતનો ગ્રંથ ‘ધી ઓરિજીન ઓફ સ્પેસીઝ’ના પ્રકાશનથી ખિ્રસ્તી જગતમાં ખળભળાટ થઇ ગયો હતો. ચાર્લ્સ ડાર્વિન  વિજ્ઞાની તરીકે ખ્યાતનામ બન્યા. ચાર્લ્સ ર્ડાિવનના સિદ્ધાંતની આપણે અહીં ચર્ચા નહીં કરીએ - તેમાં કેટલીક નબળી કડીઓ છે તે હવે સ્વીકારાઇ ચૂક્યું છે - ર્ડાિવનને પણ શાળા - કૉલેજમાં ખાસ કંઇ મળ્યું નહોતું. શાળામાં તે બરાબર ભણી ના શક્યા એટલે પિતાએ તેને ઇડીનબર્ગ યુનિર્વિસટીમાં મોકલ્યા. દીકરો અહીં કંઇક વાઢકાપ-વિજ્ઞાન સર્જરીની તાલીમ લે અને દાક્તર થાય તો! ચાર્લ્સ ર્ડાર્વિનને આ કાપાકાપી ગમી નહીં એટલે છેવટે પિતાએ વિચાર્યું કે દીકરો ભણીને-ઘણીને બાહોશ થાય તેમ લાગતું નથી. તેને કેમ્બિ્રજમાં ક્રાઇસ્ટ્સ કોલેજમાં મોકલીએ. ધાર્મિક  ઉપદેશકનું કામ સહેલું છે! ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે અને કલેર્જીમેન થાય એટલે પત્યું! આ લાઇન પણ ચાર્લ્સ ડાર્વિનને માફક આવે તેવી નહોતી . ચાર્લ્સ ડાર્વિનને નાનાં મોટાં જીવજંતુ - પ્રાણીઓ, પંખીઓમાં ઊંડો રસ હતો. આ પૃથ્વી ઉપર જીવન જે અનેક આકાર-પ્રકાર ધારણ કરે છે તેની કોઇ સળંગ સીડી છે કે પછી આ બધી વિચિત્ર રમકડાંની વખાર છે? એક અદમ્ય ઝંખના એના હૈયામાં હતી - તેણે જીવજંતુ, પંખી, પ્રાણી, માનવી, ઘણોબધો અભ્યાસ કર્યો. તેના સારરૂપે તેણે જે સિદ્ધાંત તારવ્યો તેમાં ખરેખરું સત્ય કેટલું? તેમાં ખરેખર ચતુરાઇપૂર્ણ અનુમાનોની આળપંપાળથી વધુ કંઇ છે કે નહીં - આ બધા સવાલો અહીં પ્રસ્તુત નથી પણ અહીં મુદ્દો એ છે કે જેમની વિજ્ઞાનબુદ્ધિ માટે બે મત નથી તેવા માણસને કોઇ આછીપાતળી ડિગ્રી મળી શકે તેમ નહોતું. આમાં આ કે તે યુનિર્વિસટીનો કે તેના પ્રાધ્યાપકોનો દોષ નથી. દરેક સૈકામાં અને લગભગ દરેક દેશમાં શિક્ષણની આની આ જ સમસ્યાઓ રહી છે.
દરેક દેશમાં જ્ઞાન-વિજ્ઞાન તેમ જ વેપાર - ઉદ્યોગના એક યા બીજા ક્ષેત્રમાં ડિગ્રી વગરના માણસો સાચા હીરાની જેમ ઝળકી ઊઠ્યા હોય તેવું બન્યું છે. બીજી બાજુ જાતજાતની ડિગ્રીઓના પ્રમાણપત્રો લઇને બેઠેલા માણસો કોઇક સાધારણ નોકરીમાં કે વ્યવસાયમાં દટાયેલા રહ્યા છે. તેમની શૈક્ષણિક કારકિર્દીને ડિગ્રીઓના અજવાળે જુઓ તો પ્રથમ કક્ષાની લાગે પણ તેમનું એ જ્ઞાન કોઇ નાનકડા ખેતરમાં પણ અહીંતહીં પડેલ બીજની જેમ પણ પ્રસરી ના શક્યું અને એમાંથી કોઇ લીલીછમ જ્ઞાન-વાડીનું સર્જન ના થયું. આ અનેક ડિગ્રીધારીઓની પ્રામાણિક્તાને શંકાસ્પદ ગણવાની જરૂર નથી. આવી શંકા કરીએ તો કદાચ ઘણાબધા સદગુણી માણસોને અન્યાય કરી બેસીએ. આમાં થોડાક એવા હશે જેમણે માત્ર જ્ઞાનનો નિર્જીવ ભાર જ ઊંચક્યો હશે અને બટર્રાન્ડ રસેલની રમૂજમાં કહીએ તો તે જ્ઞાન-ગર્દભ (ગધેડાની જેમ જ્ઞાનનો ભાર ઉપાડનારા) હશે પણ આવા થોડાકની સામે બીજા ઘણા માણસો જ્ઞાનના સાચા સાધકો પણ હશે પણ તેમના જે ગુરુએ તેમને મંત્ર આપ્યો હશે એ ગુરુ જ ‘આગે સે ચલી આતી હૈ’ના સંપ્રદાયના હશે એટલે એ સ્થાપિત શિક્ષણ પરંપરાની બહાર નજક કરી નહીં શક્યા હોય અને વાડ કૂદી જ શક્યા નહીં હોય.
ડિગ્રી સારી કે ખરાબ તેનો આ પ્રશ્ન નથી. ડિગ્રીનો મોહ રાખવાની જેમ જરૂર નથી તેમ તેનો તિરસ્કાર કેળવવાની જરૂર નથી. ડિગ્રી મળે તો જરૂર લેવી પણ તેના વિના બધાં વહાણ ડૂબી જવાની ભીતિ રાખવાની જરૂર નથી. ડિગ્રી મળે તો તેને ભવસાગર પાર કરવાની અણડૂબ હોડી ગણી લેવાની જરૂર નથી. તમારા જ્ઞાન અને કૌશલની કક્ષા એવી હોવી જોઇએ કે તેનો પરિચય થતાંવેંત માણસ તમારી ડિગ્રી જાણીને ચકિત થાય - તમે ડિગ્રીના દીકરા નહીં, તેના દાદા લાગો. તમારી પાસે લાંબીલચક ડિગ્રી હોય પણ તમારો જ્ઞાન-વિકાસ નહિવત્ હોય તો માણસને થશે કે આને આવી મોટી ડિગ્રી કોણે આપી? ડિગ્રી જ્ઞાનના દાવાના પુરાવા તરીકે નકામી છે તો અજ્ઞાનની ક્ષમાયાચના તરીકે તો તેથી વધુ નકામી છે. આટલું સમજીને ડિગ્રી ધારણ કરવામાં કે નહીં કરવામાં વાંધો નથી. વિનોબા ભાવેની જેમ દરેક પોતાનું શૈક્ષણિક પ્રમાણપત્ર બાળી નાખી ના શકે પણ તેને ભૂલી તો જરૂર શકે છે.
( લેખકના પુસ્તકમાંથી )
સૌજન્ય : શબ્દ પ્રિત

Birth Anniversary (12-07)


1 ) Doshi Shashank Jitendra Shantilal
2 ) Gandhi Parswa Rohit Bhogilal
3 ) Gandhi Nautamlal Kalidas
4 ) Lodaria Urvashi Kirit Ravichand
5 ) Mehta Rachna Dilip Keshavlal
6 ) Mehta Nandish Jagdish Himmatlal
7 ) Patel Chandni Tejas Kishor
8 ) Shah Bhairavi Mihir
9 ) Shah Nikhil Pinakin Lalbhai
10) Shah Vipul Bhupatlal Premchand

Thursday, July 11, 2013

Peeling Garlic - Martha Stewart Cooking School


Martha Stewart shares her trick for peeling a whole head of garlic in just a few seconds.


Birth Anniversary (11-07)


1 ) Doshi Jagruti Vasantrai Jivraj
2 ) Doshi Mansi Gunvantrai Fulchand
3 ) Gholani Tarulata Chandrakant Chunilal
4 ) Mehta Aditya Hemendra Pravinchandra
5 ) Mehta Kamini Bharat
6 ) Mehta Grishma Deepak Trambaklal
7 ) Mehta Jitendrarai Durlabhji
8 ) Mehta Mit Bhavesh Vasantlal
9 ) Mehta Hemen Vinod Durlabhji
10) Parekh Nila Ramesh Navalchand
11) Parekh Dr. Bhavik Ramesh Navalchand
12) Parekh Timir Madhukar Dipchand
13) Sanghvi Manish Chimanlal
14) Sanghvi Pragna Vijay Ratilal
15) Shah Dr. Mrudula Pinakin Lalbhai