Currently At : Vasai, Mumbai
Names of the deceased :1) Vinodchandra Devchand Shah 2) Hinaben Vinodchandra Shah (Husband & Wife met with an accident on Ahmedabad highway)
Age : 1) 60 Years 2) 55 Yeras
Date of Death :05-03-2015.
Daughter : Chandni
Son-in-Law :Piyush Mohanlal Trivedi
Brothers (of Vinodchandra): Arvind, Kishore,Rasik,Suresh
Sisters-in-Law : Late Kumud, Urmila,Nalini,Poonam
Brother (of Hina) : Bhavesh
Sister-in-law (Of Hina) Sonal (bhabhi)
Sisters (of Hina): Aruna,Trupti, Raju
Grand Child : Rudra
Fathers : 1) Late Devchand Dharamshi Shah
2) Late Balwantbhai Gokaldas Sanaghani
Prarthana on Sunday, 8th March 2015 between 9:30AM & 11:30 AM at Swaminarayan Mandir Hall, 2nd Floor, Vasai (W)
May Their Souls rest in Eternal Peace
વાંકાનેરના (હાલ વસઈ) દેવચંદ ધરમશી શાહના પુત્ર-પુત્રવધૂ. સ્વ. બળવંતભાઈ ગોકળદાસ સાધાણી રાજકોટનાં દીકરી-જમાઈ વિનોદભાઈ (ઉં. 60) તથા હીનાબેન (ઉં. 55) તા. 5મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. ચાંદનીના પિતા-માતા. પીયુષકુમાર મોહનલાલ ત્રિવેદીનાં સાસુ-સસરા.અરવિંદભાઈ, કિશોરભાઈ, રસિકભાઈ, સુરેશભાઈના ભાઈ-બંધુ પત્ની, સ્વ. કુમુદબેન, ઉર્મિલાબેન,નલીનીબેન,પૂનમબેનના દિયર-દેરાણી, ભાવેશભાઈ,અરુણાબેન, તૃપ્તિબેન અને રાજુબેન બેન-બનેવી તથા સોનલબેનના નણંદ-નણંદોઈ પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા. 8મીએ રવિવારે સવારે 9.30થી 11.30. ઠે.: સ્વામી નારાયણ મંદિર હૉલ, બીજે માળે, વસઈ (પ.).
મુંબઈ સમાચારમાં આવેલ અહેવાલ
અમદાવાદ: વડોદરા-અમદાવાદ વચ્ચેના એક્સપ્રેસ હાઇવે પર થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મુંબઇના દંપતી સહિત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ત્રણેક જણને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુંબઇથી અમદાવાદ તરફ આવી રહેલા લોકોની જીપકાર બંધ પડેલી મિની ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા આ અકસ્માત થયો હતો.
મુંબઈના વસઈ ખાતે રહેતાં વિનોદભાઈ દેવચંદભાઈ શાહ તેમનાં કુટુંબી સભ્યો સાથે બુધવારે રાત્રે જીપકાર લઇ રાજસ્થાન જવા નીકળ્યા હતા. તેમની સાથે પત્ની હીનાબેન ઉપરાંત રીટાબહેન દિલીપભાઈ દવે, કિશુભાઈ દિલીપભાઈ દવે, પિયુષભાઈ દવે, ચાર્મી પિયુષભાઈ દવે તથા તેમનો દીકરો રૂદ્ર પિયુષભાઈ દવે પણ કારમાં સાથે હતા. ગુરુવારે વહેલી સવારે વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ હાઇવે પર ચડ્યા બાદ તેમની જીપકાર નડિયાદ નજીક વાંઠવાડી ગામની સીમમાં બ્રેકડાઉન પડેલી મિનીટ્રક પાછળ જીપકાર ધડાકાભેર અથડાઇ હતી. મિનીટ્રકના ટાયરમાં પંક્ચર પડતા ડ્રાઇવરે તેને સર્વિસ લાઇનમાં ઊભી રાખી હતી જે મુંબઇવાસીઓની જીપકારના ચાલકને નજરે ના ચડતા કે અન્ય કોઇ કારણોસર તેમની કાર મિની ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે જીપકારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. વાહનો વચ્ચેની ટક્કરનો અવાજ સાંભળી આજુબાજુના ગામવાસીઓ દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવાની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, વિનોદભાઈ દેવચંદભાઈ શાહ (ઉં.વ.૫૫), હીનાબેન વિનોદભાઈ શાહ (ઉં.વ.૫૩) રીટાબહેન દિલીપભાઈ દવે (ઉં.વ.૪૦)ને સારવાર મળે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જ્યારે પિયુષભાઈ દવે (ઉં.વ.૩૨) ચાર્મીબહેન પિયુષભાઈ દવે (ઉં.વ.૨૮) અને કિશુભાઈ દિલીપભાઈ દવે (ઉં.વ.૨૦)ને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અઢી વર્ષના રુદ્રનો બચાવ થયો હતો.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.