આપણા મોટા ભાગના
દુ:ખોનું કારણ ધર્મ અને જીવનને આપણે સાચા અર્થમાં સમજ્યા નથી. દરેક ધર્મના
સિદ્ધાંતોમાં જીવનનાં મૂલ્યો રહેલા છે. સારી રીતે કેવી રીતે જીવ શકાય તેનો
માર્ગ બતાવવામાં આવ્યો છે, પણ આપણે ખોટાં અર્થઘટનો કરીને તેને ગૂંચવી
નાખ્યો છે. આપણે વિપરીતમાં જીવીએ છીએ. એક બાજુ ધર્મ કરીએ છીએ અને બીજી બાજુ
અધર્મ. જે કરવું જોઈએ તે આપણે કરતા નથી. આપણે ધર્મ કરવા કરતાં અધર્મને
છોડવાની જરૂર છે. અધર્મ છૂટી જશે તો ધર્મ આપોઆપ આવી જશે. કશું કરવાની જરૂર
નહીં રહે. ધર્મની શરૂઆત જીવનથી કરીએ અને જીવનને એટલું ઉત્કૃષ્ટ બનાવીએ કે
તે ધર્મ બની જાય અને કાં તો ધર્મથી શરૂઆત કરીએ અને તેને એટલો અર્થપૂર્ણ
બનાવીએ કે તેનાથી જીવન ઉત્કૃષ્ટ બની જાય. આપણે ધર્મથી કે જીવનથી બંનેથી
શરૂઆત કરી શકીએ. મૂળ હેતુ છે સારું જીવન. આ બંને માર્ગોમાં માણસ અર્ધેથી
અટકી જાય છે અને ક્યાંયનો રહેતો નથી. બંને વચ્ચે ગોથાં ખાય છે.
સૌજન્ય : મુંબઈ સમાચાર
સૌજન્ય : મુંબઈ સમાચાર
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.