[વડોદરા પાસે આવેલા ‘નેચર પાર્ક’માંથી પ્રકાશિત થતા ‘પાંદડું’ સામાયિકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે.]
બાજ સામાન્ય રીતે મિતાહારી શિકારી પંખી છે, પણ તેને બીજા કોઈ ખોરાક કરતાં મધ બહુ જ ભાવે છે. આમાં, ગળપણ પસંદ કરવાની તેની સ્વાદેન્દ્રિયની શક્તિ કારણરૂપ હશે કે કેમ તે તો કોણ જાણે, પરંતુ શિકારીઓ અને વનેચર રખડુઓ કહે છે કે મધ મળે ત્યાં સુધી એ બીજા શિકારની પરવા ભાગ્યે જ કરે છે, અને મધ દેખીને તે પર અવાયો પડે છે.
સહેજ પ્રશ્ન થાય કે પંખીને તો માખીઓ હેરાન કરી મૂકે; એ મધ ખાય કેવી રીતે ? પણ બાજને આ મુશ્કેલી નડતી નથી. મધ ખાવાની તેની એક વિશિષ્ટ રીત છે. ગમે તેવી ઘેરી ઘટામાંથી તેની ચકોર આંખ મધપૂડો શોધી કાઢે છે. પછી અત્યંત ચુપકીદીથી ત્યાં જઈને, તેની નજીકમાં નિરાંતે બેસીને ખાઈ શકાય એવી સારી જગ્યા શોધી તે પર બેસે છે અને ‘ડચ…’ કરતીકને ચાંચ મારી મધપૂડામાંથી એક લોચો ખેંચી કાઢે છે.
પરંતુ એ ચાંચ મારવાની સાથોસાથ જ તે પોતાના શરીરનાં પીછાં એવી રીતે ફુલાવીને ગોટોમોટો બની જાય છે કે તેના શરીરની આસપાસ પીછાંનું એકસરખું પડ રચાઈ જાય છે. માખીઓ તે પર તૂટી પડે છે ખરી, પણ પીછાંનું પડ એવી ખૂબીથી રચાઈ જાય છે કે બે પીછાંની વચ્ચે પણ અંદર પેસવાનો ગાળો તેને મળતો નથી અને પીછાં પર તો તેના ડંખ કારગત થઈ જ શકતાં નથી. મધનો લોચો પકડેલું પોતાનું માથું પણ બાજ ઊંધું ઘાલીને પીછાંના એ ગોટામાં ખોસી દે છે અને એમ રહ્યેરહ્યે જ મોંમાં લીધેલો લોચો ખાવા ગળવા માંડે છે, તેની ચાંચ વાંકી ને પોપટની ચાંચ જેવી રચનાવાળી હોવાથી મધનો સારો એવો લોચો તોડી શકે છે. એ લોચો મધપૂડાનો આખો કટકો જ હોય છે. એમાં મધ પણ હોય, મીણ પણ હોય, માખીઓના ઈડાં અને બચ્ચાં પણ હોય અને સાથે આવી ગયેલી કોઈ માખી પણ હોય ! એ બધું જ બાજ ખાઈ જાય છે.
માખીઓ ઝનૂનથી આ પીંછાના ગોટા પર તૂટી પડે છે, અને જેવી ઠીકઠીક સંખ્યામાં ત્યાં જમા થાય તેવો જ બાજ પોતાનું શરીર જોરથી ધ્રુજાવીને એવી તો ઝણઝણાટી બોલાવે છે કે બધી માખીઓ ભરરર… કરતીકને ઊડી જાય છે. આ પળે મધપૂડો પણ ખુલ્લો થઈ જાય છે અને બાજને તેમાંથી બીજું બચકું તોડી લેવાની તક મળે છે. ફરી લોચો ખેંચી કાઢીને તે ગોટોમોટો બની જાય છે અને માખીઓ બેસી રહેવા આવે તેટલી વારમાં તો કોળિયો પૂરો કરી ફરી પાછી પીંછાંની ઝણઝણાટી બોલાવીને માખીઓને ઉડાડી મૂકી ત્રીજો કોળિયો ઉખેડી લે છે. આમ, સામાન્ય કદનો એક સારો મધપૂડો તો પાએક કલાકમાં તો સાફ કરી નાખે છે અને ત્યાં મધવાળી ખાલી ડાળી અને નિષ્ફળપણે બણબણાટ કરી રહેલી માખીઓ સિવાય મધપૂડાનું નામનિશાન રહેતું નથી.
બાજ સિવાય બીજા કોઈ પંખીના આ રીતે મધ ખાઈ શકવા વિશે શંકા છે, કેમકે કોઈએ હજુ જોયું નથી. માત્ર હિમાલયમાં ‘હનીબર્ડ’ નામનું પંખી થાય છે. એનો મધનો શોખ તો સુપ્રસિદ્ધ છે. બાજની મધ ખાવાની રીત ખરેખર નવાઈ ભરી છે. આ બાજ જે ‘Honey Buzzard’ નામથી ઓળખવામાં આવે છે, તે કદમાં પૂરો બે ફૂટનો, રંગે બદામી હોય છે.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.