પત્ની : ‘કહું છું સાંભળો છો ?’
પતિ : ‘હં…..’
પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’
પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’
******
છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’
ડૉક્ટર : ‘દસ હજાર.’
થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડોક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’
છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’
ડૉક્ટર : ‘કેવી રીતે ?’
છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
******
છોકરી : ‘તું મને પ્રેમ કરે છે ?’
છોકરો : ‘હા, વહાલી.’
છોકરી : ‘તું મારા માટે મરી શકે ?’
છોકરો : ‘ના, હું અમરપ્રેમી છું.’
******
રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.
એટલે પૂછ્યું : ‘તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?’
શ્યામુ : ‘માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….’
******
અબજોપતિ જય પોતાના શ્રીમંત મિત્ર વીરુને કહી રહ્યો હતો કે ‘હું સવારે મારી કારમાં બેસીને નીકળું તો સાંજ સુધીમાં મારી અડધી મિલકત પણ ન જોઈ શકું.’
વીરુ : ‘એમાં કઈ મોટી વાત છે. મારી પાસે પણ એવી ખટારા કાર છે.’
******
દાંતના ડૉકટર : ‘તમારો દાંત કાઢી નાખવો પડશે.’
દર્દી : ‘કેટલા પૈસા થશે ?’
ડૉક્ટર : ‘પાંચ સો રૂપિયા.’
દર્દી : ‘આ પચાસ રૂપિયા લો. દાંતને ઢીલો કરી દો, પછી તો હું જાતે કાઢી લઈશ….’
******
મોન્ટુ : ‘જો હું બસમાં ચઢું કે બસ મારી પર ચઢે, એમાં ફેર શું ?’
પિન્ટુ : ‘કોઈ ફેર નહીં. બંનેમાં ટિકિટ તો તારી જ કપાશે.’
******
મોન્ટુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.
પિન્ટુ : ‘આવું કેવી રીતે થયું ?’
મોન્ટુ : ‘મોટો હથોડો લઈ દીવાલ તોડી રહ્યો હતો ત્યારે બાપુએ કહ્યું ક્યારેક ખોપરીનો ઉપયોગ કર…’
******
ટીના : ‘અચાનક તું બહુ બચત કરવા માંડી છે ને કંઈ….!’
મીના : ‘હા, મારા પતિની છેલ્લી ઈચ્છા એ જ હતી. ડૂબતી વખતે તેઓ એમ જ કહેતા રહ્યા, “બચાવો…બચાવો….”’
******
લગ્નજીવનની સફળતાનું રહસ્ય માત્ર ત્રણ જ શબ્દોમાં રહેલું છે :
‘ઓકે, ખરીદી લે….’
******
પેસેન્જર : ‘જો બધી જ ટ્રેન મોડી જ હોય તો ટાઈમટેબલનો શો ફાયદો ?’
સ્ટેશન માસ્તર : ‘બધી ટ્રેન સમયસર હોય તો, વેઈટિંગ રૂમનો શો ફાયદો ?’
******
બૉસ : ‘અમે એક એવા કર્મચારીની શોધમાં છીએ જે ખૂબ જવાબદાર હોય.’
ઉમેદવાર : ‘તમારી શોધ પૂરી થઈ ગઈ સમજો. આ પહેલાં હું જે કંપનીમાં હતો ત્યાં કોઈ પણ ભૂલ થાય તેને માટે હું જ જવાબદાર રહેતો…’
******
માલિક : ‘આજે તેં રોટલી પર વધારે ઘી લગાવી દીધું છે.’
નોકર : ‘ભૂલ થઈ ગઈ…. કદાચ મેં તમને મારી રોટલી આપી દીધી છે….’
******
મોન્ટુનો પગ ભૂરો પડવા માંડ્યો એટલે ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરે પગ જોઈને કહ્યું : ‘ઝેર ચડી ગયું છે… કાપી નાંખવો પડશે….’
ડૉક્ટરે પગ કાપી નાખીને નકલી પગ બેસાડી દીધો.
થોડા દિવસમાં નકલી પગ ભૂરો પડવા માંડ્યો.
ડૉક્ટર : ‘હવે તારી બીમારી સમજમાં આવી. તારા જિન્સનો રંગ લાગી જાય છે….’
******
શિક્ષક : ‘દિલ્હીમાં કુતુબ મિનાર છે.’
મોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને પૂછ્યું :
‘મેં હમણાં શું કહ્યું ?’
મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : ‘દિલ્હીમાં કુત્તા બીમાર છે.’
******
એક મચ્છર છગનને દિવસે કરડ્યું.
છગને એને પૂછ્યું : ‘તું તો રાત્રે કરડે છે ને ? આજે દિવસે કેમ ?’
મચ્છર : ‘શું કરું ? ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે…!’
******
યુવતી : ‘કાલે મારો બર્થ-ડે છે.’
યુવક : ‘એડવાન્સમાં હેપી બર્થ-ડે.’
યુવતી : ‘શું ગિફ્ટ આપીશ ?’
યુવક : ‘શું જોઈએ ?’
યુવતી : ‘રિંગ.’
યુવક : ‘રિંગ આપીશ, પણ ફોન નહીં ઉપાડતી. એમાં બેલેન્સ નથી.’
******
પિંકી : ‘પાડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા.’
બિટ્ટુ : ‘અરે વાહ ! અને એક માર્ક ક્યાં ગયો ?’
પિંકી : ‘એ આપણો દીકરો લાવ્યો છે…!’
******
સંતા : ‘આ ડૉક્ટરો ઑપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કેમ કરી દે છે ?’
બંતા : ‘જો દરેક વ્યક્તિ ઑપરેશન કરવાનું શીખી જાય તો પછી એમનો ધંધો કેવી રીતે ચાલે ?’
******
યુવતી : ‘જોજે તને તો નરકમાં પણ જગ્યા નહીં મળે.’
યુવક : ‘ભલે ને ! કોઈ ચિંતા નહીં. કારણ કે હું પણ બધી જગ્યાએ તારી સાથે આવવા નથી માગતો !’
******
‘તું તો બહુ સરસ સ્વિમિંગ કરે છે…. ક્યાં શીખ્યો ?’
‘પાણીમાં… બીજે ક્યાં ?’
******
એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને પૂછ્યું :
‘એક કૉફી કેટલાની છે ?’
‘પચાસ રૂપિયાની…..’
‘આટલી બધી મોંઘી ! સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….’
વેઈટર : ‘એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા બોર્ડ તો બરાબર વાંચો !’
******
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.