તાજેતરમાં જ નોકરીમાંથી નિવૃત થયેલા એક સ્નેહીએ પૂછ્યું , “તમને નથી લાગતુ કે આજકાલ યુવાનો સમક્ષ બીજો કોઇ આદર્શ જ નથી - એકજ આદર્શ કે આકાંક્ષાથી એ દોરવાય છે અને તે એ કે કોઇ પણ રીતે શ્રીમઁત થવુઁ ! યુવાનો પૈસાને જ આટલુઁ બધઁ મહત્વ કેમ આપે છે તે મને સમજાતુઁ નથી!”
સ્નેહીની વાતમાઁ જરૂર તથ્ય છે પણ તેને માટે યુવાનોને દોષ દેવો નકામો છે. યુવાનો સગી આઁખે જુવે છે કે અત્યારે દરેક માણસને સારા માણસ બનવામાઁ બહુ રસ નથી, પણ સફળ માણસ થવામાઁ વધુ રસ છે અને સફળ થવુઁ એટલે પૈસાદાર થવુઁ એવી સમજ એમણે કેળવી છે. તેઓ જોવે છે કે અત્યારે કોઇપણ પ્રશ્નમાઁ માણસ નૈતિકતાના દ્રષ્ટિકોણને તદન ગૌણ સમજે છે. એનુઁ કારણ પણ સ્પષ્ટ છે. પૈસાની બાબતમાઁ હવે ચોખ્ખો રૂપિયો અને મેલો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો જ નથી. આ પરસેવાની કમાણીનો રૂપિયો અને આ હાથચાલાકીનો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો નથી. સોનાને વળી કાટ કેવો? રૂપિયાને વળી ડાઘ કેવો? પૈસા એટલે પૈસા! અત્યારે આપણને પૈસાની જ બોલબાલા નજરે પડે છે. અત્યારે જ આવુઁ છે તેમ માનવુઁ પણ ખોટુઁ છે. અગાઉ પણ વધતા ઓછા પ્રમાણમાઁ પૈસાનુઁ પ્રભુત્વ તમામ સમાજોમાઁ રહેતુઁ, તે એક નકારી ન શકાય તેવી હકીકત છે.
પૈસાથી શુઁ નથી મળતુઁ? બધુઁ જ પૈસાથી ખરીદાય છે તે યુવાનો સગી આઁખે જુએ છે. પછી તેમને પૈસાના અસાધારણ ચમત્કારમાઁ શ્રદ્ધા બેસી જાય તેની નવાઇ શુઁ આમાઁ યુવનોને દોષ દેવો નકામો છે અને આ કે તે માણસ સામે આઁગળી ચીઁધવાનો પણ કોઇ અર્થ નથી. આખી પદ્ધતિમાઁ જ એવુઁ કઁઇક છે કે આ વિષચક્રમાઁથી જેઓ બચી જવા મથે છે તેઓ તેમાઁથી બચી ગયા પછી સઁતોષની સાચી લાગણી અનુભવી શકતા નથી. એક સરકારી કર્મચારી લાઁબી નોકરીના અઁતે નિવૃત થયા. કદી તેમણે હોદા પર હતા ત્યારે કોઇની એક પાઇ પણ લીધી નહોતી. હોદ્દા પર હતા ત્યારે તેમણે તેમના ખાતા સાથે જેમને કામ પડ્તુઁ હતુઁ તે હઁમેશા કઁઇ ને કઁઇ મદદ કરવા હાથ લઁબાવતા, પણ સરકારી કર્મચારી વિનયપૂર્વક તેનો ઇન્કાર જ કરતા. નિવૃત થયા પછી તેમના કુટુઁબમાઁ ગઁભીર માઁદગી આવી પડી. પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ પુત્રના ઓપરેશન અને દવા સારવારમાઁ થાય તેમ હતો. આ ભાઇએ કશુઁ વધારાનુઁ ધન તો મેળવ્યુઁ જ નહોતુઁ. એટલે એમને માટે આવો બઁદોબસ્ત કરવાનુઁ મુશ્કેલ હતુઁ.
તેમણે જેમની પાસે પૈસા ઉછીના માગ્યા તેમણે કહ્યુઁ કે તમને જ્યારે પૈસા મળી શકે તેમ હતા ત્યારે તો લીધા નહી. હવે તમને કોણ આપે? આવુઁ કહેનાર ભાઇએ જ અગાઉ કહેલુઁ કે આપણો સઁબઁધ હૈયાનો સઁબઁધ છે. - હોદ્દાનો સઁબઁધ નથી. પણ અત્યારે હવે એ જ કહી રહ્યા હતા તેનો અર્થ એટલો જ હતો કે હોદ્દાના અઁતની સાથે હૈયાના સઁબઁધનો પણ અઁત આવી ગયો હતો!
નિવૃત સરકારી કર્મચારીએ પછી પોતાના પુત્રની શસ્ત્રક્રિયા તથા દવા સારવાર માટે પૈસાની વ્યવસ્થા તો કરી જ, પણ તેમના મનમાઁ વારઁવાર એવો પ્રશ્ન ઊઠ્યા કરતો - પોતે આખી જિઁદગી ચોખ્ખા હાથ રાખ્યા હતા, તેમ કરીને પોતે સારુઁ કર્યુ હતુઁ? પોતે હઁમેશા સ્વચ્છ રહ્યા તે જ સારુઁ અને સાચુઁ હતુઁ? જેમણે એ થી ઊલટો વહેવાર કર્યો એમની સ્થિતિ આવી કટોકટીના પ્રસઁગોમાઁ વધુ સુગમતાભરી જ જોવા મળી અને એમને કશી શિક્ષા માણસે કે કુદરતે કરી જ નથી! માણસે કે ભગવાને પોતાની પ્રામાણિકતાની કોઇ કદર કરી હોય તેમ દેખાતુઁ નથી! ટૂઁકમાઁ એ ભાઇ પોતે જ એક શઁકામાઁ ઘેરાઇ ગયા. પછી આમાઁ માણસો હ્રદયનુઁ કઁઇક સમાધાન શોધે છે તેમ તેમણે પણ શોધ્યુઁ. પણ પ્રશ્ન તેમનો એકલાનો નહોતો. દરેક માણસને આવો પ્રશ્ન થાય છે.
એ વાત સાચી છે કે સદગુણ અને સત્કર્મ એ પોતે જ તેનો એક અમુલ્ય બદલો છે અને તેના માટે બીજા કોઇ પણ બદલા કે ઇનામની આશા રાખવી જ નહીઁ જોઇએ. પણ આ સાચુઁ હોવા છતાઁ માણસ તો આખરે માણસ જ છે અને તેથી તેના મૂલ્યાઁકનના ત્રાજવા પણ એની જિઁદગીના પ્રસઁગોના પ્રતિકુળ પવનના સપાટાઓની અસર થયા વગર રહેતી નથી.
માણસ જો શાઁતિથી વિચાર કરે તો તેને ભાન થયા વગર રહે નહી કે પૈસાથી સુખ કે શાઁતિ મળી શકતાઁ નથી. તેનાથી કોઇ સાચી સફળતા મળવાનો ખ્યાલ પણ ખોટો છે. દુનિયાની નજરે આપ્ણે આ બધી બાબતોને જ્યારે જોઇએ ત્યારે આપણને એક આભાસ થાય છે, એક દષ્ટિભ્રમ થાય છે. આ દુનિયામાઁ તદ્દન ગરીબ ફકીર જેવા માણસો તેમની આત્મજ્યોતને લીધે યાદગાર બન્યા છે. શ્રીમઁતોને પોતાનુઁ નામ નોઁધાવવા માટે ગઁજાવર દાન કરવાઁ પડે છે અને પથ્થરની તક્તીમાઁ નામ કોતરાવવાઁ પડે છે. એથી ઊલટુઁ ઇશ્વરના બઁદાઓના, દરિદ્રનારાયણના સેવકોના અને શુદ્ધ સર્જકતાના ઉપાસકોનાઁ નામ માણસના હ્યદયમાઁ અને અખઁડ સ્મૃતિમાઁ કોતરાયાઁ છે.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.